today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ગાયક સુમિત્રા સેનનું અવસાન: રવિન્દ્ર સંગીતની સુપ્રસિદ્ધ ગાયિકા સુમિત્રા સેનનું મંગળવારે કોલકાતામાં તેમના ઘરે અવસાન થયું. સેન લાંબા સમયથી શ્વાસ સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. તે બ્રોકો ન્યુમોનિયાથી પીડિત હતી અને 21 ડિસેમ્બરે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે ત્રણ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેણી 89 વર્ષની હતી. ગાયકની પુત્રી શ્રાબાની સેને સોશિયલ મીડિયા પર તેના મૃત્યુની માહિતી આપી છે. ફેસબુક પર પોસ્ટ કરતા શ્રાબાની સેને લખ્યું કે 'મા આજે સવારે અમને છોડીને ચાલ્યા ગયા.'
ઝઘડિયાના વેલુગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. અહીં ખેતરમાં કામ કરતી મહિલા ઉપર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાના પગલે મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલ પાસે ડોક્ટરની કારની ટક્કરથી બાળકીનું મોત નીપજ્યું હતું.
બહુચરાજી મંદિર ટ્રસ્ટમાં રાજીનામાનો દોર યથાવત રહ્યો છે. ચાર મહિનામાં તબક્કાવાર ચાર ટ્રસ્ટીઓના રાજીનામા પડ્યા છે. ટ્ર્સ્ટીઓના રાજીનામાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
પશ્ચિમ બંગાળમાં માલદાના કુમારગંજ સ્ટેશન પાસે તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં વંદે ભારત એક્સપ્રેસના કાચ તૂટી ગયા હતા અને એક મુસાફર ઘાયલ પણ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે ભારતની 7મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવ્યાના ચાર દિવસ બાદ આ ઘટના બની છે.
ઉત્તર ભારતમાં શીત લહેર ફરી વળી છે. ઠંડીનો પારો ધીમે ધીમે ઘટી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભારે ધુમ્મસના કારણે ફ્લાઈટોને પણ અસર પડી રહી છે. હિમાલયમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ઠંડીનો પારો માઇનસમાં પહોંચી ગયો છે.
Delhi Kanjhawala Case: રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન મોડી રાત્રે કંઝાવલા વિસ્તારમાં થયેલી ઘટનાએ લોકોને હચમાવી દીધા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ સોમવારે એક પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યુવતીને 10થી 12 કિલોમીટર સુધી ઢસડી હતી. જેનાથી તેનું મોત નીપજ્યું હતું. દિલ્હીના સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે, આ મામલે પોલીસે વિભિન્ન કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે. અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ફોરેન્સીક ટીમની મદદ પણ લેવામાં આવી રહી છે. આ કેસની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ સતત પીડિતાના પરિવારના સંપર્કમાં છે.
Ahmedabad News Updates: અમદાવાદના ચાણક્યપુરી ફાટક પાસે મળેલા મૃતદેહ મળ્યો હતો. જોકે, આ અંગે મોટો ખુલાસો થયો હતો. પ્રેમ સંબંધણાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.