scorecardresearch

Big Accident : પુણે-નાસિક હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વાન ચાલકે 17 મહિલાઓને કચડી, 3ના મોત

Big Accident News: મહારાષ્ટ્ર રાજ્યના પુણે – નાસિક હાઇવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સરજ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. અહીં ફૂલ સ્પીડમાં આવતી એક વાને રસ્તો ક્રોસ કરી 17 મહિલાઓને કચડી નાંખી હતી. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 14 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પુણે-નાસિક હાઇવે ઉપર ખારાપુડી […]

Big Accident : પુણે-નાસિક હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વાન ચાલકે 17 મહિલાઓને કચડી, 3ના મોત
રાધનપુર વારાહી નજીક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત – 6ના મોત (ફોટો – પ્રતિકાત્મક)

Big Accident News: મહારાષ્ટ્ર રાજ્યના પુણે – નાસિક હાઇવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સરજ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. અહીં ફૂલ સ્પીડમાં આવતી એક વાને રસ્તો ક્રોસ કરી 17 મહિલાઓને કચડી નાંખી હતી. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 14 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પુણે-નાસિક હાઇવે ઉપર ખારાપુડી ગામ પાસે બનેલી આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને સ્થિતિ સંભાળી હતી.

રસ્તો ક્રોસ કરતી વખતે બની દુર્ઘટના

વધુ મળતી માહિતી પ્રમાણે રસ્તો ક્રોસ કરતી વખતે એક વેને 17 મહિલાઓને ટક્કર મારી હતી. તમામ ઇજાગ્રસ્ત મહિલાઓને ચંદૌલીની ખાનગી અને ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

રસોઈ બનાવવા માટે જતી હતી મહિલાઓ

માનવામાં આવી રહ્યું છે કે આ તમામ મહિલાઓ પુણા શહેરથી ઘેડ તાલુકાના શિરોલી ખાતે મંગલ ઓફિસમાં રસોઈ બનાવવા માટે જઈ રહી હતી. આ મહિલાઓ રાત્રિના સમયે હાઇવે ક્રોસ કરતી હતી. પુણેથી નાશિક જતી લેન પર રાત્રે લગભગ 11 વાગ્યે આ અકસ્માત થયો હતો.

ડ્રાઇવર ડિવાઇડર તોડીને વાન સાથે ફરાર

રોડ ક્રોસ કરતી વખતે એક વેને આ મહિલાઓને ટક્કર મારી હતી. મહિલાઓને કચડી નાખ્યા બાદ ડ્રાઈવર રોડ ડિવાઈડર તોડી વાન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Web Title: Accident on pune nashik highway van driver crushed 17 women

Best of Express