Amarnath Yatra : જમ્મુ અને શ્રીનગર વચ્ચે રોકવામાં આવી અમરનાથ યાત્રા, નેસનલ હાઇવે 44 પર ભારે ભૂસ્ખલન

Amarnath Yatra latest updates : ધિકારીઓએ જાણકારી આપતા કહ્યું હતું કે ભારે વરસાદના કારણે ટી2 મારોગ રામબનમાં ભૂસ્ખલન થયું છે. રસ્તા ઉપર ભારે કાટમાળ આવી ગયો છે. આવી સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાકીને અમરનાથ યાત્રા રોકવામાં આવી છે.

Written by Ankit Patel
August 09, 2023 09:39 IST
Amarnath Yatra : જમ્મુ અને શ્રીનગર વચ્ચે રોકવામાં આવી અમરનાથ યાત્રા, નેસનલ હાઇવે 44 પર ભારે ભૂસ્ખલન
અમરનાથ યાત્રા - Photo- ANI

અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે રોકવામાં આવી છે. જમ્મુથી શ્રીનગરના નેશનલ હાઇવે ઉપર ભૂસ્ખલન થયું છે. એટલા માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું હતું કે ભારે વરસાદના કારણે ટી2 મારોગ રામબનમાં ભૂસ્ખલન થયું છે. રસ્તા ઉપર ભારે કાટમાળ આવી ગયો છે. આવી સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાકીને અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. અત્યારે નેશનલ હાઇવે 44 ઉપર મુસાફરી ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે 500થી વધારે તીર્થયાત્રીઓનું એક નવું જૂથ અમરનાથ યાત્રામાં સામેલ થવા માટે ઘાટી માટે સોમવારે જમ્મુ શહેરથી રવાના થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે 451 પુરુષો અને 67 હિલાઓ સહિત કુલ 534 તીર્થયાત્રી કડક સુરક્ષા વચ્ચે 45 વાહનોના કાફલામાં અહીં ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થયું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર 1 જુલાઈ સુધી 4.55 લાખથી વધારે શ્રદ્ધાળુ ગુફા મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે.

સુરક્ષાની કડક વ્યવસ્થા

અમરનાથ માટે ગૃહ મંત્રાલયે સીઆરપીએફના 40,000થી વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા છે. યાત્રા અંગે સ્થાનિક પોલીસ દળ ઉપર 60,000 સુરક્ષાકર્મી તૈનાત છે. તેમણે માત્ર યાત્રાની સુરક્ષા માટે લગાવવામાં આવ્યા છે. જોકે હવામાનને જોતા પ્રશાસનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને તૈનાત કર્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.

સુરક્ષાને જોતા યાત્રાની જીપએસથી દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. દરેક યાત્રી ઉપર કડક નજર રાખવામાં આવી રહી છે. દરેક ખૂણે પોલીસ, સીઆરપીએફ, સેના, બીએસએફ અને એસએબીસીના જવાનો તૈનાત છે. દિવસ-રાત પેટ્રોલિંગ કરી રહી છે.

ભૂસ્ખલનની ઘટના બાદ નેશનલ હાઇવેને આગામી સૂચના ન આવે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો છે. 250 કિલોમિટર લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે દેશના બાકીના ભાગનો જોડનારો એક માત્ર દરેક મોસમમાં ચાલું રહેતો હાઇવે છે. જ્યારે મુગલ રોડ જમ્મુના પૂંછ જિલ્લાના બુફલિયાજ શહેરને જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લાને જોડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ