13 વર્ષના છોકરાએ પથ્થરથી કચડી 6 વર્ષના બાળકની હત્યા કરી, માસૂમ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો, કારણ આશ્ચર્યજનક

યુપીના પ્રયાગરાજમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં જિલ્લાના યમુનાનગરમાં ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના હલ્દી કાલા ગામમાં 6 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે હત્યારો પોતે સગીર છે.

યુપીના પ્રયાગરાજમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં જિલ્લાના યમુનાનગરમાં ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના હલ્દી કાલા ગામમાં 6 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે હત્યારો પોતે સગીર છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
UP Crime News

13 વર્ષના સગીરે 6 વર્ષના બાળકની હત્યા કરી (પ્રતિકાત્મક તસવીર)

UP Crime : યુપીના પ્રયાગરાજમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં જિલ્લાના યમુનાનગરમાં ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના હલ્દી કાલા ગામમાં 6 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે, હત્યારો પોતે પણ સગીર છે. તેની ઉંમર 13 વર્ષની છે. હાલમાં, પોલીસે આરોપી કિશોરને કસ્ટડીમાં લીધો છે અને તેને જુવેનાઈલ ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો છે. ઔદ્યોગિક વિસ્તાર પોલીસ સ્ટેશનના પ્રભારી મહેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, રવિવારે 13 વર્ષના કિશોરની અટકાયત કરવામાં આવી હતી અને તેની સૂચના પર, ઘટનામાં વપરાયેલી ઇંટો અને કપડાં મળી આવ્યા હતા. ઈંટ પર લોહી હતું.

Advertisment

6 વર્ષના બાળકનું મોત

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હલ્દી કાલા ગામના કામરાન સિદ્દીકીએ 27 ડિસેમ્બરે ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશનમાં તેના 6 વર્ષના પુત્ર તમીમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને બીજા દિવસે તમીમનો મૃતદેહ તેના ઘરની નજીકથી મળી આવ્યો હતો. બાળકને માથામાં પથ્થર વડે મારવામાં આવ્યો હતો. મિશ્રાના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન કિશોરે જણાવ્યું કે ,તે તમીમને રમકડું આપવાના બહાને ખંડેરમાં લઈ ગયો હતો. તેનો ઈરાદો તમીમ પર બળાત્કાર કરવાનો હતો પરંતુ જ્યારે તમિમે બુમો પાડવાનું શરૂ કર્યું અને તેના માતા-પિતાને આ વિશે કહેવાની ધમકી આપી, ત્યારે આરોપી કિશોરે તેના માથા પર ઈંટથી હુમલો કરી દીધો.

આ પણ વાંચો - IIT BHU Gangrape : બનારસ યુનિવર્સિટીમાં તે રાત્રે શું થયું? ગેંગરેપના આરોપીઓ સુધી પોલીસ કેવી રીતે પહોંચી? જાણો બધુ

તેણે જણાવ્યું કે જ્યારે તમીમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું તો આરોપી તેને છોડીને ત્યાંથી ભાગી ગયો. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, પુરાવાના આધારે, આરોપી કિશોરને પોલીસ રક્ષણ હેઠળ લીધા બાદ ભારતીય દંડ સંહિતાની કલમ 377 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ 5M/6 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને છોકરાઓ મિત્રો હતા અને સાથે રમતા અને કૂદતા હતા. આરોપી કિશોર અવારનવાર તમીમના ઘરે આવતો હતો.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ