aditya L1 mission | ચંદ્રયાન 3 સફળ, હવે સૂર્ય મિશન આદિત્ય એલ1 લોન્ચ કરાશે, ઈસરો બનાવશે ‘સૂર્યયાન’

Aditya L1 Mission : ઈસરોએ ચંદ્રયાન 3 ની સફળતા બાદ હવે સૂર્યને સમજવા સન મિશન (Sun Mission) ની દિશામાં પગલું ભર્યું છે. આદિત્ય એલ 1 મિશનમાં સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે. પીએમ મોદી (PM Modi) એ સૂર્ય મિશન આદિત્ય એલ1ની કરી જાહેરાત

Written by Kiran Mehta
Updated : August 23, 2023 19:32 IST
aditya L1 mission | ચંદ્રયાન 3 સફળ, હવે સૂર્ય મિશન આદિત્ય એલ1 લોન્ચ કરાશે, ઈસરો બનાવશે ‘સૂર્યયાન’
ઈસરો હવે આદિત્ય એલ1 સૂર્ય મિશન શરૂ કરશે

aditya L1 – sun mission : ચંદ્રયાન 3 મિશનની સફળતા બાદ હવે ઈસરો (Iએ સૂર્યના અભ્યાસ માટે સૂર્ય મિશન PSLV-C57/ આદિત્ય એલ 1 તૈયારી શરૂ કરી દીધી છે. આ અંતર્ગત યુઆરએસસી, બેંગલુરુ ખાતે પ્રાપ્ત થયેલો ઉપગ્રહ 10 દિવસ પહેલા જ SDSC-SHAR, શ્રીહરિકોટા ખાતે પહોંચ્યો હતો. ઈસરો હવે શ્રીહરિકોટા ખાતે સૂર્યના અભ્યાસ માટે સૂર્યયાન માટે તૈયારી શરૂ કરી દીધી છે.

ઈસરોએ ચંદ્રને સમજવાની સાથે સૂર્યને સમજવાની દિશામાં પગલું ભર્યું છે. આદિત્ય એલ 1 મિશનમાં સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે. સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા પ્રક્ષેપણ માટે તૈયાર થઈ રહી છે, ટુંક સમયમાં આ મામલે વધુ જાણકારી ઈસરો દ્વારા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આજે ઈસરોના ચંદ્રયાન 3 મિશનને સફળતા મળી છે, વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાથી ઉતરાણ કરી દીધુ છે. ચંદ્રયાન 3 ને સફળતા મળતા જ ઈસરોનું મુખ્યાલય તાળીઓના ગડગડાહટથી ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સફળતાનો શ્રેય વૈજ્ઞાનિકો અને ઈસરોની ટીમને આપી તેમને શુભેચ્છા પાઠવી હતી, તેમણે ભારત માટે ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી.

પીએમ મોદીએ સૂર્ય મિશન આદિત્ય એલ1ની કરી જાહેરાત

પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ચંદ્રયાન 3ની સફળતા વિશે વાત કરી ઈસરોના આગામી સૂર્ય મિશન માટેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી બાળકો ગીત ગાતા હતા, ‘ચંદા મામા દુર કે’, હવે ભવિષ્યમાં ગાશે ‘ચંદા મામા ટુર હૈ’. તેમણે કહયું ભારત આટલે અટકશે નહીં, હવે ભારત બ્રહ્માંડને સમજવા વધુ ને વધુ અભ્યાસ ચાલુ રાખશે. આ અંતર્ગત હવે સૂર્યનો અભ્યાસ કરવા સૂર્ય મિશન આદિત્ય એલ1 માટે પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

ગગનયાન મિશન અપડેટ

ઈસરોએ ગગનયાન મિશન વિશે પણ અપડેટ માહિતી ટ્વીટ દ્વારા આપી છે. ઈસરોએ જણાવ્યું છે કે, VSSC/ISRO, ADRDE/ અને DRDO India ના સહયોગથી ચંડીગઢમાં RTRS સુવિધા ખાતે સફળતાપૂર્વક ડ્રોગ પેરાશૂટ જમાવટ પરીક્ષણો હાથ ધર્યા છે. ડ્રૉગ પેરાશૂટ, પાયરો-આધારિત મોર્ટારથી સજ્જ, એક સરળ વંશની ખાતરી કરવા માટે ફરીથી પ્રવેશ દરમિયાન ક્રૂ મોડ્યુલને સ્થિર અને ધીમો પાડે છે. પરીક્ષણો ટેસ્ટ વ્હીકલ-D1 મિશનમાં ડ્રોગ પેરાશૂટને એકીકૃત કરવા માટે ખાતરી આપે છે.

આ પણ વાંચોChandrayaan 3 : ચંદ્ર પર ભારતનો સૂર્યોદય, ઈસરોએ રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડરનું થયું સફળ લેન્ડિંગ

ઉલ્લેખનીય છ કે, ચંદ્રયાન 3 મિશન અંતર્ગત ઈસરોએ વિક્રમ લેન્ડરને ચંદ્રની જમીન પર સફળતા પૂર્વક ઉતારી દીધુ છે. હવે થોડા સમયમાં વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવશે, અને ચંદ્રની સમપાટી પરથી વિવિધ માટીના, ખડકોના નમૂના લેશે, અને લેન્ડર દ્વારા ઈસરોને ડેટા મોકલશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ