(નીતેશ દુબે) Aap party Arvind kejriwal in opposition unity meeting : બિહારના પાટનગર પટનામાં 23 જૂને વિરોધી પાર્ટીઓ એક બેઠક યોજાઈ હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટી, TMC, NCP, RJD JDU, CPIM, CPI સહિત 17 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં દિલ્હીમાં કેન્દ્રના આદેશ પર ચર્ચા કરવામાં આવી હતી. અને હવે આમ આદમી પાર્ટીએ મોટો દાવો કર્યો છે.
AAPએ કોંગ્રેસને વટહુકમ પર તેનો વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું
17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં વિપક્ષની બીજી બેઠક યોજાશે. આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં યોજાવા જઈ રહી છે. આ બેઠક માટે આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ પટનામાં મળેલી બેઠકમાં વચન આપ્યું હતું કે અમે ચોમાસુ સત્ર શરૂ થવાના 15 દિવસ પહેલા વટહુકમ પર અમારું વલણ જાહેરમાં સ્પષ્ટ કરીશું, પરંતુ પાર્ટીએ હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ નથી.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢાએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીએ બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યુ છે પરંતુ હું તમને બધાને પટના બેઠક તરફ લઇ જવા માંગશી, જ્યાં કોંગ્રેસ સ્પષ્ટ કહ્યુ હતુ કે તે ચોમાસુ સત્ર શરૂ થવાના 15 દિવસ પહેલા વટહૂકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરશે. રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યુ છે કે, કોંગ્રેસ પાર્ટી અધ્યાદેશ પર જે સ્ટેન્ડ લેશે, તેના આધારે અમે બેઠકમાં સામેલ થવા અંગે વિચાર કરીશું.
તમને જણાવી દઈએ કે જ્યારથી કેન્દ્રએ વટહુકમ લાવ્યો છે ત્યારથી આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સતત વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળી રહ્યા છે અને આ અંગે તેમનું સમર્થન માંગી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જો આ વટહુકમ રાજ્યસભામાં પસાર નહીં થાય તો લોકોને લાગશે કે 2024ની ચૂંટણીમાં વિપક્ષ મોદી સરકારને હરાવી શકે છે. અરવિંદ કેજરીવાલે તમામ વિરોધી પક્ષોને રાજ્યસભામાં અધ્યાદેશનો વિરોધ કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ ભાજપે ગ્રાઉન્ડ લેવલે પણ મોટા ફેરફારોની કરી તૈયારી! 80 ટકા જિલ્લાઓમાં કરશે આ કામ
પટનાની બેઠક પહેલા પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસને વટહુકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહી રહી હતી, પરંતુ તેના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વટહુકમના સમર્થન નિર્ણય અમે સંસદમાં લઈશું.





