ઇસરોએ દેશના પહેલા સૂર્ય મિશન અંતર્ગત આદિત્ય એલ1ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી શનિવારે લોન્ચ કર્યો હતો. ઇસરોએ શનિવારે સવારે 11.50 મિનિટ પર ઇસરોના વિશ્વાસપાત્ર પોલર સેટેલાઇટ લોન્ટ વ્હીકલ પીએસએલવી થકી શ્રીહરીકોટા અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
આદિત્ય એલ1 સૂરજથી નિકળનારી ગર્મી અને ગરમ હવાની સ્ટડી કરશે. અને સૌર હવાઓને વિભાજન અને તાપમાનની સ્ટડી કરશે. સૌર વાયુમંડળને સમજવાનો પ્રયત્ન કરશે. આદિત્ય એલ 1 સૂર્યનું અધ્યયન કરનાર પહેલું અંતરિક્ષ યાન છે. ઇસરોએ આ લોન્ચિંગનો વીડિયો શેર કર્યો છે.