/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Earthquake.jpg)
ભૂકંપ (પ્રતિકાત્મક તસવીર) photo - social media
Afghanistan Earthquake : અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જેની અસર ઉત્તર ભારતમાં પણ જોવા મળી છે. ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ હિન્દુકુશ રિઝન હતું. આ ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં પણ ભૂકંપના ઝટકા જોવા મળ્યા છે. આ સિવાય પાકિસ્તાનના લાહોર, ઇસ્લામાબાદ, રાવલપિંડી અને ખૈબર પખ્તુનખ્વામાં પણ ભૂંકપના આંચકા આવ્યા છે.
દિલ્હી NCRમાં ક્યાં ક્યાં અનુભવાયો ભૂકંપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ, સોનીપત સહિત સમગ્ર દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. હાલમાં આ ભૂકંપના કારણે ભારતમાં કોઈ નુકસાનના અહેવાલ નથી.
પાકિસ્તાનમાં ભૂકંપ પછી શું છે સ્થિતિ?
ન્યૂઝ વેબસાઈટ ડોન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી હતી. પાકિસ્તાનના જે શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેમાં રાજધાની ઈસ્લામાબાદ, લાહોર, ખૈબર પખ્તુનખ્વા અને આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જુર્મથી 44 દક્ષિણ પૂર્વમાં હતું.ગત સપ્તાહે પાકિસ્તાનના ક્વેટામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો - અયોધ્યા રામ મંદિર : શ્રી રામ જન્મભૂમિ વિશે તમારે જાણવા જેવી મુખ્ય બાબતો
ભૂકંપનું કારણ
પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે દબાણ વધે છે, પ્લેટો તૂટી જાય છે. તેમના ભંગાણને કારણે, અંદરની ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. આ પ્રક્રિયા પછી ભૂકંપ આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us