Aadhaar Card : આધાર કાર્ડ નાગરિકતા અને જન્મ તારીખનો પુરાવો છે? UIDAI એ દૂરી મૂંઝવણ

Aadhaar Card Usage In India : આધાર કાર્ડ ભારતમાં બહુ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. શું તે ભારતની નાગરિકતા, રહેઠાંણ અને જન્મ તારીખના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે? UIDAI એ આધાર કાર્ડ વિશે મૂંઝવણ દૂર કરી છે.

Written by Ajay Saroya
October 31, 2025 15:36 IST
Aadhaar Card : આધાર કાર્ડ નાગરિકતા અને જન્મ તારીખનો પુરાવો છે? UIDAI એ દૂરી મૂંઝવણ
Aadhaar Card : આધાર કાર્ડ ભારતમાં વ્યક્તિના ઓળખનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. (Express Photo:

What Aadhaar Card Is Used for : આધાર કાર્ડ ભારતમાં મહત્વપૂર્ણ સરકાર માન્ય દસ્તાવેજ માનવામાં આવે છે. ભારતમાં લગભગ દરેક મોટા નાણાકીય અને સરકારી હેતુ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે . છતાં, ઘણા લોકો તેના વિશે મૂંઝવણમાં રહે છે. લોકો સોશિયલ મીડિયા પર પ્રશ્નો પૂછતા રહે છે, જેમ કે શું આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો છે, શું તે જન્મ તારીખનો પુરાવો છે, કે શું આધાર રહેઠાંણનો પુરાવો છે. ખાસ કરીને મતદાર યાદીઓ માટે SIR બાદ આધાર કાર્ડ વિશે ચર્ચા વધી છે.

આ મૂંઝવણ દૂર કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( UIDAI ) એ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર ફક્ત ઓળખ માટે છે, એટલે કે, ઓળખના પુરાવા માટે છે. તે નાગરિકતા, રહેઠાંણ અથવા જન્મ તારીખનું પ્રમાણ પત્ર નથી. નાગરિકતા અથવા જન્મ તારીખ સાબિત કરવા માટે આધારનો ઉપયોગ કરી શકાતો નથી.

સંદેશાવ્યવહાર મંત્રાલયના ટપાલ વિભાગના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આધાર નંબરનો ઉપયોગ ફક્ત ઓળખ સાબિત કરવા માટે જ થઈ શકે છે, તે પણ આધાર પ્રમાણીકરણ અથવા ઑફલાઇન વેરિફિકેશનના આધારે.

આધાર નંબર અથવા આધાર પ્રમાણીકરણ નાગરિકતા અથવા રહેઠાંણનો પુરાવો નથી અને તેનો ઉપયોગ જન્મ તારીખ સાબિત કરવા માટે થવો જોઈએ નહીં.

આધાર કાર્ડની ભૂમિકા શું છે?

ભલે આધાર નાગરિકતા કે ઉંમરનો પુરાવો નથી, છતાં ઘણી આવશ્યક સેવાઓ માટે તે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. (જ્યાં જરૂર હોય ત્યાં આધાર ફરજિયાત)

આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે

પાન કાર્ડ લિંક કરવા માટે

બેંક ખાતું ખોલાવવા માટે

મોબાઇલ સિમ ખરીદવા માટે

મ્યુચ્યુઅલ ફંડ અને નાણાકીય રોકાણોમાં KYC માટે

LPG સબસિડી (DBTL યોજના)

પેન્શન યોજનાઓ: EPS અને અટલ પેન્શન યોજના (APY)

શિષ્યવૃત્તિ અને શ્રમ કલ્યાણ યોજનાઓ

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે

મોબાઇલ કનેક્શન મેળવવા માટે

આધાર કાર્ડ શું છે?

આધાર કાર્ડ એ UIDAI દ્વારા ભારતના રહેવાસીઓને જારી કરાયેલ 12 અંકનો યુનિક ઓળખ નંબર છે. તે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે. આ નંબર વ્યક્તિના બાયોમેટ્રિક (જેમ કે ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ) અને વસ્તી વિષયક (નામ, સરનામું, વગેરે) ડેટા સાથે જોડાયેલ છે.

આધાર અપડેટ સરળ બન્યું

આધાર સેન્ટરની મુલાકાત લીધા વિના ઓનલાઈન આધાર કેવી રીતે અપડેટ કરવું: UIDAI એ આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. આધાર કાર્ડ ધારકોને હવે તેમનું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી માહિતી અપડેટ કરવા માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ થશે. બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેન માટે જ આધાર કેન્દ્રની મુલાકાત જરૂરી રહેશે. UIDAI આપમેળે તમારા ડેટાને PAN કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ અને મનરેગા જેવા ડેટાબેઝ સામે ચકાસશે. દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર રહેશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ