’72 Hoorain’… હુમલા પછી જન્નત મળશે’, કેટલું સત્ય? કેટલું કાલ્પનિક? ઈસ્લામિક વિદ્વાનોનું શું કહેવું છે?

72 hoorain the truth : 72 હુરે ફિલ્મ વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ સવાલ કંઈક બીજો છે. શું ખરેખર 72 હુરે જેવી કોઈ માન્યતા છે? શું ઈસ્લામમાં આ 72 હુરાનો કોઈ ઉલ્લેખ છે? શું કુરાન આ 72 હૂર વિશે કંઈ કહે છે? જાણીએ ઈસ્લામિક વિદ્વાનોનું શું કહેવું છે?

Updated : July 08, 2023 23:25 IST
’72 Hoorain’… હુમલા પછી જન્નત મળશે’, કેટલું સત્ય? કેટલું કાલ્પનિક? ઈસ્લામિક વિદ્વાનોનું શું કહેવું છે?
72 હુરે અને જન્નતનું સત્ય શું છે?

સુધાંશુ મહેશ્વરી : આતંકવાદથી કયો દેશ પીડિત નથી, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હુમલો થાય છે, તેના પર પ્રતિક્રિયા થાય છે અને અશાંતિનો સમયગાળો વધતો જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ આતંકવાદને તેની પ્રેરણા ક્યાંથી મળે છે? હવે આ સવાલ પર એક ફિલ્મ આવી છે, જેનું નામ છે- 72 હુરો. ફિલ્મમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીને હુમલો કરવા માટે 72 હુરોના સપના બતાવવામાં આવ્યા છે. કહેવાય છે કે, હુમલો કરશો તો શહીદી મળશે અને પછી જન્નતમાં 72 હૂરો મળશે.

હવે આ ફિલ્મને લઈને બબાલ છે, તેના પોતાના કારણો છે, પરંતુ સવાલ કંઈક બીજો છે. શું ખરેખર 72 હુરે જેવી કોઈ માન્યતા છે? શું ઈસ્લામમાં આ 72 હુરાનો કોઈ ઉલ્લેખ છે? શું કુરાન આ 72 હૂર વિશે કંઈ કહે છે? હવે અમારી પાસે આ બધા પ્રશ્નોના જવાબ નથી, પરંતુ જેમને ઇસ્લામનું જ્ઞાન છે, જેમણે વર્ષોથી તેના પર સંશોધન કર્યું છે, અમે તેમની સાથે સીધી વાત કરી. આ મુદ્દા પર બે ઇસ્લામિક વિદ્વાનો સાથે વિગતવાર વાત કરવામાં આવી હતી.

મૂળભૂત રીતે, હૂરનો અર્થ છે – એક સુંદર છોકરી જે તમને સ્વર્ગમાં ભેટ તરીકે મળે છે. તેનો કોન્સેપ્ટ એ છે કે, જન્નતમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તમને જે જોઈએ છે તે તમને મળે છે. જેમ સ્વર્ગ વિશે કહેવામાં આવ્યું છે કે, તે એક સ્વપ્નની દુનિયા હશે, તેવી જ રીતે જન્નત પણ તે જ જગ્યા છે. વાસ્તવિક જીવનમાં જે નથી મળતું, તે બધું જ સ્વર્ગમાં મળે છે.

આના વિશે ઈસ્લામિક સ્કોલર ડોક્ટર મુહિઉદ્દિન દાજી કહે છે કે, પયગંબર મોહમ્મદે કહ્યું છે કે, જે જેહાદ કરશે, જેહાદ કરતી વખતે શહીદ થશે, તેને ઈનામ તરીકે 22 હૂરો મળશે. કેટલાક હબીજમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ સમસ્યા એ છે કે, લોકોએ જેહાદ અને આતંકવાદને એક તરીકે જોવાનું શરૂ કરી દીધુ છે. આ બે અલગ અલગ વસ્તુઓ છે. WORD OF PROPHET સ્પષ્ટ કહે છે કે, જે આતંકવાદ ફેલાવશે, તે ખોટું કરી રહ્યા છે, અને આ કરતા તે મરી જાય છે, તો તે ખરાબ વ્યક્તિનું મૃત્યુ છે.

હવે આ કથનથી એક વાત સ્પષ્ટ થાય છે કે, હુરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ સારા કાર્યો સાથે, આતંકવાદ સાથે નહીં. પરંતુ તેમ છતાં જેઓ હુમલાઓ કરી નિર્દોષોને મારે છે, હિંસાનો આશરો લે છે, તેમનો તો એક જ તર્ક છે તેમને જન્નત મળશે. તે જન્નતમાં જવા માટે, નિર્દોષ લોકોની હત્યા કરે છે. હવે જ્યારે અમે આ દલીલો પર અન્ય ઈસ્લામિક વિદ્વાન અબુલ અલા સુભાની સાથે વાત કરી તો, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ આખો સિદ્ધાંત ખોટા તથ્યો પર આધારિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુરાન અથવા ઇસ્લામના અન્ય કોઈ પુસ્તકમાં હિંસા વિશે કોઈ વાત નથી કરવામાં આવી.

આ પણ વાંચોUpcoming 10 Controversial Bollywood Movies: 72 હૂરે થી લઈ ગોધરા સુધીની 10 વિવાદાસ્પદ બોલિવુડ ફિલ્મો, ટૂંક સમયમાં રિલીઝ થશે

ઇસ્લામિક વિદ્વાન અબુલ અલા સુભાની કહે છે કે, જે લોકો એવું કહે છે કે, તેમને 72 હુરે મળશે અથવા તેમને જન્નત મળશે, તેઓ બધા ખોટા છે. આ તો સાધારણ અને સીધી વાત છે, હિંસા કરવાથી જન્નત મળશે મળશે કે જહન્નુમ? મતલબ કે જો તમે પૃથ્વી પર મનુષ્યની શાંતિનો અંત લાવી દો છો તો, આગળની દુનિયામાં શાંતિ કેવી રીતે રહેશે. આપણા ઇસ્લામમાં એક કહાની છે, એવું કહેવાય છે કે, એક સ્ત્રીએ એક બિલાડીને ભૂખે રાખી, તે બિલાડી મરી ગઈ, અમારા પયગમ્બરે કહ્યું કે, તે સ્ત્રી નરકમાં જશે. તેનો અર્થ એ છે કે, ઇસ્લામ આ બાબતો વિશે ખૂબ જ સંવેદનશીલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ