Old Pension Scheme : મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે આગામી બજેટ સત્ર પહેલા જૂની પેન્શન યોજના (ઓપીએસ) પર નિર્ણય લેવામાં આવશે. અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જૂની પેન્શન યોજનાને લાવવાની માંગણી કરી રહેલા સરકારી કર્મચારીઓને ખાતરી આપી છે કે આગામી બજેટ સત્ર પહેલા નિર્ણય લેવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર સામાન્ય રીતે દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાય છે. નાગપુરમાં વિધાનભવન સંકુલમાં પત્રકારો સાથેની વાતચીતમાં પવારે ઓપીએસની માંગણી કરી રહેલા સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથેની તેમની વાતચીત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકારને માંગની તપાસ માટે રચાયેલી સમિતિનો અહેવાલ મળ્યો છે.
મહારાષ્ટ્રમાં ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની માંગ
મહારાષ્ટ્રમાં ઘણા સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓ ઓપીએસને પુન:સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે, જે 2005માં રાજ્યમાં બંધ કરવામાં આવી હતી. ઓપીએસ હેઠળ સરકારી કર્મચારીને તેના છેલ્લા પગારના 50 ટકા જેટલું માસિક પેન્શન મળે છે. ત્યારે તેમાં કર્મચારીઓ તરફથી પોતાનો હિસ્સો આપવાની જરૂર રહેતી ન હતી.
નવી પેન્શન યોજના હેઠળ રાજ્ય સરકારના કર્મચારીઓ તેમના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં 10 ટકા ફાળો આપે છે અને તે જ હિસ્સો સરકાર તરફથી આપવામાં આવે છે. આ પૈસાનું રોકાણ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા માન્ય ઘણા પેન્શન ફંડ્સમાં કરવામાં આવે છે અને તે મની માર્કેટ સાથે જોડાયેલું છે. પવારે કહ્યું કે વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ કર્મચારી નેતાઓ સાથે વાત કરશે.
આ પણ વાંચો – મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદમાં પણ ASI સર્વે થશે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઇકોર્ટે આપ્યો મોટો નિર્ણય
બજેટ સત્ર પહેલા લેવાશે નિર્ણય
અજિત પવારે કહ્યું કે વરિષ્ઠ સરકારી અધિકારીઓ કર્મચારીઓના નેતાઓ સાથે આ અંગે ચર્ચા કરશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે એક સમિતિની પણ રચના કરી છે, જોકે અમે તેને તેમની સાથે જોડીશું નહીં પરંતુ અમે તેમના અહેવાલની પણ તપાસ કરીશું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર તેના કર્મચારીઓના પેન્શન અંગે યોગ્ય નિર્ણય લેશે. તેમણે કહ્યું કે અમે તેમને (ઓપીએસની માંગ કરનારાઓના પ્રતિનિધિઓને) ગઈકાલે કહ્યું હતું કે ગઠબંધન સરકાર વિધાનસભાની ચૂંટણી પહેલા સકારાત્મક નિર્ણય લેશે પરંતુ તેઓ ઇચ્છે છે કે તે વહેલી તકે કરવામાં આવે.”
અજિત પવારે જણાવ્યું હતું કે ઓપીએસ 2031-32 સુધીમાં લાગુ થવાની ધારણા છે પરંતુ શક્ય તેટલી વહેલી તકે કોઈ રસ્તો શોધવાની વાત કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ તેમના અન્ય ચાર-પાંચ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે સરકાર આગામી બજેટ સત્ર પહેલા આ અંગે 100 ટકા નિર્ણય લેશે.