scorecardresearch
Live

Today News Live Updates: જ્યાં જવા માંગે છે ત્યાં જઇ શકે છે, બળવા પર ઉતરેલા ઉપેન્દ્ર કુશવાહાને નીતિશ કુમારનો સંદેશો

Today Latest news updates, 6 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news, latest news update
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
21:22 (IST) 6 Feb 2023
અંકલેશ્વર: બે દીકરીઓના લગ્નમાં પિતાની અનોખી ભેટ, સ્વર્ગસ્થ માતાની ખોટ ના વર્તાય તે માટે વેક્સ-સિલિકોનમાંથી આબેહૂબ મૂર્તિ બનાવી

https://gujarati.indianexpress.com/gujarat/father-unique-gift-wedding-of-two-daughters-mother-wax-statue-placed-in-marriage-ceremony-ankleshwar/54087/

19:34 (IST) 6 Feb 2023
જ્યાં જવા માંગે છે ત્યાં જઇ શકે છે, બળવા પર ઉતરેલા ઉપેન્દ્ર કુશવાહાને નીતિશ કુમારનો સંદેશો

બિહારની રાજનીતિમાં ફરી એક વખત રાજનીતિક ડ્રામા જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના પાર્ટી સહયોગી ઉપેન્દ્ર કુશવાહાને સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું કે જો તે પોતાનું કામ કરી રહ્યા છે તો પાર્ટીમાં બન્યા રહી શકે છે. જોકે રોજ ઉફસાવે છે તેનો અર્થ છે તે તેમણે ક્યાંક ના ક્યાં સમજુતી કરી લીધી છે.જો કોઇ જવા માંગે છે જાય. અમને ચિંતા નથી.

17:28 (IST) 6 Feb 2023
IPS હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળનો વધારાનો હવાલો, એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે

ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને લોકરક્ષક ભરતી બોર્ડની કમાન સંભાળી રહેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ તેમણે જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવાની જાહેરાત કરી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે મેં પંચાયત પસંદગી મંડળનો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.

https://twitter.com/Hasmukhpatelips/status/1622532246468173824

16:17 (IST) 6 Feb 2023
CBSE બોર્ડ પરીક્ષા, ધોરણ 10 અને 12 માટે જારી થયા એડમિટ કાર્ડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) સોમવારે 10માં અને 12 ધોરણની બોર્ડ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. એડમિટ કાર્ડ સીબીએસઈની આધિકારિક વેબસાઇટ પર જાહેર કર્યા છે. જે વિદ્યાર્થી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે તે ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.inથી પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

14:35 (IST) 6 Feb 2023
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિલેરી ક્લિટનની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ

14:09 (IST) 6 Feb 2023
તુર્કીમાં જીવલેણ ભૂકંપ પછીની તબાહી

13:45 (IST) 6 Feb 2023
JPC તપાસ પર વિપક્ષ અડીખમ, રોડથી સંસદ સુધી હંગામો, LIC અને SBI ઓફિસની બહાર પણ દેખાવો

Adani-Hindenburg Issue: ગૌતમ અદાણી કેસ પર વિપક્ષના હોબાળાને પગલે સંસદ સ્થગિત કરવામાં આવી છે. સોમવાર (6 ફેબ્રુઆરી, 2023) ના રોજ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો શરૂ કર્યો. બજેટ બાદ સંસદમાં એક પણ દિવસ ચર્ચા થઈ નથી. આજે પણ હંગામા બાદ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદથી વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે. અદાણી સાથે જોડાયેલા આ મામલાને લઈને આજે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દેશભરમાં પ્રદર્શન કરી રહ્યા છે. જમ્મુથી લઈને કેરળ સુધી કોંગ્રેસ પાર્ટીએ આ મામલે વિરોધ પ્રદર્શન કર્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેશના અલગ-અલગ શહેરોમાંથી SBI અને LIC ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે.

13:25 (IST) 6 Feb 2023
India Energy Week 2023: ગ્રીન એનર્જી અંગે ભારતનું કમિટમેન્ટ અને પ્રયાસ આખી દુનિયા જોઈ રહી છે : PM મોદી

Green Energy: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે ઈન્ડિયન ઓઈલ દ્વારા વિકસિત સોલાર કૂકિંગ સિસ્ટમના ટ્વીન-કુકટોપ મોડલનું અનાવરણ કર્યું. તેમણે કાર્યક્રમમાં કહ્યું હતું કે ગ્રીન એનર્જી અંગે ભારતની પ્રતિબદ્ધતા અને પ્રયાસોને સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે.

13:07 (IST) 6 Feb 2023
Turkey Earthquake latest Update News: તૂર્કીના ભૂકંપમાં 500થી વધુના મોત, પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

બેંગલુરુ, કર્ણાટકમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું: “આપણે બધા તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને જોઈ રહ્યા છીએ. ઘણા લોકોના મૃત્યુ તેમજ નુકસાનના અહેવાલો છે. નુકસાનની શંકા છે. તુર્કીની નજીકના દેશોમાં પણ. ભારતના 140 કરોડ લોકોની સહાનુભૂતિ ભૂકંપથી પ્રભાવિત તમામ લોકો સાથે છે.”

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “ભારત ભૂકંપથી પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ આપવા તૈયાર છે.” (ANI)

12:17 (IST) 6 Feb 2023
Air Vistara પર 70 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, સરકારના આ નિયમને અવગણવી ભારે પડી

DGCAએ એર વિસ્તારા પર 70 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એર વિસ્તારા પર દેશના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં સેવા હેઠળના વિસ્તારોમાં ફરજિયાત લઘુત્તમ ફ્લાઇટ્સનું સંચાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એર વિસ્તારા પર આ દંડ ગયા વર્ષે ઓક્ટોબરમાં નિયમોનું પાલન ન કરવા બદલ લગાવવામાં આવ્યો હતો. એર વિસ્તારા આ દંડ ભર્યો છે.

11:13 (IST) 6 Feb 2023
Turkey Earthquake latest Update News: Video- તુર્કીના દિયારબાકીરમાં ભૂકંપ દરમિયાન મકાન ધરાશાયી થયું

https://twitter.com/BNODesk/status/1622432605126774788?

11:11 (IST) 6 Feb 2023
તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ

11:08 (IST) 6 Feb 2023
Turkey Earthquake latest Update News: Video- તુર્કી, સીરિયામાં 7.8-ની તીવ્રતાના ભૂકંપના કારણે ઇમારતો પડી ભાંગી

https://twitter.com/sentdefender/status/1622412859429867522?

11:05 (IST) 6 Feb 2023
AAP મેયરના ઉમેદવાર શેલી સોમવારે નવી દિલ્હીમાં સિવિક સેન્ટર ખાતે

AAP મેયરના ઉમેદવાર શેલી સોમવારે નવી દિલ્હીમાં સિવિક સેન્ટર ખાતે મેયરની ચૂંટણી માટે મતદાન કરતા પહેલા ગૃહમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે વિજય દર્શાવે છે. EXPRESS PHOTO BY PRAVEEN KHANNA 06 02 2023.

11:00 (IST) 6 Feb 2023
Turkey Earthquake latest Update News: તુર્કી, સીરિયામાં શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 195 લોકો માર્યા ગયા

તુર્કીની આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સીનું કહેવું છે કે 7.8 તીવ્રતાના ભૂકંપમાં તુર્કીના સાત પ્રાંતોમાં ઓછામાં ઓછા 76 લોકો માર્યા ગયા હતા. એજન્સીએ જણાવ્યું કે 440 લોકો ઘાયલ થયા છે.

09:29 (IST) 6 Feb 2023
Gujarat News Latest Updates : આણંદ હાઈવે પર અકસ્માતમાં 3નાં મોત

અમદાવાદ નજીક આણંદ હાઇવે ઉપર સોમવારે વહેલી સવારે અકસ્માત થયો હતો. હાઇવે ઉપર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

09:03 (IST) 6 Feb 2023
તુર્કી: સીરિયામાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ, 10ના મોત

Turkey Earthquake: તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ગાજિયનટેપ નજીક જણાવવામાં આવી રહ્યું છે. શક્તિશાળી ભૂકંપના કારણે તુર્કીમાં ભારે વિનાશની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અનેક ઈમારતો ધરાશાયી થવાને કારણે કેટલાક લોકોના મોતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયા ટીઆરટી વર્લ્ડે 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપ જમીનથી લગભગ 24.1 કિલોમીટર (14.9 માઇલ) ની ઊંડાઇએ આવ્યો હતો. તેનું અધિકેન્દ્ર તુર્કીના ગાઝિઆન્ટેપ પ્રાંતમાં નૂરદાગીથી 23 કિલોમીટર (14.2 માઇલ) પૂર્વમાં સ્થિત છે.

08:00 (IST) 6 Feb 2023
Gujarat News Latest Updates : ગુજરાતમાં જંત્રીના નવા ભાવ આજથી અમલમાં
 • ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના ભાવમાં બમણો વધારો કર્યા બાદ આજે સોમવારથી નવા ભાવ રાજ્યભરમાં અમલમાં
 • ગુજરાતના તમામ અગ્રણી બિલ્ડર્સ મુખ્યમંત્રીને મળશે. જંત્રીના ભાવ ડબલ કરતા પહેલા સમય આપવા માંગણી કરશે.
 • 07:51 (IST) 6 Feb 2023
  રાજસ્થાન: ભીલવાડાના જહાજપુરથી પસાર થતા નેશનલ હાઈવે 148 અકસ્માત

  રાજસ્થાન: ભીલવાડાના જહાજપુરથી પસાર થતા નેશનલ હાઈવે 148 પર ધૌડ નાથુન ગામ પાસે કાર અને ટ્રક વચ્ચેની ટક્કરથી 3 યુવકોના મોત થયા છે. અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા હતા.

  Web Title: Aaj na taja samachar today latest news live updates breaking news 6 february

  Best of Express