29 june, Gujarat National world daily News latest update: લોકસભા ચૂંટણી 2024માં ભાજપને ઘેરવા માટે વિપક્ષ રણનીતિ બનાવવામાં લાગ્યો છે. બિહારની રાજધાની પટનામાં થયેલી વિપક્ષી દળોની પ્રથમ મીટિંગ પછી એ જાહેરાત કરવામાં આવી હતી કે મીટિંગ શિમલામાં થશે. જોકે હવે જાણકારી આપવામાં આવી છે કે આ બેઠક બેંગલુરુંમાં યોજાશે. એનસીપી ચીફ શરદ પવારે ગુરુવારે જાણકારી આપી કે વિપક્ષી દળોની મીટિંગ 13 અને 14 જુલાઈએ બેંગલુરુંમાં યોજાશે.