/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Uttarkashi-tunnel.jpg)
ઉત્તરકાશી ટનલ અકસ્માત (photo - ANI)
20 November, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- તેલંગણા ચૂંટણીના ઉમેદવારે વોટ્સએપ ન્યુડ કોલના કારણે કરી આત્મહત્યા, બ્લેકમેલર્સ કરતા હતા પરેશાન
WhatsApp nude call blackmailing Telangana : તેલંગણામાં એક પાર્ટીના ઉમેદવારે વોટ્સઅપ ન્યુડ કોલ બ્લેકમેઈલીંગથી કંટાળી આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. વધુ વાંચો
- રાજસ્થાનમાં રાજ્યપાલથી લઇને ઉપ રાષ્ટ્રપતિ બની રહ્યા છે ભાજપના પ્રચારક? જાણો કોંગ્રેસને કેમ છે વાંધો
Rajasthan Assembly Elections 2023 : કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે ત્યાં જીત સુનિશ્ચિત કરવા માટે દેશના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાની મદદ લીધી છે. વધુ વાંચો
- ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી, જાડેજા સાથે હાથ મિલાવ્યો, શમીને ગળે લગાવ્યો
World Cup 2023 final : વર્લ્ડ કપ 2023ની ફાઇનલ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે હારથી તૂટી ગયેલા ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. વધુ વાંચો
- વર્લ્ડ કપ 2023 : ICC ની વર્લ્ડ કપ 2023 ટીમમાં રોહિત શર્મા કેપ્ટન, રોહિત સિવાય આ 5 ભારતીયોને પણ મળ્યું સ્થાન
ICC World Cup 2023 Team : વર્લ્ડ કપની ફાઈનલ બાદ ICC એ મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર 12 સભ્યોની ટીમ પસંદ કરી છે. જેમાં રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વધુ વાંચો
- બચાવ અભિયાન માટે પહોંચી આંતરરાષ્ટ્રીય ટનલ એક્સપર્સ, બોલ્યા- અમે કોઈને ઈજા ન થવા દઈએ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગ દુર્ઘટના બાદ બચાવ અભિયાનમાં મદદ માટે પહોંચેલા આંતરરાષ્ટ્રીય ટનલ એક્સપર્સ અર્નોલ્ડ ડિક્સે કહ્યું કે અમે એ લોકોને બહાર કાઢવા જઈ રહ્યા છીએ જે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા સુરંગમાં દુર્ઘટના બાદ ફસાયા છે.
- WC 2023 IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે ભારત ફરી લાચાર બન્યું, આ હતા હારના મોટા કારણો
World Cup 2023 India Defeat Reasons : વર્લ્ડ કપમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી લીધા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ અને ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક ગુમાવી દીધી. 2011માં, ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 28 વર્ષની રાહ જોયા બાદ વર્લ્ડ કપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારના ઘણા કારણો હતા પરંતુ આ ચાર મોટા કહી શકાય. વધુ વાંચો
- વિશાખાપટ્ટનમના બંદર પર ભીષણ આગ, 40 હોડીઓ બળીને ખાખ
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં માછલી પકડ્યા પછી બંદર પર ભીષણ આગ લાગી હતી. આજે સવારે ફાયરની ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે. આ ભિષણ આગમાં 40 જેટલી હોડીઓ બળીને ખાખ થઈ હતી.
- Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, અરજી કરવા માટે માત્ર 10 દિવસ બાકી
Gujarat Anganwadi Bharti 2023, Anganwadi Recruitment, notification : મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવતી વિવિધ આંગણવાડીઓમાં કુલ 10,000 જેટલી આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જગ્યાઓ બહાર પડી છે. વધુ વાંચી
- Weight Loss Tips : શિયાળામાં ઝડપથી વજન ઘટાડવા માંગો છો? દિવસની શરૂઆત આ 7 ખાસ પીણાંથી કરો, તમારું પેટ એક મહિનામાં ઓછું જશે.
Weight Loss Tips : શિયાળામાં વજન ઘટાડવાનું વિચારી (weight loss tips in winter) રહ્યા છો? પરંતુ યોગ્ય ડાયટ પ્લાન (diet plan) નથી તો આ ડીટોક્સ ડ્રિન્ક (Detox Drink) વિશે તમારે જાણવું જોઈએ, જેને રોજ સવારે ખાલી પેટ પીવાથી તમે ઝડપથી પેટની ચરબી અને ચપળતાથી છુટકારો મેળવી શકો છો. વધુ વાંચો
- IND vs AUS Final : વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય કેપ્ટનોનું પ્રદર્શન, રોહિતે કપિલ અને ગાંગુલી કરતાં વધુ રન બનાવ્યા
આ પહેલા ટીમ ઈન્ડિયાએ કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી. રોહિત શર્માએ વર્લ્ડ કપની આ સિઝનમાં 47 રનની ઝડપી ઇનિંગ રમી હતી જેમાં તેણે 3 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. વધુ વાંચો
- Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન
Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. લાઇવ દર્શન કરો
- આજનો ઇતિહાસ 20 નવેમ્બર : વિશ્વ બાળ દિવસ; ભારતના ક્યા દોડવીરને ફ્લાઈંગ શીખ કહેવામાં આવે છે?
Today History 20 Navember : આજે 20 નવેમ્બર 2023 છે. આજે ફ્લાઈંગ શીખના નામે પ્રખ્યાત ભારતીય દોડવીર મિલ્ખા સિંહનો જન્મદિન છે. આજે વિશ્વ બાળ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Daily Horoscope, 20 November 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે
today Horoscope, 20 November 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us