Live

Today News Live Updates: હોકી વર્લ્ડ કપ : ભારતે વેલ્સ સામે 4-2થી વિજય મેળવ્યો

Today Latest news updates, 19 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : January 20, 2023 10:53 IST
Today News Live Updates: હોકી વર્લ્ડ કપ : ભારતે વેલ્સ સામે 4-2થી વિજય મેળવ્યો
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

LG vs Kejriwal: દિલ્હી એલજીએ અરવિંદ કેજરીવાલને લખ્યો પત્ર, કહ્યું- છેલ્લા 8 વર્ષમાં સરકારે એક પણ સ્કૂલ બનાવી નથી

દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રી વચ્ચેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. હવે દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. એલજીએ પોતાના પત્રમાં સરકાર પર અનેક આરોપો લગાવ્યા છે. પોતાના પત્રમાં એલજીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટી છે. એલજીએ પોતાના પત્રમાં કહ્યું કે હું નાગરિક હોવાના નાતે લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યો છું. તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દિલ્હીમાં એક પણ સ્કૂલ બની નથી.

હોકી વર્લ્ડ કપ : ભારતે વેલ્સ સામે 4-2થી વિજય મેળવ્યો

ભારતે હોકી વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાં પોતાના અંતિમ મુકાબલામાં વેલ્સ સામે 4-2થી વિજય મેળવ્યો છે. આ જીત છતા ભારતની સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ભારતે હવે અંતિમ-8માં સ્થાન મેળવવા માટે 22 જાન્યુઆરીએ ક્રોસઓવર મેચમાં ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવવો પડશે. વેલ્સ સામે ભારત તરફથી આકાશદીપ સિંહે (32મી અને 45મી મિનિટે) 2 ગોલ, શમશેર સિંહ (21મી મિનિટ) અને હરમનપ્રીત સિંહે (59મી મિનિટ)1-1 ગોલ કર્યો હતો. વેલ્સ તરફથી ગૈરેથ ફર્લોંગ (42મી મિનિટ) અને જૈકબ ડ્રેપરે (44મી મિનિટ) 1-1 ગોલ કર્યો હતો.

SC Gay lawyer Saurabh Kirpal : સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ‘સમલૈંગિક’ વકીલ સૌરભ કિરપાલને હાઇકોર્ટના જજ બનાવવા ફરી ભલામણ કરી, પણ સરકારને શું વાંધો છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પરંપરાગત વિધિ સાથે થઇ સગાઈ, જુઓ તસવીરો

Michael Clarke: ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કની ગર્લફ્રેન્ડે કરી પીટાઇ, video વાયરલ

Budget 2023: ‘આત્મનિર્ભર ભારત’ પહેલનું લીડર બની શકે છે ફાર્મા સેક્ટર, બજેટમાં શું આશા-અપેક્ષા છે

Karnataka: કર્ણાટકમાં પીએમ મોદીએ કહ્યું- 25 વર્ષના નવા સંકલ્પો તરફ આગળ વધી રહ્યો છે દેશ, દરેક માટે અમૃતકાળ

Smartphone Security: મોબાઈલને સુરક્ષિત રાખવા માટે આજે જ કરો આ 7 કામ, જાણો બધું

Swati Maliwal: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષને કાર સવારે કર્યા ખોટા ઇશારા, વિરોધ કર્યો તો 15 મીટર ઢસડી

DCW Chief Swati Maliwal: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલને ગુરુવારે વહેલી સવારે 3.11 કલાકે એક કારે 10થી 15 મિનિટ સુધી ઢસડવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ ઘટના દિલ્હી સ્થિતિ AIIMS હોસ્પિટલના ગેટ નંબર 2 પાસે થઇ છે.પોલીસે જણાવ્યું કે કાર ચાલકે સ્વાતી માલીવાલને કારમાં બેસવા માટે કહ્યું હતું. આ કારણે માલીવાલે તેને ફટકાર લગાવી હતી. આ દરમિયાન કાર ચાલકે ગાડીનો કાચ ઉપર કરી દીધો હતો. જેમાં તેનો હાથ ફસાઇ ગયો હતો. આ પછી મને 15 મીટર ઢસડી હતી.

Wrestlers Protest: સરકાર સાથે વાતચીત માટે ખેલ મંત્રાલય પહોંચ્યું પહેલવાનોનું પ્રતિનિધિમંડળ, જાણો અપડેટ્સ

રાજકોટ: જેતપુરમાં વ્યાજખોરનો ત્રાસ, યુવકનો આપઘાત

રાજકોટના જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો હતો. 4થી 5 વ્યાજખોર ત્રાસ આપતા હોવાનો આક્ષેપ. આ વ્યાજખોરો 20 થી 30 ટકા વ્યાજ વસુલતા હોવાનો આરોપ. યુવકે રૂ.3થી 4 લાખ વ્યાજે લીધા હોવાની વિગતો મળી રહી છે.

ASER સર્વેક્ષણએ મહામારી બાદ શીખવામાં વિક્ષેપ અને પુનરુત્થાનની રૂપરેખા તૈયાર કરી

આજનો ઇતિહાસ : 19 જાન્યુઆરી, વર્ષ 1597માં મહારાણા પ્રતાપ વીરગતિ પામ્યા

પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રભાબેન શાહનું નિધન

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના સામાજિક કાર્યકર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રભાબેન શાહનું બુધવારે દમણની સરકારી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેણી 92 વર્ષની હતી. બુધવારે સવારે પ્રભાબેનને શ્વાસ લેવામાં તકલીફ અને હૃદય સંબંધિત બિમારીઓ થતાં તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, વય સંબંધિત બિમારીઓ અને હૃદયમાં તકલીફોને કારણે, તેણીનું બપોરે મૃત્યુ થયું હતું.

બીઆરએસ સ્ટેજ પરથી રાષ્ટ્રીય ભાષણ, પરંતુ પ્રેક્ષકોમાં છાપ છોડવામાં નિષ્ફ્ળ

સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહી EOW કેસમાં સાક્ષી બની, ‘મારું જીવન, કારકિર્દી બરબાદ કરી દીધી’

Green-Chickpeas: શિયાળામાં પ્રોટીનથી ભરપૂર લીલા ચણાનું સેવન કરવાથી થાય આ 5 ફાયદા, જાણો એક્સપર્ટ પાસેથી

PM મોદીનો ભાજપને સંદેશ, સોફ્ટ પાવર અને ગુડવિલ બનાવવા પર ધ્યાન આપો

રકુલ પ્રીત સિંહએ તેના કિસ્સા અંગે વાત કરતા કહ્યું…’શાળાઓમાં સેક્સ એજ્યુકેશન જરૂરી છે’

Gujarat latest News updates : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે, ઠંડી સાથે માવઠાનો માર પડશે

Gujarat latest News updates : રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત બાદ સરકાર એક્શનમાં

રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત બાદ સરકાર એક્શનમાં, તંત્ર દ્વારા ગણવેશ અને સ્વેટર મુદ્દે સૂચના અપાઈ, વિદ્યાર્થીઓની ઈચ્છા હોય તે સ્વેટર પહેરી શકે

પશ્ચિમ બંગાળ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કોલકાતા પહોંચ્યા

પશ્ચિમ બંગાળ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કોલકાતા પહોંચ્યા. તેઓ આજે નાદિયા જિલ્લામાં જાહેર સભાને સંબોધશે અને ઈસ્કોન મંદિરની પણ મુલાકાત લેશે.

IND vs NZ 1st ODI , પ્રથમ વન-ડે : શુભમન ગિલની બેવડી સદી, ન્યૂઝીલેન્ડ સામે ચાર વર્ષ પછી ટીમ ઇન્ડિયાનો વિજય, માઇકલ બ્રેસવેલના લડાયક 140 રન

Joshimath Cracks: જોશીમઠ તિરાડને લઇને શું કરી રહી છે સરકાર? CM ધામીએ આપી જાણકારી, ચારધામ યાત્રા ઉપર પણ કરી અપીલ

Ukraine Helicopter Crash: યુક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ, ગૃહમંત્રી સહિત 18 લોકોના મોત

Tripura, Nagaland, Meghalaya Elections : ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની વિધાનસભા ચૂંટણી જીવતા ભાજપે સંઘર્ષ કરવો પડશે, જાણો પાછલી ચૂંટણીમાં કોને કેટલી બેઠક મળી હતી

OBC અને દલિત રાજકીય પરિવારના વંશજ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી નાના કોંગ્રેસ ધારાસભ્યદળનું નેતૃત્વ કરશે

Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

Today Horoscope, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકો બિનજરૂરી ખર્ચથી બચો, વિરોધીઓની હિલચાલને અવગણશો નહીં

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ