Badruddin Ajmal Apology: AIUDFના સુપ્રીમો અને અસમથી લોકસભાના સાંસદ બદરુદ્દીન અજમલે હિન્દુ સમુદાય પર કરેલી પોતાની વિવાદિત ટિપ્પણી માટે માફી માંગી લીધી છે. તેમણે કહ્યું કે તે આ વિવાદથી શર્મિદા છે. બદરુદ્દીનની ટિપ્પણીને લઇને અસમના ઘણા ભાગોમાં તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીને તોડી મરોડીને રજુ કરી છે મેં કોઇ સમુદાયને નિશાન બનાવ્યો નથી.
AIUDF ચીફે કહ્યું કે મેં કોઇ વ્યક્તિને નિશાન બનાવ્યા નથી અને ના હિન્દુ શબ્દનો ઉપયોગ કર્યો છે. હું કોઇનું દિલ દુભાવવા માંગતો નથી પણ આ એક મુદ્દો બની ગયો અને મને તેના માટે અફસોસ છે. આ માટે હું શર્મિદા છું. આ મારા જેવા વરિષ્ઠ વ્યક્તિ સાથે થવું જોઈતું ન હતું. આ મુદ્દા પર પોલીસ કેસ પર અજમલે કહ્યું કે પોલીસ કેસ રાજનેતાઓના ગ્રાફને ઉપર લઇ જાય છે.
અસમના સાંસદ બદરુદ્દીન અજમલે કહ્યું કે ઘણા હિન્દુ નેતા રોજ મુસલમાનોની વિરુદ્ધ બોલે છે પણ તેમની સામે કેસ નોંધાયો નથી. બધા માટે સમાન વિકાસ અને અધિકારની તેમની ટિપ્પણીઓના મૂળમાં હતી. જે માટે એક અલગ એંગલ આપવામાં આવ્યો છે.
ગુજરાત ચૂંટણી સાથે જોડીને ટીએમસીનો હંગામો
બદરુદ્દીન અજમલના રાજનીતિક વિરોધીઓએ તેમની ટિપ્પણીને ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે એઆઈયૂડીએફ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને બચાવવા માટે તેમના પગલાં પર ચાલી રહ્યા છે, જે ગુજરાતમાં સત્તા બચાવી રાખવાના પ્રયત્નમાં છે. તૃણમુલ કોંગ્રેસે AIUDF ચીફની વિવાદિત ટિપ્પણીને લઇને ભાજપા સાથે મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો અને ગુવાહાટીમાં તેમનું પુતળું બાળ્યું હતું.
શું છે ઘટના?
બદરુદ્દીન અજમલે શુક્રવારે એક ઇન્ટરવ્યૂમાં મહિલાઓ, હિન્દુ પુરુષો અને અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માને લઇને ટિપ્પણીઓ કરી હતી. વિવાદિત નિવેદન કરતા બદરુદ્દીન અજમલે કહ્યું હતું કે હિન્દુઓએ બાળકોના મામલે મુસલમાનોની ફોર્મ્યુલા અપનાવવી જોઈએ અને બાળકોના નાની ઉંમરમાં લગ્ન કરી નાખવા જોઈએ. મુસ્લિમ યુવક 20 થી 22 વર્ષની ઉંમરમાં લગ્ન કરે છે અને મુસ્લિમ મહિલાઓ 18 વર્ષની ઉંમરમાં લગ્ન કરે છે, જે સંવૈધાનિક છે. હિન્દુ લગ્ન પહેલા એક, બે કે ત્રણ અવૈધ પત્નીઓ રાખે છે. તે બાળકોને જન્મ આપતી નથી, પોતાનો આનંદ લે છે અને પૈસા બચાવે છે.