ગૌતમ અદાણીની માલિકીની અદાણી એન્ટરપ્રાઇસ સહિતની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ તાજેતરમાં બોલાયેલા ધબડકાના મામલ આખરે સરકારે પણ ઝંપલાવવું પડ્યુ છે. આજે શનિવારે દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમને શનિવારે બજેટ 2023 સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં બજેટ પછીની મૂંઝવણો અને પ્રશ્નોના જવાબ આપવાની સાથે નાણામંત્રીએ અદાણી એન્ટરપ્રાઈઝના એફપીઓ સંબંધિત પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.
FPO આવે અને જાય – નિર્મલા સીતારમન
અદાણી એન્ટરપ્રાઇસના FPO ઉપાડ અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું, “FPO આવે છે અને જાય છે. આવી વધ-ઘટ દરેક માર્કેટમાં થાય છે. આ દેશમાં કેટલી વખત એફપીઓ પાછા ખેંચવામં આવ્યા અને તેનાા કારણે ભારતની છબી ખરડાઈ છે?
બે દિવસમાં વિદેશી હૂંડિયામણ 8 અબજ ડોલર વધ્યું – નિર્મલા સીતારમન
નાણામંત્રીને પૂછવામાં આવ્યું કે અદાણીનો એફપીઓ રદ કરવાથી અને વર્તમાન પરિસ્થિતિને પગલે વૈશ્વિક નાણાકીય બજારમાં શું ભારતની છબીને અસર થઈ છે, તેવા પ્રશ્નના પ્રત્યુત્રમાં નિર્મલા સીતારમને કહ્યું કે, “એવું વિચારવું નહીં. છેલ્લા 2 દિવસમાં ફોરેક્સ રિઝર્વમાં 8 અબજ ડોલરનો વધારો થયો છે. આપણા મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ અથવા અર્થતંત્રની છબીને અસર થઈ નથી. એ હકીકત છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આપણી પાસે 8 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ આવ્યું છે. તેનાથી એ વાત સાબિત થાય છે કે ભારત અને તેની સશક્ત વિશેની વાસ્તવિક ધારણા હજી અકબંધ છે.
અદાણી વિવાદ મામલે નાણા મંત્રાલયે શું કહ્યું?
અદાણી વિવાદ અને કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે નિયમનકારો તેમની કામગીરી કરશે. હકીકતમાં, સેબી પાસે પુષ્કળ પ્રમાણમાં માર્ટેક્સને સારી રીતે નિયંત્રિત રાખવાની સત્તા છે અને તેની પાસે તે અસરકારક સ્થિતિ જાળવી રાખવાનું સાધન છે.
નાણાં મંત્રીએ ઉમેર્યું કે, “જે નિયમનકારો હશે તેઓ તેમની કામગીરી કરશે. રિઝર્વ બેન્કે નિવેદન આપ્યું તેની પહેલા, બેંકો, એલઆઈસીએ સામે ચાલીને અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેમના રોકાણ / એક્સપોઝર અંગેની માહિતી આપી હતી. સરકારથી સ્વતંત્ર રેગ્યુલેટર્સને જે યોગ્ય છે તે કરવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે જેથી બજારને સારી રીતે નિયંત્રિત કરી શકાય.”
અદાણી જૂથના વિવાદ અંગે નાણા સચિવ ટીવી સોમનાથને કહ્યું, “મેં કહ્યું હતું કે આ મુદ્દો આપણા મેક્રો ઇકોનોમિક આંકડાની દ્રષ્ટિએ ચાના કપમાં તોફાન જેવો છે અને હું હજી પણ તે નિવેદન પર અડગ છું.”