/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Baba-Ramdev.jpg)
યોગ ગુરુ બાબા રામદેવ (Express Archive)
22 November, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- G20 Virtual Summit : ભારતમાં ગ્લોબલ AI પાર્ટનરશિપનું થશે આયોજન, પીએમ મોદીએ કહ્યું – ડીપફેક સમાજ માટે ખતરનાક
G20 Virtual Summit: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારું માનવું છે કે આતંકવાદ આપણે બધાને અસ્વીકાર્ય છે. નાગરિકોના મોત ગમે ત્યાં થાય તે નિંદનીય છે. વધુ વાંચો
- બાબા રામદેવે કહ્યું - અમે સુપ્રીમ કોર્ટનું કરીએ છીએ સન્માન, ડોક્ટર્સની એક ગેંગ કરી રહી છે ખોટો પ્રચાર
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ યોગ ગુરુ રામદેવે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી પતંજલિનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે મીડિયા કોન્ફરન્સમાં કહ્યું કે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં સુપ્રીમ કોર્ટે પતંજલિને ફટકાર લગાવી છે કે જો ખોટો પ્રચાર કરશો તો હજારો કરોડનો દંડ ફટકારવામાં આવશે. રામદેવે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ અમે ખોટો પ્રોપેગેન્ડા, પ્રચાર કરી રહ્યા નથી. તેમણે કહ્યું કે ડોક્ટર્સની એક ગેંગ, એક ગેંગ જેવી સંસ્થા બનાવી રાખી છે તે યોગ સામે, આર્યુવેદ સામે, પોતાના સનાતન મૂલ્યો સામે પ્રોપેગેન્ડા કરે છે.
- દિવાળીની રજાઓમાં ગુજરાતમાં અંબાજી, દ્વારકા, SOU સહિતના પ્રવાસન સ્થળો છલકાયા, કઈ જગ્યાએ કેટલા પ્રવાસીઓ ઉમટ્યા?
Gujarat Tourist Place in Diwali Holidays : દિવાળીની રજાઓમાં ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો પર ભારે ઘસારો જોવા મળ્યો, રાજ્યના 18 ફરવા લાયક સ્થળો પર 10 દિવસમાં 42 લાખ લોકોએ મુલાકાત લીધી, તો જોઈએ કયા સ્થળે કેટલા પ્રવાસીઓ ઉમટ્યા. વધુ વાંચો
- BCCI રોહિત શર્મા સાથે વ્હાઇટ બોલ કારકિર્દી પર ચર્ચા કરશે, અજિંક્ય રહાણેની ટેસ્ટમાંથી હકાલપટ્ટી નિશ્ચિત
Rohit Sharma Cricket Career : શ્રેયસ ઐય્યર ટેસ્ટમાં વાપસી કરી શકે છે અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન કેએલ રાહુલ બેકઅપ વિકેટકીપર વિકલ્પ બની શકે છે. રોહિત શર્માને ટી20માં પસંદ ન થવા પર કોઈ વાંધો નથી. વધુ વાંચો
- કેનેડાના નાગરિકો માટે શરૂ થઇ ઇ-વિઝા સર્વિસ, પીએમ મોદી-જસ્ટિન ટ્રુડોની વર્ચ્યુઅલ મિટિંગ પહેલા મોટો નિર્ણય
Canada Visa : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારના એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા. આ પછી સપ્ટેમ્બરમાં ભારતે કેનેડાની વિઝા સેવા બંધ કરી દીધી હતી. વધુ વાંચો
- હું ભવિષ્યવાણી કરું છું, રાજસ્થાનમાં ક્યારે અશોક ગહેલોત સરકાર નહીં બને, ડુંગરપુરમાં બોલ્યા પીએમ મોદી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. 25 નવેમ્બરે રાજસ્થાનની 200 વિધાનસભા સીટો ઉપર વોટિંગ થશે. આજ રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત તમામ દિગ્ગજો ચૂંટણી પ્રાચર કરશે. સાગવાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે હું ભવિષ્યવાણી કરું છું કે આ વખતે નહીં પરંતુ હવે રાજસ્થાનમાં ક્યારે પણ અશોક ગહેલોતની સરકાર બનશે નહીં. આ માવજી મહારાજી ધરતી પરથી બોલેલા શબ્દો ક્યારે ખોટા નથી હોતા.
#WATCH डूंगरपुर (राजस्थान): सागवाड़ा में विशाल जनसभा को संबोधित करते प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "आज मैं एक भविष्यवाणी करना चाहता हूं कि इस बार तो नहीं अब राजस्थान में कभी भी नहीं अशोक गहलोत की सरकार बनेगी। ये मावजी महाराज के धरती से बोले गए शब्द कभी गलत नहीं होते हैं।..." pic.twitter.com/6cb0e14Jwv
— ANI_HindiNews (@AHindinews) November 22, 2023
- Indian Air Force Recruitment 2023 : ભારતીય વાયુસેના ભરતી, 317 જગ્યાઓ માટે કરો અરજી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
Indian Air Force Recruitment 2023, IAF bharti, notification, online apply : ઈન્ડિયન એરફોર્સે ઈન્ડિયન એરફોર્સે વિવિદ 317 જગ્યાઓ ઉપર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 30 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ વાંચો
- SBI PO Prelims Result : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રોબેશનરી ઓફિસર પરીક્ષા પરિણામ જાહેર, કેવી રીતે જોવું?
SBI PO Prelims Result, SBI Recruitment 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ મંગળવારના રોજ પ્રોબેશનરી ઓફિસર (PO) પરીક્ષા 2023નું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને તેમનું પરિણામ જોઈ અને ડાઉનલોડ કરી શકે છે. વધુ વાંચો
- પડદા પાછળના આ 19 લોકો ટીમ ઇન્ડિયાની વર્લ્ડકપ સફરના બન્યા છે સાચા ‘સારથી’, જાણો સપોર્ટ સ્ટાફ વિશે બધું જ
Indian cricket team support staff : મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સિવાય ભારતીય ટીમમાં 19 સપોર્ટ સ્ટાફ છે – સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચથી લઈને ફિઝિયો, લોજિસ્ટિક્સ મેનેજરથી લઈને સુરક્ષા અને અખંડિતતા અધિકારીઓ અને ફિલ્ડિંગ અને બોલિંગ કોચ સુધીનો સ્ટાફમાં સમાવેશ થાય છે. વધુ વાંચો
- કચ્છની ધરા ફરી ધ્રુજી, 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
- પશ્ચિમ બંગાળમાં અદાણી ગ્રુપ પાસેથી ₹ 25 હજાર કરોડનો પ્રોજેક્ટ છીનવી લેવાયો, મહુઆ મોઈત્રા વિવાદ બાદ મમતા સરકારનો મોટો નિર્ણય
મમતા બેનર્જી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહુઆ મોઇત્રા પર પૈસા લેવાનો અને અદાણી ગ્રૂપ વિરુદ્ધ પ્રશ્નો પૂછવાનો આરોપ છે. વધુ વાંચો
Realme Narzo Week Sale : રિયલમીનું આજથી નવું વેચાણ શરૂ,નારઝો અને N સિરીઝના ફોન પર ₹ 4000 સુધીનું ડિસ્કાઉન્ટ
Realme Narzo Week Sale: રિયલમી નારઝો વીક સેલ (Realme Narzo Week Sale) માં, રિયલમી (Realme) એ તેની નારઝો (Narzo) સિરીઝ અને N સિરીઝના સ્માર્ટફોનને ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવ્યા છે. વધુમાં અહીં વાંચો.
- ‘લવર બોય’ કાર્તિક આર્યને 12 વર્ષના કરિયરમાં કરોડોની સંપત્તિ એકઠી કરી, આ પાંચ મોંઘીદાટ વસ્તુઓનો માલિક
kartik Aaryan Birthday: કાર્તિક આર્યન શાનદાર એક્ટરની સાથે સોશિયલ મીડિયા પર જબરી ફેન ફોનોલઇંગ ધરાવે છે. બોલિવૂડના રાઇઝિંગ સુપરસ્ટાર કાર્તિક આર્યન તગડી નેટવર્થનો માલિક છે. કાર્તિક આર્યન આજે 22 નવેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. વધુ વાંચો
- Health Tips : દરરોજ એસિડિટી અને પેટ ફૂલે છે, 2 પ્રકારની ચા પીવો, આંતરડા સાફ થશે અને પાચન પણ સ્વસ્થ રહેશે
Health Tips : આયુર્વેદિક નિષ્ણાત ડૉ. દિક્ષા ભાવસાર સાવલિયાએ ઇન્સ્ટાગ્રામ પર એસિડિટી અને બ્લોટિંગથી રાહત મેળવવા માટે આયુર્વેદિક સારવારની (Ayurvedic treatments for acidity and bloating) સલાહ આપી છે, એસિડિટી (acidity) અને બ્લોટિંગ (bloating) થી રાહત મેળવવા બે પ્રકારની ચા પીવાની સલાહ આપી છે.અહીં જાણો આ ચા વિષે. વધુ વાંચો
- Uttarkashi tunnel Accident : ખોરાક પહોંચ્યો, પહેલો વીડિયો આવ્યો, છેલ્લા 24 કલાક આશાથી ભરેલા, ઝડપી સમાપ્ત થશે મજૂરોની મોત સામેની જંગ?
હવે આ બચાવ મિશનનું સૌથી મહત્વપૂર્ણ કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં ટેલિસ્કોપિંગ ટેક્નોલોજી દ્વારા 800 મીટર પાઇપ નાખવામાં આવી રહી છે. આ કામ પૂર્ણ થયા બાદ અમેરિકન ઓગર મશીન વડે વધુ ડ્રિલિંગ હાથ ધરવામાં આવશે. વધુ વાંચો
- Daily Horoscope, 22 November 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકો કોર્ટ-કચેરી સંબંધિત બાબતોને ટાળશો તો સારું રહેશે
today Horoscope, 22 November 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- આજનો ઇતિહાસ 22 નવેમ્બર : ભારતના પ્રથમ મહિલા ડોક્ટરનું નામ શું છે? ઝલકારી બાઈ કોણ હતી?
Today History 22 Navember : આજે 22 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે ભારતના પ્રથમ મહિલા ડોક્ટર રૂકમાબાઈ અને મહિલા સેનાની ઝલકારી બાઈની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન
today live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us