Adani Group: અદાણી ગ્રૂપને મુંબઇમાં સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા પર્યાવણીય નિયમોમાં મોટી રાહત! સ્થાનિક લોકોનો ઉગ્ર વિરોધ

Adani Cement Plant In Kalyan Mumbai : કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશનમાં "કેપ્ટિવ પાવર પ્લાન્ટ વિનાના સ્ટેન્ડઅલોન સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ" ને પૂર્વ પર્યાવરણીય મંજૂરીની જરૂરિયાતમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો સીધો ફાયદો અદાણી ગ્રૂપના મુંબઇના કલ્યાણ વિસ્તારમાં સ્થાપનાર સિમેન્ટ પ્લાન્ટને થવાનો છે.

Written by Ajay Saroya
October 06, 2025 10:17 IST
Adani Group: અદાણી ગ્રૂપને મુંબઇમાં સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા પર્યાવણીય નિયમોમાં મોટી રાહત! સ્થાનિક લોકોનો ઉગ્ર વિરોધ
મુંબઇના કલ્યાણ વિસ્તારમાં અદાણી ગ્રૂપના સિમેન્ટ પ્લાન્ટને લઇ વિવાદ થયો છે. કલ્યાણ શહેર નજીક મોહોને ગામમાં એક પોસ્ટર (Express Photo)

Adani Cement Plant In Kalyan Mumbai : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે 26 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા તેના ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, “કેપ્ટિવ પાવર પ્લાન્ટ વિનાના સ્ટેન્ડઅલોન સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ” ને પૂર્વ પર્યાવરણીય મંજૂરીની જરૂરિયાતમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય, તો અદાણી ગ્રૂપ માટે મુંબઈના કલ્યાણ વિસ્તારમાં 1,400 કરોડ રૂપિયાના 6 MMTPA (મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ) સિમેન્ટ ગ્રાઇન્ડીંગ પ્લાન્ટ સ્થાપવો સરળ બનશે.

હવે જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય તો અદાણી ગ્રુપને ઘણો ફાયદો થશે. અહીં જે પ્લાન્ટની વાત કરવામાં આવી રહી છે તે મુંબઇના કલ્યાણ વિસ્તારમાં રૂ. 1400 કરોડના ખર્ચે સ્થાપવામાં આવનાર સિમેન્ટ પ્લાન્ટના પ્રસ્તાવની છે. હવે અદાણી ગ્રુપને રાહત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટને લઈને કલ્યાણના સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે. 15 સપ્ટેમ્બરના રોજ ઈન્ડિયન એક્સપ્રેસે સ્થાનિક વિસ્તારમાં જઇ લોકોની નારાજગી સમજવાનો પ્રયાસ કર્યો હતો.

સિમેન્ટ પ્લાન્ટથી લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ગંભીર અસર

હવે લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે, જો આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે સક્રિય થઈ જશે તો પર્યાવરણ પર તેની ઊંડી અસર પડશે. પ્રદૂષણ વધવાની સંભાવના છે અને લોકો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બીમારીઓથી પણ પીડાય છે. આ કારણોસર, લોકો સવાલ પૂછી રહ્યા છે કે સરકાર આટલા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવા પ્રોજેક્ટને કામ કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે છે.

પરંતુ ડ્રાફ્ટ નોટિફિકેશન જે તાજેતરમાં જ રજૂ કરવામાં આવ્યું છે તેમાં દલીલ કરવામાં આવી છે કે સ્ટેન્ડઅલોન ગ્રાઇન્ડિંગ એકમો અન્ય પ્લાન્ટ કરતા ઓછા પ્રદૂષિત છે. આવી સ્થિતિમાં, તેમના માટે વિગતવાર પર્યાવરણીય અસર મૂલ્યાંકન અહેવાલની જરૂર રહેશે નહીં.

અધિકારીઓ દલીલ કરી રહ્યા છે કે, કલ્યાણમાં જે પ્લાન્ટ સ્થાપવામાં આવશે તે કેલ્સિનેશન અને ક્લિયરાઇઝેશન જેવી બે પ્રક્રિયાઓમાંથી પસાર થતો નથી. પ્રથમ કેલ્સિનેશનનો અર્થ કાચા માલને ગરમ કરવાનો છે, જ્યારે બીજી પ્રક્રિયાનો અર્થ એ છે કે સિમેન્ટને નાના ટુકડાઓમાં તોડવું. પરંતુ કારણ કે આ બંને પ્રક્રિયાઓ અહીં થવાની નથી, તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્બન ઉત્સર્જન પણ ઓછું થશે અને કચરાનું ઉત્પાદન પણ ઓછું થશે. આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે કાચા માલનું પરિવહન રેલવે અથવા ઈ વાહનો દ્વારા કરવામાં આવશે, જેનાથી પ્રદૂષણ ઓછું થશે.

આમ તો કહેવામાં આવી રહ્યું છે કે રેલવેના માધ્યમથી કાચો માલ પહોંચાડવો જરૂરી છે, કારણ કે જે પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે તે રેલવે સ્ટેશનની સામે છે. આ મામલે અદાણી ગ્રુપ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. ગ્રામ પંચાયત મંડળ મોહને કોલીવાડાના પ્રમુખ સુભાષ પાટિલે જણાવ્યું હતું કે, “અમને નથી લાગતું કે સરકારે આ સારું પગલું ભર્યું છે. અમે ડ્રાફ્ટને વિગતવાર વાંચીશું અને ત્યારબાદ સર્વસંમતિ બનશે અને આગળ શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે. ”

એક અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રાફ્ટ અંગે લોકોના જે પણ સૂચનો અથવા વાંધા છે, તે તેઓ 60 દિવસની અંદર આપી શકે છે. તે પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. નિયમો મુજબ કામ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 26.3 હેક્ટર જમીન પર બનાવવામાં આવશે. અહીં 9.67 હેક્ટર જમીનને ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવવામાં આવશે, જ્યારે 5.49 હેક્ટર જમીનનો ઉપયોગ ગ્રાઇન્ડિંગ યુનિટ, સ્ટોરેજ સુવિધાઓ અને પેકિંગ પ્લાન્ટ લગાવવા માટે કરવામાં આવશે.

મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિરોધ

મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) દ્વારા પ્લાન્ટ માટે એક જાહેર સુનાવણીમાં, નાગરિકોએ આરોગ્ય અને પર્યાવરણની ચિંતાઓને ટાંકીને સિમેન્ટ પ્લાન્ટનો સખત વિરોધ કર્યો અને પ્રશ્ન કર્યો કે સરકાર ગીચ વસ્તીવાળા શહેરમાં તેને કેવી રીતે મંજૂરી આપી શકે છે. ધૂળ અને ગેસ ઉત્સર્જન, જેમાં “રજકણના કણો, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ”નો સમાવેશ થાય છે, જે મુખ્ય ચિંતાના વિષયો છે. (આલોક દેશપાંડેનો અહેવાલ)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ