6 November, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- જો અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે તો દિલ્હીની કમાન કોણ સંભાળશે? ધારાસભ્યોએ કરી આવી અપીલ
Delhi Liquor Scam : દિલ્હીના મુખ્યમંત્રીએ સોમવારે પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. વધુ વાંચો
- ક્રિકેટર શુભમન ગિલ કોને ડેટ કરી રહ્યો છે? અભિનેત્રી સારા અલી ખાને કરણ જોહર સામે કર્યો ખુલાસો
Koffee With Karan : કરણ જોહરના લોકપ્રિય શો કોફી વિથ કરણ સિઝન 8 નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળે છે. વધુ વાંચો
- સરકાર ઘઉં કરતા સસ્તા ભાવે ભારત લોટ વેચશે; ક્યાથી અને શું ભાવે લોટ ખરીદી શકાશે? ભારત બ્રાન્ડ હેઠળ ક્યા ભાવે વેેચે છે ડુંગળી અને ચણા દાળ? જાણો વિગતવાર
Bharat Atta Launched Piyush Goyal : ભારત લોટની લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે, મોંઘવારીમાં રાહત આપવા સરકારે ઘણા પગલાં લીધા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, ઘઉંની સરેરાશ બજાર કિંમત કરતા પણ સસ્તા ભાવે સરકાર ભારત લોટો વેચશે. વધુ વાંચો
- દિલ્હીમાં પ્રદુષણ : દિલ્હીમાં એક સપ્તાહ સુધી ઓડ-ઇવન સિસ્ટમ લાગુ, કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ
Delhi Pollution : પ્રદુષણને ધ્યાનમાં રાખીને શાળાઓને ધોરણ 10 અને 12 સિવાયના તમામ વર્ગના વિદ્યાર્થીઓને 10 નવેમ્બર સુધીમાં ઓનલાઇન ભણાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો. વધુ વાંચો
- દિલ્હી-એનસીઆરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, નેપાળમાં ભૂકંપનું કેન્દ્ર બિદું
દિલ્હી-એનસીઆરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે સાંજે 4.10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ચાર દિવસમાં આ બીજી વખત છે જ્યારે રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસ રહેતા લોકોએ ભૂકંપના આંચકાનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા શુક્રવારે રાત્રે ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ નેપાળ હતું અને તેની તીવ્રતા 6.4ની હતી.
- વર્લ્ડ કપ 2023 : એન્જલો મેથ્યુસ ટાઇમ આઉટ થયો, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત બની ઘટના, જાણો શું છે ટાઇમ આઉટનો નિયમ
Angelo Mathews Timed 0ut : શ્રીલંકાની ટીમે એક જ બોલ પર બે વિકેટ ગુમાવી, એન્જલો મેથ્યુઝ આ વાતથી ખૂબ જ ગુસ્સામાં હતો. જ્યારે તે શ્રીલંકાના ડગઆઉટ પાસે પહોંચ્યો ત્યારે તેણે હેલ્મેટ ફેંકી દીધું હતું. વધુ વાંચો
- Aparna Kanenkar Death: ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું, ‘સાથ નિભયા સાથિયા’ની આ જાણીતી અભિનેત્રીનું નિધન
Aparna Kanenkar Death: ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. સીરિયલ ”સાથ નિભયા સાથિયા” ની જાણીતી અભિનેત્રી અપર્ણા કાણેકરનું નિધન થયું છે. તેમણે 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. વધુમાં અહીં વાંચો
- Lord Shiva : મહાદેવ, મહાકાલ અને કેદારનાથ, ચૂંટણીની મોસમમાં ભાજપ અને કોંગ્રેસ માટે ભગવાન શિવ કેમ સૌથી પ્રિય છે?
હવે આ ચૂંટણીની મોસમ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેદારનાથની મુલાકાત લીધી હતી. તેમની પાર્ટીએ પ્રખ્યાત શિવ મંદિરમાં સાંજની આરતીમાં હાજરી આપતા તેમની તસવીરો શેર કરી હતી. વધુ વાંચો
- Air Pollution : જો તમે એર પ્યુરિફાયર ખરીદતી વખતે આ 10 બાબતોને ધ્યાનમાં રાખશો તો તમે વાયુ પ્રદૂષણથી પરેશાન નહીં થાવ
Air Pollution : દિલ્હી એનસીઆર સહિત તમામ ઉત્તર ભારતીય રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે, આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના ઘરમાં એર પ્યુરિફાયર લગાવીને રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, આવી સ્થિતિમાં, એર પ્યુરિફાયર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો.વધુમાં અહીં વાંચો.
- દિલ્હીમાં હવા વધુ ઝેરી બની, AQI 400ને પાર, NCRમાં પણ હાલત ખરાબ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ગંભીર સ્તર પર પહોંચ્યું છે. દિલ્હીના આ વિસ્તારોમાં સોમવારે સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર કરી ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ગંભીર શ્રેણીમાં પહોંચ્યો છે. આર કે પુરમમાં 466, આઈટીઓમાં 402, પટપડગંજમાં 471 અને ન્યૂ મોતી બાદમાં 488 એક્યુઆઈ નોંધાયો છે.
- આજનો ઇતિહાસ 6 નવેમ્બર : યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
Today History 6 Navember : આજે 6 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન
Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. લાઇવ દર્શન કરો
- Daily Horoscope, 6 November 2023, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકો પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં દરેક ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર નજર રાખો
today Horoscope, 6 November 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો





