scorecardresearch

ચીન સાથે કડકાઇ કેમ કરતા નથી? તવાંગ ઝડપ પર અરવિંદ કેજરીવાલે કેન્દ્રને પૂછ્યો સવાલ

AAP National Council Meeting : આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું – આપણે ચીનથી કપડા, ચપ્પલ, ચશ્મા આયાત કરી રહ્યા છીએ. શું આ વસ્તુઓ ભારતમાં બની શકે નહીં?

ચીન સાથે કડકાઇ કેમ કરતા નથી? તવાંગ ઝડપ પર અરવિંદ કેજરીવાલે કેન્દ્રને પૂછ્યો સવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (તસવીર – આપ ટ્વિટર સ્ક્રિનગ્રેબ)

AAP National Council Meeting: આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક દિલ્હીમાં થઇ હતી. જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકને સંબોધિત કરતા પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે આ વર્ષ આપણા માટે ઘણું સારું રહ્યું છે. આપણે પંજાબમાં સરકાર બનાવી, ગોવામાં બે ધારાસભ્યો મળ્યા અને હાલમાં ગુજરાતમાં પાંચ ધારાસભ્યો જીત્યા. તેમણે કહ્યું કે લોકો અમને પૂછે છે કે અમે ગુજરાતમાં સરકાર કેમ ના બનાવી શક્યા. મને નથી લાગતું કે એકપણ પાર્ટી એવી છે જે પ્રથમ પ્રયત્નમાં જ સરકાર બનાવવામાં સફળ રહી છે?

AAP બની ગઇ રાષ્ટ્રીય પાર્ટી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમને બધાને 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે ઘણા અભિનંદન. તેનું કારણ એ છે કે આપણી વિચારધારા એ છે કે લોકો શું ઇચ્છે છે, તે વિશે વાત કરો. જ્યારે અન્ય પાર્ટીઓ આપસમાં લડે છે, આપણે લોકો માટે લડીએ છીએ અને તેમના વિશે વાત કરીએ છીએ. અમે કહીએ છીએ કે અમે સ્કૂલ બનાવીશું, તમારા પરિવારની સારવાર કરાવીશું અને નોકરી આપીશું. કુલ મળીને હવે ફક્ત ત્રણ રાષ્ટ્રીય પાર્ટીઓ છે કોંગ્રેસ, ભાજપા અને AAP અને આપણે અલગ છીએ.

આ પણ વાંચો – જે સ્ટેન્ડ રાહુલ ગાંધી સામે છે, તેના 10 ટકા પણ સરહદ પાર દેખાડો તો ચીનની હિંમત થશે નહીં, બીજેપીના આરોપ પર કોંગ્રેસ પ્રવક્તાનો જવાબ

AAPની ત્રણ વિચારધારા

દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે આપણી વિચારધારા શું છે? તેના ત્રણ સ્તંભ છે- કટ્ટર દેશભક્તિ, રાષ્ટ્ર પહેલા, પરિવાર પછી અને પોતે અંતિમમાં. દેશ માટે આપણે મરવા માટે તૈયાર છીએ. કટ્ટર ઇમાનદારી – આપણે અહીં ભ્રષ્ટાચાર કરવા આવ્યા નથી. આપણે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી ઉભર્યા છીએ. અન્ય પાર્ટીઓ ભ્રષ્ટ છે. આપણે તેમાં સામેલ નથી. આપણા પોતાના સભ્યો ભ્રષ્ટાચારમાં સામેલ જણાશે તો તેમને જેલ મોકલીશું. માનવતા – આપણે કોઇપણ પ્રકારના ભેદભાવમાં વિશ્વાસ કરતા નથી.

ચીનના મુદ્દે કરી આવી વાત

ચીન અને ભારતીય સૈનિકોની તવાંગમાં થયેલી ઝડપ પર સીએમ કેજરીવાલે કહ્યું કે સરહદ પર ચીની આક્રમકતા વધી રહી છે. આપણા સૈનિકો બહાદુરીથી સરહદ પર લડી રહ્યા છે. જોકે સમસ્યા એ છે કે આપણે ચીનને તેની આક્રમકતાનું ઇનામ આપતા જોઇ રહ્યા છીએ. 2020-21માં આપણે ચીન પાસેથી 65 અબજ ડોલરવી આયાત કરી. આગામી વર્ષે વધીને 95 અબજ ડોલર થઇ ગઇ. આપણે ભારતની વિનિર્માણ ક્ષમતાઓને મજબૂત કરવાની જરૂર છે. મને સમજણ પડતી નથી કે કેન્દ્ર અને ભાજપા ચીન સાથે કડકાઇ કેમ બતાવતા નથી? આપણે ચીનથી કપડા, ચપ્પલ, ચશ્મા આયાત કરી રહ્યા છીએ. શું આ વસ્તુઓ ભારતમાં બની શકે નહીં?

દિલ્હી સરકારની પ્રશંસા કરી

દિલ્હી સરકારની પ્રશંસા કરતા કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં આપણે લોકોને ઘણી સુવિધાઓ મફતમાં આપીએ છીએ. એક સરકારી રિપોર્ટ કહે છે કે દેશમાં મોંઘવારીનો એવરેજ દર 7.5 ટકા છે પણ દિલ્હીમાં 4 ટકા છે. આ આપ સરકારના કારણે છે. લોકો પૂછે છે કે AAP વિશે મારો શું દ્રષ્ટીકોણ છે. મારા માટે AAP માટે કોઇ દ્રષ્ટીકોણ નથી. મારી દ્રષ્ટી રાષ્ટ્ર માટે છે. આપણું રાષ્ટ્ર એક હોવું જોઈએ, જ્યાં લોકો વચ્ચે પ્રેમ હોય, કોઇ જાતિગત ભેદભાદ ના હોય, ધર્મથી સંબંધિત ઝઘડા ના હોવો જોઈએ. જો દેશના લોકો એકજુટ નથી તો કોઇ વિકાસ થઇ શકતો નથી.

Web Title: Aap national council meeting arvind kejriwal asked questions to the center on tawang clash

Best of Express