Today News Live Updates : દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે આપના સાંસદ સંજય સિંહની 10 નવેમ્બર સુધી કસ્ટડી વધારી

27 october 2023, Today Latest news updates,: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

27 october 2023, Today Latest news updates,: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
AAP MP Sanjay Singh | Delhi excise policy case | ED

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ (Express Photo By Tashi Tobgyal)

27 october, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • વિરાટ કોહલી ક્યારે ફટકારશે વન-ડે કારકિર્દીની 50મી સદી, સુનીલ ગાવસ્કરે જણાવ્યો દિવસ અને સ્થળનું નામ

World Cup 2023 : વિરાટ કોહલીએ વન-ડેમાં 48 સદી ફટકારી છે. સચિન તેંડુલકરના વન-ડેમાં સદીનો રેકોર્ડ તોડવાથી ફક્ત 2 સદી દૂર છે. વધુ વાંચો

  • પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, માદરે વતનમાં ઉત્સાહ, જાણો પૂરો કાર્યક્રમ?
Advertisment

PM Narendra Modi Gujarat : પીએમ મોદી ગુજરાત પ્રવાસ સમયે અંબાજી (Ambaji) મંદિરે (Temple) દર્શન કરવા જશે, આ સિવાય ખેરાલુ (Kheralu) ના ડભોડા ગામે (Dabhoda Village) જનસભા સંબોધશે, તથા કેવડિયા કોલોની (kevadiya colony) પરેડ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

  • ઉત્તર પ્રદેશના રાજ્યપાલને કોર્ટે સમન્સ મોકલતા રાજભવનમાં હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો

UP Governor Anandiben Patel Summons : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને બદાયુની એસડીએમ કોર્ટે સમન્સ મોકલતા હડકંપ મચ્યો છે. એસડીએમ કોર્ટે એક કેસમાં આનંદીબેન પટેલને કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો. વધુ વાંચો

  • ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ ગ્રેગ ચેપલ આર્થિક સંકટમાં, મદદ માટે મિત્રો પૈસા ભેગા કરી રહ્યા છે

Greg Chappell Financial Struggles : 75 વર્ષીય ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગ્રેગ ચેપલના મિત્રોએ તેમને મદદ કરવાના ઈરાદા સાથે નાણાં એકઠા કરવા માટે ઓનલાઈન કેમ્પેઈન શરુ કરી દીધું છે. ચેપલે વર્ષો પહેલા કોઈ પણ પ્રકારની મદદ લેવાની ના પાડી દીધી હતી પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે. વધુ વાંચો

  • દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે આપના સાંસદ સંજય સિંહની 10 નવેમ્બર સુધી કસ્ટડી વધારી

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટે સંજય સિંહને 10 નવેમ્બર 2023 સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ઇડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલામાં 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. વિશેષ ન્યાયધીશ એમ કે નાગપાલે પારિવારિક ખર્ચાની સાથે સંસદ સભ્યના રુપમાં પોતાના કાર્યો માટે કેટલાક ચેક પર સિગ્નેચર કરવાની મંજૂરી આપી છે.

  • World Cup 2023 : PAK ટોસ જીતીને બેટિંગ લીધી, બંને ટીમો માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર

ચેન્નાઈના આઇકોનિક એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 26મી મેચમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામસામે છે. બંને ટીમોએ અત્યાર સુધી વિરોધાભાસી ઝુંબેશ ચલાવી છે. દક્ષિણ આફ્રિકા પાંચ મેચમાંથી ચાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન પાંચ મેચમાંથી માત્ર બે જીત સાથે સાતમા સ્થાને સંઘર્ષ કરી રહ્યું છે. આ મેચમાં ટોસ જીતીને બેટિંગ લીધી છે.

  • Google Updates : શું તમે નથી ઈચ્છતા કે અજાણ્યા લોકો Google પરથી તમારી વ્યક્તિગત માહિતી શોધે? આ રીતે પ્રાઇવસીને સુરક્ષિત રાખો

Google Updates : જો તમે નથી ઇચ્છતા કે અજાણ્યા લોકો Google પર તમારું નામ શોધે ત્યારે તમારો ફોન નંબર, ઇમેઇલ સરનામું અથવા ઘરનું સરનામું શોધે, તો તમે તે દૂર કરવા માટે આ એક નવી સુવિધાનો ઉપયોગ કરી શકો છો. વધુ વાંચો

  • Anuradha Paudwal B’Day : અનુરાધા પૌડવાલની 1 કલાકમાં વેચાઈ હતી 90 હજાર કેસેટ્સ, આ ગાયિકા સાથે હતો 36નો આંકડો

Happy Birthday Anuradha Paudwal : અનુરાધા પૌડવાલ 69 વર્ષના થયા છે. તેમનો જન્મ 27 ઓક્ટોબર 1954માં થયો હતો. તેમણે પોતાના અવાજના દમ પર ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી હતી. અનુરાધા માત્ર ભજન ગાયિકા જ નહીં પરંતુ તેમણે ફિલ્મો માટે પણ હિટ ગીતો આપ્યા છે. વધુ વાંચો

  • જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાએ 5 આતંકવાદીઓને ઠાર માર્યા, ઘૂસણખોરીનો પ્લાન કર્યો નાકામ

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાએ 5 આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘૂસણખોરી કરવાના પ્લાન પર પાણી ફેરવી દીધું હતું. સેના દ્વારા આ વિસ્તારમાં ચલાવવામાં આવતા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓને ઠેકાણે પાડ્યા હતા. આ આતંકવાદીઓમાં લશ્કરના ત્રણ આદતવાદીઓ અને અન્ય બેની ઓળખ થઈ નથી.

  • કતરમાં ફાંસીની સજા મેળવનાર પૂર્વ નૌસૈનિકોને શું મોદી સરકાર બચાવી શકે છે? અહીં જાણો બધા કાયદાના વિકલ્પ

Indian navy officer death penalty : જે આઠ પૂર્વ નૌસેનાના અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. તેના પર જાસૂસીનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ છે કે આ અધિકારીઓએ ઇઝરાયલને કતારની સબમરીન અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. વધુ વાંચો

  • આજનો ઇતિહાસ 27 ઓક્ટોબર : ઈન્ફન્ટ્રી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેના માટે Infantry Dayનું શું મહત્વ છે?

Today History 27 October : આજે 27 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે ભારતમાં ઈન્ફન્ટ્રી ડે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો

  • Daily Horoscope, 27 october 2023, આજનું રાશિફળ : મેષ રાશિના જાતકોને પ્રોપર્ટી કે અન્ય કોઈ કામને લઈને નજીકના પ્રવાસની યોજના બની શકે છે

today Horoscope, 27 october 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ