today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રી વચ્ચેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. હવે દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. એલજીએ પોતાના પત્રમાં સરકાર પર અનેક આરોપો લગાવ્યા છે. પોતાના પત્રમાં એલજીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટી છે. એલજીએ પોતાના પત્રમાં કહ્યું કે હું નાગરિક હોવાના નાતે લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યો છું. તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દિલ્હીમાં એક પણ સ્કૂલ બની નથી.
ભારતે હોકી વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાં પોતાના અંતિમ મુકાબલામાં વેલ્સ સામે 4-2થી વિજય મેળવ્યો છે. આ જીત છતા ભારતની સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ભારતે હવે અંતિમ-8માં સ્થાન મેળવવા માટે 22 જાન્યુઆરીએ ક્રોસઓવર મેચમાં ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવવો પડશે. વેલ્સ સામે ભારત તરફથી આકાશદીપ સિંહે (32મી અને 45મી મિનિટે) 2 ગોલ, શમશેર સિંહ (21મી મિનિટ) અને હરમનપ્રીત સિંહે (59મી મિનિટ)1-1 ગોલ કર્યો હતો. વેલ્સ તરફથી ગૈરેથ ફર્લોંગ (42મી મિનિટ) અને જૈકબ ડ્રેપરે (44મી મિનિટ) 1-1 ગોલ કર્યો હતો.
DCW Chief Swati Maliwal: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલને ગુરુવારે વહેલી સવારે 3.11 કલાકે એક કારે 10થી 15 મિનિટ સુધી ઢસડવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ ઘટના દિલ્હી સ્થિતિ AIIMS હોસ્પિટલના ગેટ નંબર 2 પાસે થઇ છે.પોલીસે જણાવ્યું કે કાર ચાલકે સ્વાતી માલીવાલને કારમાં બેસવા માટે કહ્યું હતું. આ કારણે માલીવાલે તેને ફટકાર લગાવી હતી. આ દરમિયાન કાર ચાલકે ગાડીનો કાચ ઉપર કરી દીધો હતો. જેમાં તેનો હાથ ફસાઇ ગયો હતો. આ પછી મને 15 મીટર ઢસડી હતી.
રાજકોટના જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો હતો. 4થી 5 વ્યાજખોર ત્રાસ આપતા હોવાનો આક્ષેપ. આ વ્યાજખોરો 20 થી 30 ટકા વ્યાજ વસુલતા હોવાનો આરોપ. યુવકે રૂ.3થી 4 લાખ વ્યાજે લીધા હોવાની વિગતો મળી રહી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના સામાજિક કાર્યકર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રભાબેન શાહનું બુધવારે દમણની સરકારી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેણી 92 વર્ષની હતી. બુધવારે સવારે પ્રભાબેનને શ્વાસ લેવામાં તકલીફ અને હૃદય સંબંધિત બિમારીઓ થતાં તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, વય સંબંધિત બિમારીઓ અને હૃદયમાં તકલીફોને કારણે, તેણીનું બપોરે મૃત્યુ થયું હતું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે, ઠંડી સાથે માવઠાનો માર પડશે
રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત બાદ સરકાર એક્શનમાં, તંત્ર દ્વારા ગણવેશ અને સ્વેટર મુદ્દે સૂચના અપાઈ, વિદ્યાર્થીઓની ઈચ્છા હોય તે સ્વેટર પહેરી શકે
પશ્ચિમ બંગાળ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કોલકાતા પહોંચ્યા. તેઓ આજે નાદિયા જિલ્લામાં જાહેર સભાને સંબોધશે અને ઈસ્કોન મંદિરની પણ મુલાકાત લેશે.