Today News Live Updates : MP, છત્તીસગઢ અને રાજસ્થાન જીતને વડાપ્રધાને ગણાવી ટીમની જીત, 24ની તૈયારી માટે આપ્યો મંત્ર

7 December 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

7 December 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Assembly Election Result 2023 | PM Narendra Modi

પીએમ નરેન્દ્ર મોદી (બીજેપી ટ્વિટર)

7 December, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • Cyclone Michaung Updates: ચક્રવાત મિચોંગ અપડેટ્સ: ચેન્નાઇ પાણીમાં ગરકાવ, વીજળી ડૂલ, આજે પણ શાળા-કોલેજો બંધ

Cyclone Michaung Updates : ચક્રવાત મિચોંગ અપડેટ્સ: ચેન્નઈ અને તેના ઉપનગરોના કેટલાક ભાગોમાં રહેવાસીઓ બુધવારે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી અને વીજળી ડૂલ થતા મુશ્કેલીનો સામનો કર રહ્યા છે, ચક્રવાત મિચોંગ દક્ષિણ ભારતીય કિનારા પર લેન્ડફોલ કર્યાના બે દિવસ પછી, જ્યારે નાગરિક એજન્સીના કર્મચારીઓએ રાહત અને પુનર્વસન પ્રયાસો હાથ ધર્યા હતા. 7 ડિસેમ્બરે પણ ચેન્નાઈમાં શાળાઓ અને કોલેજો માટે બીજા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તમિલનાડુએ સમગ્ર રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. 5,060 કરોડની વચગાળાની રાહત માંગી છે. એક સત્તાવાર રીલિઝ અનુસાર, મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આ પત્ર ડીએમકે સાંસદ ટીઆર બાલુ વડાપ્રધાનને સોંપશે. વધુ વાંચો

  • MP, છત્તીસગઢ અને રાજસ્થાન જીતને વડાપ્રધાને ગણાવી ટીમની જીત, 24ની તૈયારી માટે આપ્યો મંત્ર
Advertisment

સંસદ ભવન પરિસરના બાલયોગી સભાગારમાં ભાજપની સંસદીય દળની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તીન રાજ્યોની સાથે મિઝોરમ અને તેલંગાણામાં ભાજપની તાકાત અનેક ગણી વધી ચૂકી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આ જીતને પીએમ મોદીએ ટીમની જીત ગણાવી છે.

  • ગુજરાતનું લોકપ્રિય નૃત્ય ગરબાને યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ ની લિસ્ટમાં મળ્યું સ્થાન

garba gets UNESCO cultural heritage tag : ભારતના વિવિધ ભાગોમાંથી 14 એલિમેન્ટને યુનેસ્કો (UNESCO) ની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH : Intangible Cultural Heritage of Humanity) પ્રતિનિધિ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. વધુમાં વાંચો.

  • BOB Recruitment 2023 : બેંક ઓફ બરોડા ભરતી, પોસ્ટ, લાયકાત, વય મર્યાદા સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

Bank Of Baroda Recruitment 2023, BOB bharti 2023, notification, online apply : બેંક ઓફ બરોડાએ 250 જગ્યાઓ માટે ભરતી કરવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે બેંક ઓફ બરોડાએ સિનિયર મેનેજરની ભરતી માટે અરજીઓ મંગાવી છે. વધુ વાંચો

  • BJP સંસદીય દળની બેઠક શરૂ, ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીના ચહેરા માટે વિચારમંથન ચાલું

ભાજપના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આવા સમયે આ બેઠક થઈ રહી છે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓની પસંદગી પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. વધુ વાંચો

  • વડોદરા : નકલી CMO અધિકારી, બળાત્કારના આરોપીને ભગાડવા કોન્સ્ટેબલે 40 કિમી મોટરસાઇકલ ચલાવી

Vadodara Crime News : વડોદરા એક કોર્ટ (Court) માંથી પોલીસ કસ્ટડી (police custody) માંથી ફરાર (fugitive) નકલી સીએમઓ અધિકારી અને બળાત્કારનો આરોપી, ભાગવામાં કોન્સેટેબલે (constable) જ મદદ કરી હોવાનો ખુલાસો થયો. વધુ વાંચો

  • વર્ષ 2025 સુધીમાં આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે, રાહુ અને ગુરુ-શનિ વિશેષ લાભ આપશે

વર્ષ 2023માં શનિ ગુરુ અને રાહુએ પોતાની રાશિ બદલી છે. આ ગ્રહોનું સંક્રમણ 2025 સુધી દરેક રાશિના લોકોના જીવનમાં જોવા મળશે. ચાલો જાણીએ કે વર્ષ 2024-25 સુધી કઈ રાશિઓ પર ગુરુ, શનિ અને રાહુની કૃપા રહેશે. વધુ વાંચો

  • Sukhdev Gogamedi : સુખદવ ગોગામડીના ગામમાં જ થશે અંતિમ સંસ્કાર, વિરોધીઓને મનાવવામાં વહીવટીતંત્ર સફળ, જાણો 5 મોટા અપડેટ્સ

sukhdev singh gogamedi last rites big updates latest news : પોસ્ટમોર્ટમ બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે જયપુરની શ્રી ભવાની નિકેતન સ્કૂલ એન્ડ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. સુખદેવ સિંહના પાર્થિવ દેહને તેમના વતન ગામ ગોગામેડી લઈ જવામાં આવશે

  • વડાપ્રધાન મોદી 17 ડિસેમ્બરે આવશે ગુજરાત, સુરતના નવનિર્મિત ડાયમંડ બુર્સનું કરી શકે છે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 ડિસેમ્બર 2023ના રોજ ગુજરાત આપશે. સુરતમાં નવું બનેલું ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરી શકે છે. આ ઉપરાંત એરપોર્ટની વિસ્તર યોજાનાનું પણ અનાવરણ કરી શકે છે.

  • FBI ચીફ આવતા અઠવાડિયે ભારત આવશે, NIA ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિરુદ્ધ પુરાવા પર ચર્ચા કરશે

રેની મુલાકાત એવા સમયે કરે છે જ્યારે યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે એક ભારતીય નાગરિક અને એક અનામી ભારતીય અધિકારી પર અમેરિકન ધરતી પર ખાલિસ્તાન અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. વધુ વાંચો

  • Health Tips For Eyes : આંખોની રોશની વધારવા આ બે ફૂડનું સેવન કરો, ચશ્માના નંબર થશે દૂર, જાણો નિષ્ણાતો પાસેથી

Health Tips For Eyes In Gujarati : આંખો (eyes) એ આપણા શરીરનું અભિન્ન ભાગ છે, આંખોની રોશની(eye care) વધારવા તમે આ બે ફૂડનું સેવન કરી શકો છો. તે બંને શરીરને પોષણ આપે છે, આ ફૂડ સેવન આંખના સ્વાસ્થ્ય (eye health) ને જાળવવામાં મદદ કરે છે. વધુમાં અહીં વાંચો.

  • Rajasthan CM face : વસુંધરા પહોંચી દિલ્હી, આજે જેપી નડ્ડાને મળશે, રાજસ્થાનમાં સીએમ પદ પર સસ્પેન્સ યથાવત

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજે બુધવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વસુંધરા રાજેએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાતનો સમય માંગ્યો છે અને તેઓ ગુરુવારે એટલે કે આજે સવારે નડ્ડાને મળી શકે છે. વધું વાંચો

  • Ask Srk : શાહરૂખ ખાનની આ સુપરહિટ ફિલ્મ અંગે યૂઝર્સે કરી અભદ્ર ટિપ્પણી, કિંગ ખાને આપ્યો જડબાતોડ જવાબ

Ask Srk : બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને તાજેતરમાં ASkSRk સેશન રાખ્યું હતું. જેમાં એક યૂઝરે એવી ટિપ્પણી કરી કે કિંગ ખાન તેને જવાબ આપ્યા વિના રહી શક્યો નહીં. વધુ વાંચો

  • Telangana CM : તેલંગાણાના CM તરીકે આજે રેવંતનો રાજ્યાભિષેક, RSS… જેલના સળિયાથી CM સુધીની સફર, જાણો કોણ કોણ શપથ ગ્રહણમાં ભાગ લેશે?

જ્યારે રાજકારણની વાત આવે છે, ત્યારે રેવંતની ઔપચારિક એન્ટ્રી એબીવીપી દ્વારા થઈ હતી. ટીડીપીના ભૂતપૂર્વ સહયોગીઓના મતે, આરએસએસની વિદ્યાર્થી પાંખમાં તેમનો કાર્યકાળ ટૂંકો અને ઘટનાપૂર્ણ હતો. વધુ વાંચો

  • આજનો ઇતિહાસ 7 ડિસેમ્બર: ભારતમાં સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ક્યારથી અને કેમ ઉજવાય છે?

Today History 7 December: આજે 7 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો

  • Daily Horoscope, 7 December 2023, આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકોએ ગુસ્સા અને આવેગ પર નિયંત્રણ રાખવું

today Horoscope, 7 December 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

  • Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

today live darshan, shirdi sai baba, આજના લાઇવ દર્શન: શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે. લાઇવ દર્શન કરો

બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ