/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Ahmedabad-Ayodhya-Flight-Time-Table-Ticket-Fare.jpg)
અમદાવાદ અયોધ્યા ફ્લાઈટ નું ટાઈમ ટેબલ અને ટિકિટ ભાડુ
Ahmedabad Ayodhya Flight Time Table Ticket Fare : અયોધ્યાથી અમદાવાદની ફ્લાઇટનું બુકિંગ શરૂ | અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ અભિષેક સમારોહ યોજાનાર છે. આ અવસર પર વધુને વધુ રામ ભક્તો અયોધ્યા પહોંચવા આતુર છે. જો કે, યુપી સરકાર અને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે સામાન્ય લોકોને આ પ્રસંગના દિવસે અયોધ્યા ન આવવા વિનંતી કરી છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આજે (11 જાન્યુઆરી, 2024) ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ અયોધ્યા માટે રવાના થઈ છે. ઈન્ડિગો એરલાઈનની આ પ્રથમ ફ્લાઈટને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફ્લેગ ઓફ કરી હતી.
સમાચાર એજન્સી ANI દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અમદાવાદ એરપોર્ટ પરના મુસાફરો પણ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં જોવા મળે છે.
અયોધ્યા-અમદાવાદ ફ્લાઈટ
તમને જણાવી દઈએ કે, અમદાવાદ-અયોધ્યા વચ્ચે ઈન્ડિગો ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/RAM-Sita.jpg)
અમદાવાદ અયોધ્યા ફ્લાઈટ ટાઈમ ટેબલ
તમને જણાવી દઈએ કે, અમદાવાદ-અયોધ્યા વચ્ચે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. ફ્લાઇટ અમદાવાદથી સવારે 9.10 વાગ્યે ઉપડશે અને સવારે 11 વાગ્યે અયોધ્યા લેન્ડ થશે. જ્યારે અયોધ્યાથી ટેકઓફનો સમય સવારે 11.30 વાગ્યાનો છે અને તે બપોરે 1.40 વાગ્યે અમદાવાદ પહોંચશે.
Delighted to flag off our inaugural flight from #Ayodhya to #Ahmedabad. #goIndiGo#NewDestination#Aviation#Launch#AyodhyaDham@MoCA_GoI@JM_Scindia@myogiadityanathpic.twitter.com/O8wjyVxHcy
— IndiGo (@IndiGo6E) January 11, 2024
22 જાન્યુઆરીએ 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે
સીએમ યોગીએ આ અવસર પર કહ્યું, 'ઉત્તર પ્રદેશને ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવા માટે હું પીએમ મોદીનો આભારી છું. 30 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન થયું હતું. આ સાથે દિલ્હી-અયોધ્યા વચ્ચે હવાઈ સેવા શરૂ થઈ. તેમણે વધુમાં કહ્યું કે, 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે લગભગ 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે. તેનાથી અયોધ્યા એરપોર્ટની ક્ષમતા પણ તપાસવામાં આવશે.
माननीय केंद्रीय मंत्री श्री @JM_Scindia जी की उपस्थिति में आज श्री अयोध्या धाम और अहमदाबाद के मध्य IndiGo की Flight के वर्चुअल माध्यम से उद्घाटन कार्यक्रम में लखनऊ से सम्मिलित हुआ।
इस वायु सेवा के लिए @IndiGo6E को हृदय से धन्यवाद और भारत सरकार के प्रति आभार!
आप सभी को बधाई! pic.twitter.com/rzNP2vrDxs— Yogi Adityanath (@myogiadityanath) January 11, 2024
અમદાવાદ અયોધ્યા ફ્લાઈટ ટિકિટ ભાડુ
ઉલ્લેખનીય છે કે, જ્યારે ઈન્ડિગોએ અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાણકારી આપી હતી, ત્યારે તેનું ભાડું 4000 રૂપિયાની આસપાસ હતું. પરંતુ રામલલાના દર્શન માટે ભીડને કારણે હાલમાં ફ્લાઈટની ટિકિટ ખૂબ મોંઘી થઈ છે. 12 જાન્યુઆરીએ અમદાવાદ અને અયોધ્યા વચ્ચેની ફ્લાઈટ ટિકિટની કિંમત ઈન્ડિગોની વેબસાઈટ પર રૂ. 6000 સુધી હાલ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, ફ્લાઇટની કિંમતો ગતિશીલ છે, તેથી તેમની કિંમતો માંગના આધારે વધતી અને ઘટતી રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us