today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
માઉન્ટ આબુમાં તાપમાનનો પારો 8 ડિગ્રી ગગડ્યો, લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી નોંધાયું
વર્ષના છેલ્લા દિવસે વહેલી સવારે અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું. અકસ્માતમાં જાનહાનિથી દુઃખી હોવાનું મોદીનું ટ્વીટ, ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત, મૃતકોને 2-2 લાખની સહાયની જાહેરાત
Ahmedabad latest News Updates: અમદાવાદના જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી આઈકેર હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. આગનું કારણ હજી અકબંધ છે. ફાયબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ લેવાની કામગીરી હાથધરી હતી.
Valsad Latest News Updates: આજે 31 ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટ લોકો નવા વર્ષને આવકારવા માટે પાર્ટીઓનું આયોજન કરતા હોય છે. જોકે થર્ટી ફર્સ્ટ પર વલસાડ પોલીસે સપાટો બોલાવી દીધો છે. પોલીસે દારૂ પીને ફરતા 150થી વધુ નબીરાઓ પકડાયા છે. વલસાડની 35 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ સમયે કાર્યવાહીમાં પીધેલી હાલતમાં યુવકો ઝડપાયો હતો. લોકઅપ હાઉસફુલ, આરોપીઓને રાખવા મંડપ બંધાયા છે.
Navsari latest news updates: નવસારી પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવ 48 પર બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 29 લોકો ઘાયલ થયા હતા. અમદાવાદથી વલસાડ જતી બસને વેસ્મા ગામ નજીક અકસ્માત નડ્યો હતો.
Ahmedabad Latest news Update : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનો પ્રારંભ કરાવશે અને આ ફ્લાવર શો 12 ડિસેમ્બર સુધી ચાલશે.
surat latest news updates: આજે 31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ છે ત્યારે વર્ષના છેલ્લા દિવસને ઉજવવા માટે લોકો દારૂ કે અન્ય નશિલા પદાર્થનો ઉપયોગ કરતા હોય છે. જોકે આવી બદીઓને રોકવા માટે પોલીસની કડક તૈયારી છે. અને નશાખોરો ઉપર પોલીસ કરડક નજર રાખશે અને કાર્યવાહી કરશે.