‘લગભગ 80 લાખ ડ્રાઈવરો ગુમાવે નોકરી’, જાણો કેમ કહ્યું આવું – કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ?

Nitin Gadkari : નીતિન ગડકરીએ ડ્રાઈવર વગરની કાર (Driverless cars) મામલે એક કાર્યક્રમમાં કહ્યું, આનાથી ભારત (India) માં 80 લાખ જેટલા ડ્રાઈવર બેકાર (drivers lose jobs) થઈ જાય, અમે ટેસ્લાનું સ્વાગત કરીએ છીએ, પરંતુ અહીં ઉત્પાદન અને અહીં વેચાણ કરે તો.

Written by Kiran Mehta
December 18, 2023 18:38 IST
‘લગભગ 80 લાખ ડ્રાઈવરો ગુમાવે નોકરી’, જાણો કેમ કહ્યું આવું – કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ?
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રી નીતિન ગડકરી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (એક્સપ્રેસ ફાઇલ)

Nitin Gadkari : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર કહ્યું છે કે, તેઓ ભારતમાં ડ્રાઇવર વિનાની કારને મંજૂરી નહીં આપે. તેમણે કહ્યું કે, જો દેશમાં ઓટોનોમસ વાહનોની શરૂઆત થશે તો, 80 લાખ ડ્રાઈવરો બેરોજગાર થઈ જશે.

મોદી સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ સંભાળતા નીતિન ગડકરીએ આઈઆઈએમ નાગપુર દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બિઝનેસ ટુડે સાથે વાત કરતા આ વાત કહી.

ગડકરીએ કહ્યું, ‘મેં અમેરિકામાં જ કહ્યું હતું કે, હું કોઈપણ કિંમતે ભારતમાં ડ્રાઇવર વિનાની કારને મંજૂરી આપીશ નહીં. આ એટલા માટે છે કારણ કે, આપણા દેશમાં મોટી સંખ્યામાં લોકો ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેથી, ડ્રાઇવર વિનાની કારનો ટ્રેન્ડ તેમની નોકરી ગુમાવશે.’

’70-80 લાખ લોકો તેમની નોકરી ગુમાવશે’

અગાઉ, નીતિન ગડકરીએ ઓછામાં ઓછા બે વખત સમાન વિચારો કર્યા હતા. જુલાઈ 2017 અને ડિસેમ્બર 2019 માં. ત્યારે પણ ગડકરીએ દેશમાં ડ્રાઈવરલેસ કારના વિચાર સામે જાહેરમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ડ્રાઈવર તરીકે કામ કરતા લોકો બેરોજગાર થઈ જશે તેવું કારણ દર્શાવ્યું હતું.

રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે વધુમાં કહ્યું કે, ‘આવા વાહનો માત્ર નાની વસ્તી ધરાવતા દેશો માટે જ યોગ્ય છે. તેમણે કહ્યું કે, જો આવા વાહનો ભારતમાં આવશે તો લગભગ 70-80 લાખ લોકો તેમની નોકરી ગુમાવશે અને આ એક અલગ મુદ્દો બની જશે.

આ પણ વાંચો2024 Kia Sonet Facelift : ધૂમ મચાવશે 2024 કિયા સોનેટ ફેસલિફ્ટ, 20 ડિસેમ્બરથી બુકિંગ શરૂ થશે; જાણો સેફ્ટી ફિચર સહિત તમામ વિગતો

આ દરમિયાન, IIM નાગપુરના કાર્યક્રમમાં, ગડકરીએ મોદી સરકાર અને એલોન મસ્કની આગેવાની હેઠળની વિશ્વની સૌથી મોટી EV નિર્માતા ટેસ્લા વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, કંપની કદાચ ભારતમાં ફેક્ટરી ખોલશે. તેમણે કહ્યું કે, અમે ટેસ્લાનું સ્વાગત કરીએ છીએ. પરંતુ ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ, આ શક્ય નથી. અમે તેમના માટે અહીં ઉત્પાદન કરવા માટે ખુલ્લા છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ