ભારતીય સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ, 5 પાકિસ્તાની આતંકવાદીઓ લેન્ડમાઇન વિસ્ફોટમાં ઠાર

Pakistani Terrorists Killed at Loc: ભારતીય સરહદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે પાંચ પાકિસ્તાની આતંકવાદીઓ લેન્ડમાઇન વિસ્ફોટમાં માર્યા ગયા છે. ઘટના અંગે વિગતવાર અપડેટ અને સુરક્ષા પગલાઓ વિશે જાણો

Pakistani Terrorists Killed at Loc: ભારતીય સરહદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે પાંચ પાકિસ્તાની આતંકવાદીઓ લેન્ડમાઇન વિસ્ફોટમાં માર્યા ગયા છે. ઘટના અંગે વિગતવાર અપડેટ અને સુરક્ષા પગલાઓ વિશે જાણો

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
5 Pakistani Terrorists Killed in Landmine Blast During Infiltration Attempt at Indian Border | ભારતીય સરહદે ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન 5 પાકિસ્તાની આતંકવાદીઓ લેન્ડમાઇન વિસ્ફોટમાં ઠાર

ભારત પાકિસ્તાન સરહદ (પ્રતિકાત્મક તસવીર)

5 Pakistani Terrorists Killed: જમ્મુ અને કાશ્મીરના સરહદી પૂંછ જિલ્લાના બટ્ટલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર શુક્રવારે થયેલા લેન્ડમાઇન વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ સામે આવ્યા છે.

Advertisment

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી કથિત રીતે ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આ તરફ આવી રહેલા ઘૂસણખોર એક આતંકવાદીએ ભૂલથી ભારતીય બાજુએ બિછાવેલી લેન્ડમાઈન પર પગ મૂક્યો.

લેન્ડમાઇન પર આતંકવાદીએ પગ મૂકતાં વિસ્ફોટ થયો હતો. જેમાં 5 જેટલા ઘુસણખોરો માર્યા ગયાની જાણકારી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ પાસે એક IED પણ હતું જે પણ આ વિસ્ફોટમાં ફાટ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઘૂસણખોરી વિરોધી અવરોધ પ્રણાલીના ભાગ રૂપે ભારતીય બાજુના આગળના વિસ્તારો લેન્ડમાઇનછી ભરેલા છે. એક અધિકારીએ સમજાવ્યું કે વરસાદને કારણે ક્યારેક આ લેન્ડમાઈન દૂર વહી જાય છે.

Advertisment

ભારતીય સરહદ પર થયેલા આ વિસ્ફોટ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આતંકવાદી Indian army પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ