ISRO’s Aditya-L1 Mission Launch Date and Time : ચંદ્રયાન-3ની સરફળતા બાદ ઈસરો હવે સૂર્ય મિશન હેઠળ આદિત્ય એલ1 રોકેટનું લોન્ચિંગ કરશે. ઈસરો શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 2 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11.50 વાગે આદિત્ય એલ1 અવકાશયાન લોન્ચ કરશે. ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે સમગ્ર દેશ અને દુનિયાની નજર ઈસરોના આદિત્ય એલ1 પર છે. આદિત્ય એલ1 ઈસરો દ્વારા તૈયાર કરાયેલું પહેલું સન મિશનનું રોકેટ છે. આદિત્ય એલ1 રોકેટ સૂર્યના રહસ્યો શોધવા માટે લોન્ચ કરવામાં આવી રહ્યુ છે.