/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/delhi-lal-killa.jpg)
લાલ કિલ્લા પર સુરક્ષા વ્યવસ્થા - (Express Photo by Tashi Tobgyal)
Independence Day 2023 : 15 ઓગસ્ટે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી વાર લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરશે. આ દરમિયાન સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 10 હજારથી વધારે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારબાદ સ્વતંત્રતા દિવસના અવરસ પર 1800 ખાસ મહેમાન હાજર રહેશે. આ મહેમાનોમાં 660થી વધારે વાઇબ્રન્ટ વિલેજ, 400થી વધારે સરપંચ સામેલ થશે. તેમને ખાસ આ કાર્યક્રમ માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. એટલું જ નહીં ખેડૂત ઉત્પાદન સંગઠન યોજના સાથે જોડાયેલા 250 લોકો પણ હાજર રહેશે.
સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત
લાલ કિલ્લા પર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ ઉપર મોરચો સંભાળી લીધો છે. સ્વતંત્રતા દિવસ પર 1000 કેમેરા ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સમારોહ દરમિયાન સેનાના હેલિકોપ્ટર પર અત્યાધુનિક હથિયારો સાથે કમાન્ડો ટીમ આકાશમાંથી બાજ નજર રાખશે. શાર્પશૂટર તૈનાત કરવામાં આવશે. લાલકિલ્લાના વિસ્તારમાં ખૂણા ખૂણા પર સુરક્ષા કર્મચારીઓની નજર રહેશે. વડાપ્રધાન અને અન્ય વીવીઆઈપી મહેમાનોની સુરક્ષા માટે સ્નિફર્સ, વિશિષ્ટ સ્વાટ કમાન્ડો અને શાર્પશૂટર તૈનાત કરવામાં આવશે. લાલ કિલ્લા માટે ખૂણે ખૂણે કર્મચારીઓની નજર રહશે. સ્વાટ કમાંડો અને એનએસજી કમાન્ડની સાથે દિલ્હી પોલીસ અને પેરા મિલિટ્રી ફોર્સના જવાનો તૈનાત રહેશે.
બનાવવામાં આવ્યા 12 સેલ્ફી પોઇન્ટ
દિલ્હીમાં 12 જગ્યા પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઇન્ડિયા ગેટ, વિજય ચોક, નવી દિલ્હી રેલવે સ્ટેશન, પ્રગતિ મેદાન, રાજઘાટ, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક, મેટ્રો સ્ટેશન, દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન, આઈટીઓ મેટ્રો ગેટ, નૌબત ખાના અને શીશ ગંજ ગુરુદ્વારાનો સમાવેશ થાય છે. આ સ્થાનો પર લોકોની સુવિધા માટે કંઈક ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us