Accident Video : કહેવામાં આવે છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’, ‘જાકો રાખે સાઈયા, માર સકેના કોઈ’. આ કહેવતો ઘણી વખત સાચી સાબિત થાય છે. ભારતમાં મોટાભાગના માર્ગ અકસ્માતો પાછળ ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું એ સૌથી મોટું કારણ છે. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે પરંતુ, લોકો તેનું પાલન કરતા નથી. રાજસ્થાનમાં એક ઘટના બની, જેમાં એક વ્યક્તિ પાંચ સેકન્ડની અંદર બે વાર મોતને માત આપી બચી ગયો.
રાજસ્થાનના નોખા તહસીલ રોડ પર સાંજે લગભગ 5.20 વાગ્યે આ ઘટના બની હતી. રોંગ સાઈડેથી પીકઅપ આવી રહ્યું હતું, પીકઅપની બાજુમાં એક ટ્રેક્ટર આવી રહ્યું હતું. બિકાસર ગામનો રહેવાસી 20 વર્ષીય કિશન ગિરી બુલેટમાં મુસાફરી કરી રહ્યો હતો, જે રોંગ સાઈડેથી આવી રહેલી પીકઅપ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ તે લગભગ પાંચ ફૂટ કૂદ્યો અને પછી જમીન પર પટકાયો.
પીકઅપ સાથે અથડાયા બાદ ટ્રેક્ટર આવ્યું હતું
જમીન પર પડ્યા બાદ કિશન ગીરીનો જીવ જોખમમાં મુકાયો હતો જ્યારે પીકઅપની બાજુમાંથી આવી રહેલું ટ્રેક્ટર તેના હાથ ઉપર ચડી ગયુ, આ રીતે કિશન ગીરીનો જીવ જોખમમાં મુકાયો હતો. ટ્રેક્ટરની સ્પીડ એટલી વધારે હતી કે, તે પણ કાબૂમાં ન રહી શક્યું અને કિશનના હાથ ઉપરથી ટાયર ફરી વળ્યું. સદ્નસીબે માત્ર એક હાથ ટ્રેક્ટરની નીચે આવ્યો હતો.
બે અલગ-અલગ વાહનો દ્વારા બે વખત ટક્કર થવા છતાં યુવકનો જીવ બચી ગયો હતો. ટ્રેક્ટરની ટક્કરથી કિશનને હાથમાં ફ્રેક્ચર થયું હતું, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને બિકાનેર રિફર કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તેનો જીવ ખતરાની બહાર છે.
આ પણ વાંચો – Accident Video : કારમાં ડૅશ કૅમ શા માટે જરૂરી છે? અકસ્માતનો આ વીડિયો શેર કરીને જણાવી રહ્યા કારણ
કિશન તેના મિત્રોને છોડીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તે ખોટી દિશામાંથી આવી રહેલા પીકઅપ સાથે અથડાયો અને બાજુમાં પસાર થઈ રહેલા ટ્રેક્ટર સાથે પણ અથડાતાં તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. પીકઅપ સાથેની ટક્કર અને ટ્રેક્ટરના આવવા વચ્ચે લગભગ પાંચ સેકન્ડનું અંતર હતું. જો કે આ પછી પણ કિશનનો જીવ બચી ગયો હતો, પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.





