Anil Antony Join BJP: કોંગ્રેસ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા

Anil Antony joins BJP : અનિલ એન્ટનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રીનો કેરળમાં સ્ક્રીનિંગ કરાવવાનો વિરોધ કર્યો હતો, આ પછી કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી

Anil Antony joins BJP : અનિલ એન્ટનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રીનો કેરળમાં સ્ક્રીનિંગ કરાવવાનો વિરોધ કર્યો હતો, આ પછી કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
A K Antonys son Anil Antony

એકે એન્ટનીનો પુત્ર અનિલ કે એન્ટની ગુરુવારે ભાજપામાં જોડાયો (તસવીર - બીજેપી ટ્વિટર)

Anil Antony Join BJP: કોંગ્રેસના નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ગુરુવારે ભાજપામાં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપની ઓફિસમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને વી મુરલીધરને અનિલને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. પાર્ટીની સદસ્યતા લીધા પછી અનિલ એન્ટનીએ કહ્યું કે પીએમ મોદી પાસે દેશને આગળ લઇ જવા માટે સ્પષ્ટ દ્રષ્ટીકોણ છે. તેમના નેતૃત્વમાં ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં વધી છે. સદસ્યતા અપાવ્યા પછી કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે અનિલનું વ્યક્તિત્વ બહુઆયામી છે.

Advertisment

આ કારણે કોંગ્રેસમાં થઇ હતી ટિકા

અનિલ એન્ટનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રીનો કેરળમાં સ્ક્રીનિંગ કરાવવાનો વિરોધ કર્યો હતો. તેણે પોતાનું ટ્વિટ પાછું ખેંચવા માટે અસહિષ્ણુતાથી દબાણ કરવાનો આરોપ લગાવીને કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. તેમણે કોંગ્રેસના વલણને ફગાવતા કહ્યું કે બીબીસી ડોક્યુમેન્ટ્રીને બતાવવી એક ખતરનાક મિશાલ છે. આ નિવેદન પછી કોંગ્રેસની અંદર ટિકાઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો - હનુમાનજીની જેમ કરો રાષ્ટ્ર સેવા,ભાજપના 44માં સ્થાપના દિવસ પર 10 લાખ કાર્યકર્તાઓને PM modi મોદીનું સંબોધન

Advertisment

દેશની સંપ્રભુતા દરેક બાબબથી મોટી હોય છે - અનિલ એન્ટની

બે મહિના પહેલા ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં ડોક્યુમેન્ટ્રી પર તેમના વિચારો વિશે પૂછતા અનિલે કહ્યં હતું કે ભાજપ અને મારામાં ઘણી બાબતો પર મતભેદો છે પણ જ્યારે રાષ્ટ્રીય હિતો અમે સંપ્રભુતા સહિત દેશના મૂળ હિતોની વાત આવે તો મને લાગે છે કે આપણે પક્ષની રાજનીતિને તેનાથી બહાર રાખવી જોઈએ. કારણ કે મને વ્યક્તિગત રુપથી લાગે છે કે આ આગ સાથે ખેલવા બરાબર છે અને જેનો લાંબા ગાળે ખરાબ પ્રભાવ પડશે. તેથી મેં કહ્યું કે દેશની સંપ્રભુતા દરેક બાબબથી મોટી હોય છે.

તે સમયે અનિલે કહ્યું હતું કે તેમણે પાર્ટી પદથી હટ્યા પહેલા પોતાના પિતા, પૂર્વ રક્ષા મંત્રી અને ગાંધી પરિવારથી વફાદાર સાથે વાત કરી ન હતી. આ મારો વ્યક્તિગત નિર્ણય હતો જે મારા પોતાના વિશ્વાસ અને વિવેકના આધારે હતો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ india દેશ ભાજપ