today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ભાજપા નેતા અશ્વિની ઉપાધ્યાયની તે અરજી પર વિચાર કરવાથી ઇન્કાર કરી દીધો જેમાં એક સાથે બે લોકસભા સીટ કે વિધાનસભા સીટ પર ચૂંટણી લડવાના નિયમને પડકાર આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલો વિધાયિકા સાથે સંકળાયેલો મુદો છે. તેથી તેના પર નિર્ણય સંસદને જ કરવો પડશે.
બસપાએ આગામી લોકસભા ચૂંટણી પંજાબમાં અકાલી દળ સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે. બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ગઠબંધનને લઇને વાતચીત ચાલી રહી છે. પંજાબમાં પહેલાથી બસપાનો જનાધાર છે અને અકાલી દળ સાથે ગઠબંધનથી વધારે મજબૂતી મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જમાવ્યું હતું કે, આ બજેટમાં ગુજરાતને ઘણાં ફાયદા છે. બજેટમાં ત્રણ પાયાન મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ગરીબો, ખેડૂતો અને પશુપાલકોના વિકાસનું આ બજેટ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બજેટથી ડાયમંડ ઉદ્યોગોને ફાયદો થશે. સમાવેશી વિકાસ ધરાવતું આ બજેટ છે. ડેરી ઉદ્યોગ, પશુપાલનમાં બજેટથી ફાયદો થશે. ગુજરાતના મુખ્યમંત્રીએ આ બજેટને આવકાર્યું હતું.
સુરેન્દ્રનગરના ચોટીલા હાઇવે ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે જેમાં બે લોકોના મોત નીપજ્યા છે.
Sheikh Rashid Ahmad Arrest News: પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને અવામી મુસ્લિમ લીગ (AML)ના વડા શેખ રાશિદ અહેમદની ગુરુવારે (2 ફેબ્રુઆરી) ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની મુરી મોટરવે પરથી ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેમના સમર્થકોનું કહેવું છે કે શેખની રાવલપિંડીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર: જમ્મુના નરવાલ યાર્ડ ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
તમિલનાડુ: નાગાપટ્ટિનમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે શાળા-કોલેજોમાં એક દિવસની રજા પણ જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં જ કાળઝાર ગરમી પડવાનું અનુમાન, તાપમાં 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થઈ શકે છે.
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે બાતમી આધારે રેડ કરીને હથિયારો સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અમેરિકા ભારત સાથે સહયોગનું વિસ્તરણ કરી રહ્યું છે. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ચર્ચા કરવા માટે આજે મેં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સારી મુલાકાત કરી: યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન