Live

28 june 2023, Today News Live Updates: વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ હવે વીર સાવરકર સેતુ, મુંબઈ ટ્રાંસ હાર્બર લિંકનું નામ પણ બદલ્યું

28 june 2026, Today Latest news updates,: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : June 28, 2023 19:12 IST
28 june 2023, Today News Live Updates: વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ હવે વીર સાવરકર સેતુ, મુંબઈ ટ્રાંસ હાર્બર લિંકનું નામ પણ બદલ્યું
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો (Express file photo by Vishal Srivastava)

28 june, Gujarat National world daily News latest update: મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ ટ્રાંસ હાર્બર લિંકનું નામ બદલીને અટલ બિહારી વાજપેયી સ્મૃતિ ન્હાવા સેવા અટલ સેતુ કરી દીધું છે. આ નિર્ણય ગત મહિને વીર સાવરકરના જન્મ દિવસ પર લેવામાં આવ્યો હતો પણ તેની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી.

Live Updates

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જીવલેણ હુમલો

Lazy Load Placeholder Image

Bhim Army chief Chandrashekhar Azad : પોલીસે જણાવ્યું કે આઝાદને કમરમાં ગોળી વાગી છે અને તેમને દેવબંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની કાર પર ફાયરિંગના નિશાન સ્પષ્ટ જોઇ શકાય છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

Sugarcane price : ખેડૂતો માટે ખુશખબર, સરકારે શેરડીના ભાવ 10 રૂપિયા વધારીને ₹ 315 પ્રતિ ક્વિન્ટલ કર્યા

Lazy Load Placeholder Image

Sugarcane FRP hikes : કેન્દ્ર સરકારે શેરડીની વાજબી અને મહેનતાણું કિંમત એટલે કે FRP ક્વિન્ટલ દીઠ 10 રૂપિયા વધારી છે. એફઆરપી એ કિંમત છે, જે ભાવે સુગર મિલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

World Cup 2023 : અમદાવાદમાં 5 સ્ટાર હોટલનું 1 દિવસનું ભાડું વધી 50 હજાર થઈ ગયું, મેચના દિવસે 80% રૂમ બુક થયા

Lazy Load Placeholder Image

ICC Cricket World Cup 2023 : ICC ક્રિકેટ વર્લ્ડ કપનું સિડ્યુલ (world cup 2023 schedule) સામે આવતાની સાથે જ અમદાવાદ (Ahmedabad) ની ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર, ફોર સ્ટાર હોટલો (Hotels) માં રૂમોનું બુકિંગ ચાલુ થઈ ગયું. કેટલીએ હોટલોમાં મેચની તારીખોના સમયગાળામાં 5,60,70, 80 ટકા રૂમોનું બુકિંગ થઈ ગયું છે, હોટલોના ભાડામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ હવે વીર સાવરકર સેતુ, મુંબઈ ટ્રાંસ હાર્બર લિંકનું નામ પણ બદલ્યું

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ ટ્રાંસ હાર્બર લિંકનું નામ બદલીને અટલ બિહારી વાજપેયી સ્મૃતિ ન્હાવા સેવા અટલ સેતુ કરી દીધું છે. આ નિર્ણય ગત મહિને વીર સાવરકરના જન્મ દિવસ પર લેવામાં આવ્યો હતો પણ તેની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી.

હાર્દિક પંડ્યા સાથે પત્ની નતાશા સ્ટેનકોવિકે કેમેરા સામે આપ્યો રોમાંટિક પોઝ

Lazy Load Placeholder Image

natasa stankovic photo : નતાશાએ તસવીરની કેપ્શનમાં ફ્રેન્ચ ભાષામાં ‘Je t’aime લખ્યું છે. અંગ્રેજીમાં તેનો મતલબ લવ યુ છે. આ પછી રેડ હાર્ટ વાળી ઇમોજી પણ પોસ્ટ કરી છે અને હાર્દિકને ટેગ કર્યો છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

બકરી ઈદ 2023 : કુર્બાની માટે ટ્રકમાં લાવવામાં આવ્યો પાડો, ભીડ જોઈ થયો બેકાબૂ અનેક લોકોને લીધા અડફેટે, જુઓ વીડિયો

Lazy Load Placeholder Image

લોકોની ભીડને જોઈને પાડો ભડકી ગયો હતો અને બેકાબુ થઈ ગયો હતો. ટ્રકથી ઉતરતાની સાથે જ છલાંગ લગાવીને દોડવા લાગ્યો હતો. જેના કારણે અનેક લોકો તેની અડફેટે ચડીને ઇજાગ્રસ્ત થયા હતા.

વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ, રાહુ અને કેતુના નક્ષત્ર પરિવર્તનથી આ ત્રણ રાશિના જાતકોની ચમકી શકે છે કિસ્મત

Lazy Load Placeholder Image

રાહુ અને કેતુ સોમવારે રાત્રે નક્ષત્ર પરિવર્તન કરીને ચિત્રા અને અશ્વિની નક્ષત્રમાં આવ્યા છે. જ્યોતિષમાં આ બંને ગ્રહોને છાયા ગ્રહની ઉપાધી આપવામાં આવી છે. સાથે જ રાહુ ગ્રહને માયાવી ગ્રહ કહેવાયો છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

lok sabha 2024 : વિપક્ષ ‘મહાગઠબંધન’ માટે પણ સરળ નહીં રહે 2024નું ‘રણ’, ભાજપ પણ કમળ ખીલવવા ‘મક્કમ’

Lazy Load Placeholder Image

ભાજપને માત આપવા માટે વિપક્ષી દળ એકત્ર થતા દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ આ ચૂંટણીમાં પોતાની પીચ પર કમળ ખીલવવા માટે તૈયારીઓ કરતી દેખાઈ રહી છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

પી ચિદંબરમ બોલ્યા "રાષ્ટ્ર અને પરિવાર એક નથી, પીએમ મોદી લોકો પર ન થોપી શકે સમાન નાગરિક સંહિતા"

સમાન નાગરિક સંહિતા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રાજનીતિ તેજી થઈ છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. વિપક્ષી દળોનું કહેવું છે કે યુસીસી અંગે સરકારની નિયત ઠીક નથી. પીએમ મોદીના નિવેદન બાદ હવે કોંગ્રેસ નેતા પી. ચિદંબરમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે એક ઘમાં બે કાયદાઓ અંગે પીએમ મોદીનું નિવેદન યુસીસીની દ્રષ્ટીએ યોગ્ય નથી. કોંગ્રેસ નેતા પી ચિદંબરમે યુસીસી અંગે દેશ અને પરિવારની તુલના પણ ખોટી ગણાવી છે.

Eid-Ul-Adha 2023 : ભારતમાં કાલે ઉજવાશે બકરી ઈદ, જાણો નમાજનો સમય અને ઈદ-ઉલ-અઝહા અંગે ખાસ વાતો

Lazy Load Placeholder Image

Eid ul-Adha 2023 date and time : ઈસ્લામી કેલેન્ડર અનુસાર દર વર્ષના છેલ્લા મહિના જુ અલ હજ્જાની 10મી તારીખે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વને કુરબાનીનો પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નમાજ પઢ્યા બાદ કુર્બાની આપવામાં આવે છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

બનાસકાંઠાઃ થરા હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, પરિવારના ત્રણના મોત

બનાસકાંઠા જિલ્લાના થરા હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. થરા હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક પર સવાર માતા,પિતા અને પુત્રીનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ડીસાના માણેકપુર ગામના એક જ પરિવારના ત્રણના મોત થતાં શોકની લાગણી ફેલાઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે.

રશિયાએ યુક્રેનના બે શહેરોમાં મિસાઇલો છોડી, એક બાળક સહિત ચારના મોત, 1 વર્ષ પહેલા આજ દિવસે હુમલામાં 20 લોકોના થયા હતા મોત

Lazy Load Placeholder Image

રશિયા તરફથી યુક્રેનના એક શહેર પર બે મિસાઇલો છોડવામાં આવી હતી. જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા. 42 લોકો ઘાયલ થયા હતા. મરનારમાં એક બાળકનો પણ સમાવેશ થયો છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Gujarat Monsoon | ગુજરાતમાં 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ, સુરતના બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, ક્યાં કેટલો વરસાદ પડ્યો?

Lazy Load Placeholder Image

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે નવસારી એટએલર્ટ જાહેર કરાયું છે ત્યારે વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

ગુજરાતના વરસાદના સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IISc પ્રથમ સ્થાન બનાવ્યાના આઠ વર્ષ પછી IIT બોમ્બએ QS વર્લ્ડ રેન્કિંગમાં ટોચના 150 માં સ્થાન મેળવ્યું

Lazy Load Placeholder Image

ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ ટોચની 150 ની યાદીમાં સ્થાન મેળવ્યું હોય તેવું આ આઠ વર્ષમાં પ્રથમ વખત બન્યું છે, જેમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISc) બેંગ્લોરે અગાઉ 2016 માં 147 રેન્કિંગ સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

સુપરટેકના ચેરમેન આર કે અરોડાની ધરપકડ, મની લોન્ડ્રિંગ કેસમાં થઈ રહી છે પૂછપરછ

ઇડીએ રિયલ એસ્ટેટ કંપની સુપરટેક કંપનીના ચેરમેન આર કે અરોડા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. લાંબી પૂછપરછ બાદ ઇડીએ આરકે અરોડાની ધરપકડ કરી છે. 27 જૂનના રોજ તેમને સમન રજૂ કરીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સુપરટેક વિરુદ્ધ મની લોન્ડ્રિંગ મામલે સુપરટેક અને તેના નિદેશકો પર છોતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ગત વર્ષે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નોઇડામાં સુપરટેકના ટ્વિન ટાવરને પાડવામાં આવ્યા હતા.

Diabetes : ફવાદ ખાને કર્યો ખુલાસો, કહ્યું 17 વર્ષની ઉંમરે ડાયાબિટીસ હોવાનું નિદાન કર્યું હતું,

Lazy Load Placeholder Image

Diabetes : ડાયાબિટીસ ધરાવતા લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ડિપ્રેશન, ચિંતા અને ડાયાબિટીસની તકલીફ થવાનું જોખમ વધારે હોય છે

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

72 Hoorain Trailer : સેન્સર બોર્ડ તરફથી ’72 હુરે’નું ટ્રેલર નામંજૂર, શું છે આખો મામલો?

Lazy Load Placeholder Image

72 Hoorain Trailer : અન્ય એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મનુ નિર્માણ થયું છે. આ ફિલ્મનું નામ છે ’72 હુરે. હવે સેન્સર બોર્ડે આ ફિલ્મનું ટ્રેલર મંજૂર કરવાની ના પાડી દીધી છે. એવું તો શું છે આ ફિલ્મમાં?

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

‘વિભાજનકારી રાજકારણ’: વિપક્ષોએ PM મોદી પર તેમના સમાન નાગરિક સંહિતાના દબાણ માટે પ્રહારો કર્યા

કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ મંગળવારે તેમના પર “વિભાજનકારી” નો આશરો લેવાનો આરોપ લગાવ્યો. આ રાજનીતિ ઘણા મોરચે તેમની સરકારની નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા માટે છે.”

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

આજનો ઇતિહાસ 28 જૂન : નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ – આજના અનિશ્ચિતતા ભર્યા સમયમાં વીમો જરૂરી

Lazy Load Placeholder Image

Today history 28 june : આજે 28 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ ઇન્સ્યોરન્સ અવેરનેસ દિવસ એટલે કે રાષ્ટ્રીય વીમા જાગૃકતા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

આજના દિવસના ઇતિહાસ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

Daily Horoscope, 28 june 2023, આજનું રાશિફળ : મીન રાશિના જાતકો આ સમયે પૈસા અને પૈસા વિશેના તમામ નિર્ણયો જાતે લો

today Horoscope, 28 june 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અહીં ક્લિક કરીને વાંચો તમારું રાશિ ભવિષ્ય

today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

today live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.

સિદ્ધિવિનાયક દાદાના દર્શન કરવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ