/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bus-accident.jpg)
મહારાષ્ટ્રમાં બસમાં આગ લાગી (photo - ANI)
મહારાષ્ટ્રમાં યવતમાલથી પુના જઈ રહેલી એક બસમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના શનિારે મોડી રાત્રે આશરે બે વાગ્યે બની હતી. સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવે પર બુલઢાણામાં આગ લાગવાથી દુર્ઘટના ઘટી હતી.
ડીવાયએસપી બાબુરાવ મહામુનીના જણાવ્યા પ્રમાણે બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 32 યાત્રીઓને લઇ જતી બસમાં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નીપજ્યા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.
Maharashtra | Several feared dead after a bus burst into flames on Samruddhi Mahamarg expressway in Buldhana: Buldhana Police pic.twitter.com/Zs6Mt0tfsT
— ANI (@ANI) July 1, 2023
દુર્ગટના બાદ બસમાં લાગી ભીષણ આગ
દુર્ઘટના બાદ સિટી લિંક ટ્રાવેલ્સની બસમાં ભીષણ આગ લાગી હતી.જેમાં બસ સંપૂર્ણ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. બસમાં લાગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે, કમનસીબે 25 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us