today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
બિહારમાં સત્તામાં રહેલા જનતાદળ યૂનાઇડેટના સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના કાફલા પર હુમલો થયો છે. ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વિટ કરીને પોતાના કાફલા પર આરાના જગદીશપુરમાં હુમલો થવાની જાણકારી આપી છે.
વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આવતીકાલે મંગળવારે કોર્ટ આ મામલે સજાની જાહેરાત કરશે. જ્યારે આ કેસના અન્ય છ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ટીમ ઇન્ડિયાના ઓપનર ક્રિકેટર મુરલી વિજયે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે અંતિમ વખત ટીમ ઇન્ડિયા તરફથી ડિસેમ્બર 2018માં રમ્યો હતો. તેણે ટ્વિટર પર એક લેટર શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. મુરલી વિજયે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ભારત તરફથી 61 ટેસ્ટ, 17 વન-ડે અને 9 ટી-20 મેચ રમ્યો છે.
પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ શહેર પેશાવરમાં સોમવારે એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો અને ઓછામાં ઓછા 90 લોકો ઘાયલ થયા હતા, એક સ્થાનિક પોલીસ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું. પોલીસ અધિકારી સિકંદર ખાને જણાવ્યું હતું કે વિસ્ફોટ મસ્જિદમાં થયો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા. ખાને ઉમેર્યું, “બિલ્ડીંગનો એક ભાગ પડી ગયો હતો અને ઘણા લોકો તેની નીચે હોવાનું માનવામાં આવે છે.”
વંદે ભારત એક્સપ્રેસ હવે ભારતમાં ઘણા રૂટ પર ચલાવવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ રૂટ પર આ ટ્રેન પાટા પર પશુઓ આવવાના કારણે અનેક વખત અકસ્માતનો ભોગ બની છે. આ માર્ગ પર રેલ્વે ટ્રેકથી પ્રાણીઓને દૂર રાખવા માટે રેલ્વેએ ફેન્સીંગનું કામ શરૂ કર્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આ જાણકારી આપી. રેલ્વે મંત્રાલયે માહિતી આપી હતી કે આ રૂટ પર તમામ આઠ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને આ રૂટ પર ફેન્સીંગ માટે 245.26 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે.
બીબીસી ડોક્યુમેન્ટરી પર વિવાદ: કેન્દ્ર સરકાર દ્વારા બીબીસી ડોક્યુમેન્ટરી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' પર પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે 2002ના ગુજરાત રમખાણો પર આધારિત બીબીસી ડોક્યુમેન્ટરી પર ગેરબંધારણીય રીતે પ્રતિબંધ મૂક્યો હતો. પીઆઈએલમાં આ મામલે દોષિતો સામે તપાસની માંગ કરવામાં આવી છે.
સોમવારે સવારે કચ્છમાં 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જેમાં ભુકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 11 કિલોમીટર દૂર નોંધાયુ છે. આજે સવારના 6.38 મિનિટે આંચકો નોંધાયો હતો. એક કલાકના સમયમાં કચ્છમાં 2 આંચકા અનુભવાયા છે. તેમજ સવારે 5.18 મિનિટે ખાવડા નજીક 3.2 નો આંચકો નોંધાયો હતો.
સોમવારે દિલ્હીમાં ટ્રાફિક જામ થયો હતો. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. (Express photo : Abhinav shaha)
ગુજરાતમાં ઠેકઠેકાણે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોને વળતર આપવા માટે માંગણી કરી છે.
અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું છે ત્યારે શહેરના નારોલ-પીરાણા રોડ ઉપર અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે. ઝીરો વિઝિબિલિટીના કારણે અકસ્માતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં વાહન ચાલક ગંભીર રીતે ઘાયલ થયો
દિલ્હી: રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. (વીડિયો સફદર હાશ્મી માર્ગનો છે)
સંસદના બજેટ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સંસદ ભવન સંકુલમાં યોજાશે.