Ajmer Dargah Cleric Reply to Bilawal Bhutto: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કરેલી વ્યક્તિગત ટિપ્પણીઓ પર અજમેર દરગાહના એક મૌલવીએ આકરો પ્રહાર કર્યો છે. મૌલવીએ કહ્યું કે ભારતમાં મુસલમાનો પાકિસ્તાનીઓની સરખામણીમાં ઘણા વધારે સુરક્ષિત અને ઘણી સારી સ્થિતિમાં છે. અખિલ ભારતીય સૂફી સજ્જાદાનશીન પરિષદના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખના ઉત્તરાધિકારી હજરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે હું પાકિસ્તાની વિદેશ મંત્રી અને ઉપ વિદેશ મંત્રી દ્વારા અમારા પ્રધાનમંત્રી અને અમારી માતૃભૂમિ સામે ઉપયોગ કરવામાં આવેલી ઝેરીલી ભાષાની સખત ટિકા કરું છું.
ભારતે બિલાવલ ભુટ્ટો સામે ખોલ્યો મોરચો
આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે યૂએનએસવીમાં આતંકવાદને લઇને પાકિસ્તાન પર આકરો પ્રહાર કર્યો હતો. એસ જયશંકરે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવીને ઘણો પ્રહાર કર્યો હતો. આ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત પ્રહાર કર્યો હતો. પીએમ મોદી પર પ્રહાર પછી આરએસએસથી લઇને ભારતીય નેતાઓએ બિલાવલ ભુટ્ટો સામે મોરચો ખોલી દીધો છે.
આ પણ વાંચો – પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરી અભદ્ર ટિપ્પણી
16 ડિસેમ્બરનો દિવસ ના ભૂલે બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન
પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોની પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ નિવેદનને પાકિસ્તાન માટે અસભ્ય અને નિમ્ન સ્તરનું ગણાવ્યું છે. આટલું જ નહીં પાકિસ્તાનના વિદેશ મંત્રીને 1971ના તે દિવસની યાદ અપાવતા કહ્યું કે કદાચ તે દિવસને તે સ્પષ્ટ રુપથી ભૂલી ગયા છે. પાકિસ્તાન એક એવો દેશ છે જે ઓસામા બિન લાદનને એક શહીદના રુપમાં ગૌરવાન્વિત કરે છે. ઝકીઉર રહમાન લખવી, હાફિઝ સઇદ, મસૂદ અઝહર, સાજિદ મીર અને દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીઓને શરણ આપે છે.
બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું હતું
બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે હું ભારતને બતાવવા માંગું છું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે પણ ગુજરાતનો કસાઇ જીવિત છે અને તે ભારતના પ્રધાનમંત્રી છે.બિલાવલે કહ્યું કે પ્રધાનમંત્રી (પીએમ મોદી) બન્યા પહેલા આ દેશમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ આરએસએસના પ્રધાનમંત્રી અને આરએસએસના વિદેશ મંત્રી છે. આરએસએસ શું છે? આરએસએસ હિટલરના ‘SS’થી પ્રેરણા લે છે.