અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના કેસમાં તપાસમાં સતત નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ઉમેશ પાલની હત્યા બાદ પોલીસે શૂટર્સને શોધવા માટે દોસ્તો અને સંબંધીઓના આશરે 800 મોબાઇલ નંબરો સર્વેલન્સ પર નાંખ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પૈકીના અનેક નંબરો અતીક-અશરફની હત્યા બાદ બંધ થયા છે. આ નંબરો અચાનક બંધ થવાના કારણે પોલીસે બંધ કરેલા નંબરોની તપાસ તેજ કરી દીધી છે. આ લોકોની સંપૂર્ણ ડિટેલ કાઢવામાં આવી રહી છે.
ઉમેશ પાલ હત્યાંકાડ બાદ સર્વેલન્સ પર હતા નંબરો
24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના બે ગનર્સની ધોળાદિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે પોલીસે અતીક અહેમદ અને તેની સાથે સંકળાયેલા લોકો ઉપરાંત શૂટર્સના દોસ્તો અને સંબંધીઓના નંબરો સર્વેલન્સ પર નાંખ્યા હતા. તેની સતત મોનિટરિંગ કરવામાં આવતી હતી. અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ આમાંથી મોટાભાગના નંબરો બંધ થયા છે. પોલીસે જે નંબરો સર્વેલન્સ પર નાંખા હતા તેમનામાંથી નંબરો બંધ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
22 જિલ્લાઓ સુધી પહોંચી તપાસ
તપાસમાં સામે આવ્યું છે કે જે નંબર બંધ થયા છે તેમાંથી વધારે ઉત્તર પ્રદેશના 22 જિલ્લાઓના છે. આમાંથી અતીકના સંબંધીઓથી અનેક બિલ્ડર અને જેલમાં બંધ અતીકના જૂથોની નજીકના સંબંધીઓના આશરે ત્રણ હજારથી વધારે લોકોની તપાસ કરી રહી છે. જેમાંથી મોટાભાગના નંબરો બંધ હોઇ શકે છે. અતીક સાથે જોડાયેલા લોકોને ડર છે કે તપાસનો રેલો તેમના સુધી ન પહોંચી શકે. આવી સ્થિતિમાં નબંરો ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે.