/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/supreme-court.jpg)
સુપ્રીમ કોર્ટ (તસવીર - એક્સપ્રેસ)
supreme court bans fire crackers across India : દિલ્હીમાં મંગળવારે સવારે પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ કેટેગરીમાં નોંધાયું હતું. રાજધાનીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) મંગળવારે સવારે 7 વાગ્યા સુધીમાં 395 નોંધાયો હતો. પડોશી રાજ્ય હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં પણ વધારે પ્રદુષણ છે. એક્યુઆઈ ગાઝિયાબાદમાં 338, ગુરુગ્રામમાં 364, નોઈડામાં 348, ગ્રેટર નોઈડામાં 439 અને ફરીદાબાદમાં 382 નોંધાયો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ લગાવવાના મામલાની સુનાવણી કરતા કહ્યું કે અમે પહેલા જે આદેશ આપ્યા હતા તે માત્ર દિલ્હી માટે નથી.
કોર્ટે કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ મુકવાનો અમારો આદેશ સમગ્ર દેશ માટે હતો. અમારા અગાઉના આદેશમાં અમે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો મુદ્દો સ્થાનિક સરકાર પર છોડી દીધો હતો. સાથે હોસ્પિટલ જેવા આરોગ્ય-સંવેદનશીલ સ્થળોએ ફટાકડા ન ફોડવા, ફટાકડા માટે સમયમર્યાદા નક્કી કરવા માટે કહ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે એનસીઆરમાં આવતા રાજસ્થાનના વિસ્તારો માટે પણ દિલ્હી-એનસીઆરના નિયમો લાગુ પડશે. એટલે કે ત્યાં પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
પ્રદૂષણ રોકવું એ માત્ર કોર્ટનું કામ નથી
દિલ્હી એનસીઆર સહિત દેશભરના અન્ય શહેરોમાં વધી રહેલા પ્રદૂષણના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. પંજાબમાં પરાળ સળગાવવાની સાથે દેશના બાકી ભાગોમાં વિભિન્ન કારણોસર પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે તેની નોંધ લેતા કોર્ટે કહ્યું હતું કે પ્રદૂષણને રોકવાનું કામ માત્ર કોર્ટનું જ નથી, આ બધાની જવાબદારી છે ખાસ કરીને સરકારની સૌથી વધારે જવાબદારી છે.
આ પણ વાંચો - જો કેજરીવાલની ધરપકડ થશે તો દિલ્હીની કમાન કોણ સંભાળશે? ધારાસભ્યોએ કરી આવી અપીલ
સુપ્રીમ કોર્ટે પંજાબને પરાળી સગળાવવાથી રોકવાનો આદેશ આપ્યો
બીજી તરફ સુપ્રીમ કોર્ટે મંગળવારે પંજાબ સરકારને પરાળ સળગાવવાનું બંધ કરવાનું કહ્યું હતું. કોર્ટે પંજાબને જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આ (પરાળ સળગાવવાનું) બંધ થાય. અમને ખબર નથી કે તમે તે કેવી રીતે કરો છો, તે તમારું કામ છે પરંતુ તે બંધ થવું જોઈએ. તરત કશુંક કરવું પડશે. સુપ્રીમ કોર્ટે મુખ્ય સચિવોને પૂછ્યું હતું કે પ્રદૂષણના મુદ્દે રાજ્યોએ ભૌતિક રીતે અથવા ઝૂમના માધ્યમથી બેઠક કરવી જોઈએ?
સુપ્રીમ કોર્ટનું માનવું છે કે પ્રદૂષણની સમસ્યાથી નિપટવા માટે વાહનો માટે ઓડ-ઇવન જેવી યોજનાઓ માત્ર એક ઢોંગ છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું કે નગરપાલિકાનો કચરો ખુલ્લામાં સળગાવવામાં ન આવે. દિલ્હીને દર વર્ષે આ તબક્કામાંથી પસાર થવાની મંજૂરી આપી શકાતી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us