અતીક-અશરફની હત્યા કેસ બાદ સર્વિલન્સ પર લીધેલો 800 નંબરો અચાનક બંધ થયા, STFની તપાસ તેજ

Atiq Ashraf Ahmed Killed In Prayagraj : ઉમેશ પાલની હત્યા બાદ પોલીસે શૂટર્સને શોધવા માટે દોસ્તો અને સંબંધીઓના આશરે 800 મોબાઇલ નંબરો સર્વેલન્સ પર નાંખ્યા હતા.

Written by Ankit Patel
April 21, 2023 12:39 IST
અતીક-અશરફની હત્યા કેસ બાદ સર્વિલન્સ પર લીધેલો 800 નંબરો અચાનક બંધ થયા, STFની તપાસ તેજ
આ હુમલામાં બંનેના મોત થયા હતા. અતીક છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ કસ્ટડીમાં હતો. તેને ઘણીવાર કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરવામાં આવતો હતો. આ દરમિયાન અતીકના સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા. તેની હત્યા બાદ તેના વિશે ઘણા સમાચાર આવવા લાગ્યા. હાલમાં જ અતીકની સંપત્તિ વિશે માહિતી સામે આવી છે. (પીસી: જનસત્તા)

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના કેસમાં તપાસમાં સતત નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ઉમેશ પાલની હત્યા બાદ પોલીસે શૂટર્સને શોધવા માટે દોસ્તો અને સંબંધીઓના આશરે 800 મોબાઇલ નંબરો સર્વેલન્સ પર નાંખ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પૈકીના અનેક નંબરો અતીક-અશરફની હત્યા બાદ બંધ થયા છે. આ નંબરો અચાનક બંધ થવાના કારણે પોલીસે બંધ કરેલા નંબરોની તપાસ તેજ કરી દીધી છે. આ લોકોની સંપૂર્ણ ડિટેલ કાઢવામાં આવી રહી છે.

ઉમેશ પાલ હત્યાંકાડ બાદ સર્વેલન્સ પર હતા નંબરો

24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના બે ગનર્સની ધોળાદિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે પોલીસે અતીક અહેમદ અને તેની સાથે સંકળાયેલા લોકો ઉપરાંત શૂટર્સના દોસ્તો અને સંબંધીઓના નંબરો સર્વેલન્સ પર નાંખ્યા હતા. તેની સતત મોનિટરિંગ કરવામાં આવતી હતી. અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ આમાંથી મોટાભાગના નંબરો બંધ થયા છે. પોલીસે જે નંબરો સર્વેલન્સ પર નાંખા હતા તેમનામાંથી નંબરો બંધ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

22 જિલ્લાઓ સુધી પહોંચી તપાસ

તપાસમાં સામે આવ્યું છે કે જે નંબર બંધ થયા છે તેમાંથી વધારે ઉત્તર પ્રદેશના 22 જિલ્લાઓના છે. આમાંથી અતીકના સંબંધીઓથી અનેક બિલ્ડર અને જેલમાં બંધ અતીકના જૂથોની નજીકના સંબંધીઓના આશરે ત્રણ હજારથી વધારે લોકોની તપાસ કરી રહી છે. જેમાંથી મોટાભાગના નંબરો બંધ હોઇ શકે છે. અતીક સાથે જોડાયેલા લોકોને ડર છે કે તપાસનો રેલો તેમના સુધી ન પહોંચી શકે. આવી સ્થિતિમાં નબંરો ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ