Raghav chadha : રાહુલ ગાંઘી બાદ હવે રાઘવ ચઢ્ઢાને સરકારી બંગલાની ફાળવણી રદ, રાજ્યસભાના સાંસદોને કેવી રીતે મકાન ફાળવાય છે? શું છે સમગ્ર વિવાદ, જાણો

Raghav chadha losing bungalow : આપ પાર્ટીના સાસંદ બનેલા રાઘવ ચઢ્ઢાને ટાઇપ-7 બંગળો ફાળવ્યો હતો. સામાન્ય રીતે પહેલીવાર સાંસદ બનેલા નેતાને ટાઇપ-5 બંગલાની ફાળવણી કરવામાં આવી છે. નેતાઓને મકાનની ફાળવણી કેવી રીતે નક્કી થાય છે? જાણો (

June 08, 2023 22:18 IST
Raghav chadha : રાહુલ ગાંઘી બાદ હવે રાઘવ ચઢ્ઢાને સરકારી બંગલાની ફાળવણી રદ, રાજ્યસભાના સાંસદોને કેવી રીતે મકાન ફાળવાય છે? શું છે સમગ્ર વિવાદ, જાણો
આપ પાર્ટીને નેતા રાઘવ ચઢ્ઢા (ફાઇલ ફોટો)

(દામિની નાથ) Rajya sabha’s MP Raghav chadha losing bungalow : રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીના પ્રથમ વખત સાંસદ બનેલા રાઘવ ચઢ્ઢાને નોટિસ મોકલીને તેમનો ઈલાટ ટાઈપ-7 બંગલો ખાલી કરવા જણાવ્યું છે. સામાન્ય રીતે, પ્રથમ વખતના સાંસદોને ટાઇપ-5 આવાસ આપવામાં આવે છે. રાઘવ ચઢ્ઢા આ મુદ્દે કોર્ટમાં ગયા છે. તેમનું કહેવું છે કે તેમને ટાઈપ-7 બંગલાની ફાળવણીને રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ મંજૂરી આપી હતી. આપ પાર્ટીના સાંસદે દાવો કર્યો છે કે રાજ્યસભા સચિવાલયે તેમના બંગલાની ફાળવણી રદ કરવા માટે કોઈ કારણ આપ્યું નથી. આ મામલો તેમણે હવે દિલ્હીની પટિયાલા હાઉસ અદાલતના દરવાજા ખટખટાવ્યા છે.

નોંધનિય છે કે, તાજેતરમાં ‘મોદી સરનેમ’ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કર્યા બાદ તેમની પાસેથી પણ સરકારી બંગલો ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.

રાજ્યસભા મેમ્બર્સ હેન્ડબુકમાં મકાનની ફાળવણીની સંપૂર્ણ પ્રક્રિયા અને લાયકાતના માપદંડોનો ઉલ્લેખ કરાયો છે. તે અનુસાર રાજ્યસભા હાઉસ કમિટી ચેરપર્સન અલગ-અલગ કિસ્સામાં અલગ-અલગ રીતે નિર્ણયો લઇ શકે છે. રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભા સચિવાયલને પૂછ્યુ હતુ કે તેમના ટાઇપ-7 બંગલાની ફાળવણી કઇ આધાર પર રદ કરવામાં આવી છે.

રાઘવ ચઢ્ઢાને જ્યારે મકાન ફાળવ્યુ, તે સમયે હાઉસ કમિટીના કોઇ ચેરમેન ન હતા

અત્રે નોધનિય છે કે, રાઘવ ચઢ્ઢાને મકાન ફાળવવામાં આવ્યુ ત્યારે ગૃહ સમિતિના કોઈ અધ્યક્ષ ન હતા, જો કે, સંભવિત જવાબ એ હોઈ શકે કે ચઢ્ઢા ટાઈપ-5 મકાન માટે હકદાર છે, પરંતુ તેમને ટાઈપ-7 આવાસ ફાળવવામાં આવ્યા છે. આવા આવાસની ફાળવણી માટે ગૃહ સમિતિના અધ્યક્ષની સંમતિ જરૂરી છે. ગૃહ સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ ઓપી માથુરનો કાર્યકાળ જુલાઇ 2022માં સમાપ્ત થઇ ગયો હતો અને હાલના ચેરમેન સીએમ રમેશે 2 નવેમ્બર 2023ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. તેનો અર્થ એ છે કે, સપ્ટેમ્બરમાં જ્યારે રાઘવ ચઢ્ઢાને મકાનની ફાળવણી કરવામાં આવે ત્યારે કોઇ ચેરમેન ન હતા. જો કે ચઢ્ઢાનું કહેવુ છે કે તેમના મકાનની ફાળવણીને રાજ્યસભાના સભાપતિ અને રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મંજૂરી આપી હતી.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયનું નિર્દેશાયલ કેન્દ્રીય મંત્રીઓ, કેન્દ્ર સરકારના અધિકારીઓ અને રાષ્ટ્રીય કમિશનના વડાઓને મકાનની ફાળવણી કરે છે. લોકસભા અને રાજ્યસભા સચિવાલયો તેમના સાંસદોને મકાન ફાળવે છે. બંને ગૃહોમાં ફાળવણી અને રદ કરવાની પ્રક્રિયાને મંજૂરી આપવા માટે સાંસદોની બનેલી ગૃહ સમિતિ છે. તેવી જ રીતે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે પણ તેમના પોતાના નિવાસસ્થાનનો છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024 જીતવા પંજાબમાં ભાજપ અને અદાલી દળ ફરી ગઠબંધન કરશે? પંજાબમાં આપ પાર્ટીને કોણ ટક્કર આપશે?

રાજ્યસભા સાંસદોના મામલે રાઘવ ચઢ્ઢાની તરફથી પહેલીવાર સાસંદ બનેલા નેતા અને સત્તાવાર મકાન સ્વરૂપે ટાઇપ-5 બંગલો કે એક ફ્લેટના હકદાર છે. પહેલીવાર સાંસદ બનેલા ઘણા વ્યક્તિઓને બીડી રોડ પર રિડેવલપ એમપી ફ્લેટો કે નોર્થ એન્ડ સાઉથ એવન્યૂના જૂના ફ્લેટોમાં મકાનની ફાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ કેટેગરી ટાઇ-6 બંગલા કે ડબલ ફ્લેટ એવા સાંસદોની માટે છે જેઓ પૂર્વ રાજ્યમંત્રી છે, લોકસભાના ઉપાધ્યક્ષ, રાજ્યસભાના ઉપસભાપતિ, માનનિય સભ્યો, તેમની પાર્ટીના સદનના નેતા અને સભ્યો તેમણે ઓછામાં ઓછો એક કાર્યકાળ પૂરો કર્યો છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ