/indian-express-gujarati/media/media_files/2026/01/08/ai-in-indian-judiciary-and-courts-2026-01-08-18-15-10.jpg)
ભારતીય અદાલતોમાં ટેકનોલોજીનો નવો યુગ: AI દ્વારા ન્યાય પ્રક્રિયામાં ઝડપ Photograph: (Grok AI)
લીગલ ડેસ્ક | અમદાવાદ: ભારતીય અદાલતોમાં લાખો કેસોનો ભરાવો અને 'તારીખ પર તારીખ'ની પરંપરા હવે ભૂતકાળ બની શકે છે. ભારતનું ન્યાયતંત્ર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને અપનાવીને હાઈ-ટેક બની રહ્યું છે. સુપ્રીમ કોર્ટથી લઈને દેશની વિવિધ હાઈકોર્ટ અને વકીલોની ચેમ્બર સુધી AI ઝડપી વિસ્તરી રહ્યું છે.
TERES અને SUVAS: ભાષા અને લખાણના અવરોધો દૂર
અગાઉ કોર્ટમાં દલીલોને રેકોર્ડ કરવી અને ચુકાદાઓનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરવો એ કઠિન અને વધુ સમય લેનારુ કામ હતું. પરંતુ હવે TERES (Technology Enabled ReSolution) જેવી સિસ્ટમ બંધારણીય બેંચની સુનાવણી દરમિયાન મૌખિક દલીલોને રીઅલ ટાઇમમાં ટેક્સ્ટમાં રૂપાંતરિત કરી શકે છે. જે ભારતીય અદાલતોમાં AI સાથેની મોટી ડિજિટલ ક્રાંતિ સમાન છે.
બીજી તરફ, સુપ્રીમ કોર્ટનું SUVAS (Supreme Court Vidhik Anuvaad Software) અત્યાર સુધીમાં 83,783 થી વધુ ચુકાદાઓનો 18 પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરી ચૂક્યું છે. જેમાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને તમિલ જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. આનાથી સામાન્ય નાગરિક પોતાની ભાષામાં ન્યાયને સમજી શકે છે.
કેરળ હાઈકોર્ટ: AI નો ઉપયોગ કરવામાં અગ્રેસર
કેરળ હાઈકોર્ટે AI ના ઉપયોગમાં માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. અહીં ફાઇલિંગ સ્ટેજ પર જ AI સિસ્ટમ દસ્તાવેજોની ચકાસણી કરે છે. અત્યાર સુધીમાં લગભગ 46,000 કેસોનું સ્ક્રીનિંગ AI દ્વારા કરવામાં આવ્યું છે, જેનાથી માનવીય ભૂલોમાં ઘટાડો થયો છે અને સમયની મોટી બચત થઈ છે.
Adalat AI: જજ અને વકીલોના કામનું ભારણ ઘટ્યું
ભારતના 9 રાજ્યોની હાઈકોર્ટમાં Adalat AI કાર્યરત છે. આ ટૂલ જજને વિવિધ તબક્કે લિસ્ટેડ કેસોને એક જ વિન્ડોમાં જોવામાં મદદ કરે છે. જ્યારે વકીલ કે જજ કોઈ કલમ બોલે છે (જેમ કે 'Section 128 sub-section 2'), ત્યારે સિસ્ટમ તેને તરત જ સમજીને સ્ટ્રક્ચર તૈયાર કરી દે છે. આનાથી ટ્રાન્સક્રિપ્શનનું કામ જે પહેલા અઠવાડિયાઓ લેતું હતું તે હવે ગણતરીની મિનિટોમાં થાય છે.
શું AI જજની જગ્યા લેશે?
ના, નિષ્ણાતો અને AI ડેવલપર્સ સ્પષ્ટપણે માને છે કે AI નો હેતુ કોર્ટ સ્ટાફ કે જજને બદલવાનો નથી, પરંતુ તેમને 'આસિસ્ટ' કરવાનો છે. મોટા દસ્તાવેજોમાંથી મુખ્ય મુદ્દાઓ તારવવા માટે SUPACE અને LegRAA જેવા ટૂલ્સ વપરાય છે. AI ટ્રાન્સક્રિપ્ટ તૈયાર કરે છે, પરંતુ માનવીય હસ્તક્ષેપ (Human Interface) દ્વારા તેની ચોકસાઈ ચકાસવામાં આવે છે. AI ના ઉપયોગથી કેસની સમીક્ષા સરળ બની રહી છે.
કોર્ટ ઉપયોગી AI ટૂલ્સ અને કામગીરી
SUVAS
SUVAS (Supreme Court Vidhik Anuvaad Software) ટૂલ ચુકાદાઓનો પ્રાદેશિક ભાષામાં અનુવાદ કરી શકે છે. જે સુપ્રીમ કોર્ટમાં ઉપયોગમાં લેવાય છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓને આ ટૂલની મદદથી 18 ભાષાઓમાં અનુવાદ કરી શકાય છે.
TERES
TERES (Technology Enabled ReSolution) ટૂલ કોર્ટ સુનાવણી દરમિયાન મૌખિક દલીલોને રીઅલ ટાઇમમાં ટેક્સ્ટમાં રૂપાંતરિત કરી શકે છે. આ ટૂલનો ઉપયોગ સુપ્રીમ કોર્ટ અને અન્ય આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ થઇ રહ્યો છે.
Adalat AI
અદાલત AI ટૂલ કેસ મેનેજમેન્ટ અને કોર્ટ કામગીરીનો વર્કલોડ હળવો કરવામાં થાય છે. આ ટૂલથી કેસ કાર્યવાહી સરળતાથી મેનેજ કરી શકાય છે. આ ટૂલ 9 રાજ્યોની હાઈકોર્ટમાં ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.
SUPACE
સુપેસ (SUPACE) ટૂલ મુખ્યત્વે લીગલ રિસર્ચ અને ડેટા એનાલિસિસ માટે વપરાય છે. આ ટૂલનો ઉપયોગ ન્યાયિક સંશોધન માટે થાય છે. આ ટૂલથી સરળતાથી ડેટા એનાલિસિસ કરી શકાય છે.
Jhana AI
આ ટૂલ કેસ મેનેજમેન્ટ મોડ્યુલ સમજવામાં અને સરળતાથી મેનેજ કરી શકાય છે. હાલમાં કર્ણાટક હાઈકોર્ટ પ્રાથમિક ધોરણે આ ટૂલનો ઉપયોગ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us