Aditya L1 Mission, ISRO latest updates, video : ભારતનું પહેલું સૂર્ય મિશન આદિત્ય એલ 1 અત્યારે પૃથ્વીના આર્બિટમાં ફરી રહ્યું છે. તેના બધા જ ઉપકરણો સારી રીતે કામ કરી રહ્યા છે. ઈસરોએ આદિત્ય એલ 1નો એક વીડિયો શેર કર્યો છે. આદિત્ય એલ 1 એ સેલ્ફી લીધી છે અને અંતરિક્ષથી પૃથ્વી અને ચંદ્રનો અદભૂત વીડિયો પણ મોકલ્યો છે. વીડિયોમાં આ નજારો ખૂબ જ અદભૂત નજર આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આદિત્ય એલ 1ને 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર લોન્ચ કર્યું હતું. અત્યાર સુધીમાં આદિત્ય એલ 1ને બે અર્થ બાઉન્ડ મૈન્યુવર્સ સફળતા પૂર્વક પાર કરી લીધા છે. આદિત્ય એલ 1 ચાર મહિનાની સફર કાપીને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે સ્થિત એલ 1 પોઈન્ટ સુધી પહોંચશે. ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું છે કે આદિત્ય એલ 1માં લાગેલા કેમેરાએ સેલ્ફી લીધી છે. આદિત્ય એલ 1માં લાગેલા બે પેલોડ્સ VELC અને SUIL ની તસવીર પણ ચોખ્ખી દેખાઈ રહી છે. વીડિયોમાં આદિત્ય એલ 1ના કેમેરાથી પૃથ્વી અને ચંદ્રનો પણ વીડિયો બનાવ્યો છે. આ વીડિયો 4 સપ્ટેમ્બરનો છે.
શું છે સૂર્યાયાન મિશન?
ઈસરો પોતાના પહેલા સૂર્ય મિશન આદિત્ય એલ 1 અંતર્ગત સૂરજથી નીકળનારી કિરણોનું અધ્યયન કરશે. આદિત્ય એલ 1 સૂરજ અને પૃથ્વી વચ્ચેમાં લેરેજ પોઇન્ટ 1 પર રાખવામાં આવશે. આદિત્ય એલ 1માં લાગેલા 7 પેલોડ્સ સૂરજથી નીકળના વિભિન્ન કિરણોનું અધ્યયન કરશે. આદિત્ય એલ 1 સૂરજના કોરોનાથી નિકળનારી ગરમી અને ગરમ હવાઓની સ્ટડી પણ કરશે.
ઈસરો આ મિશનની મદદથી સૌર્ય વાયુમંડળને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આદિત્ય એલ 1 સૌર હવાઓને વિભાજન અને તાપમાનનું અધ્યયન કરશે. આદિત્ય એલ 1 સૌર તોફાનોના આવવાનું કારણ, સૌર લહેરો અને તેની ધરતીના વાયુમંડળ પર શું અસર થશે એની પણ ખબર પડશે.