દીપ મુખરજી : કોંગ્રેસની ભારત જોડો યાત્રા 3 ડિસેમ્બરે રાજસ્થાનની સરહદમાં પ્રવેશ કરશે. તેને લઇને રાજસ્થાનમાં સત્તામાં રહેલી કોંગ્રેસ જોર શોરથી વ્યવસ્થા કરી રહી છે. તેના પર નજર રાખવા માટે રાજ્ય અને જિલ્લા સ્તર પર વિભિન્ન સમિતિઓ બનાવી છે. જોકે કોંગ્રેસની આ યાત્રા પર સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા તણાવની અસર થવાની સંભાવના છે.
રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાના 20 દિવસો દરમિયાન ઝાલાવાડ, કોટા, સવાઇ માધોપુર, દૌસા અને અલવર થઇને પસાર થવાની સંભાવના છે. જણાવી દઈએ કે યાત્રાની નજર રાખવા માટે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા બનાવેલી રાજ્ય સ્તરીય સમન્વય સમિતિમાં સીએમ ગેહલોત અને પૂર્વ ડિપ્ટી સીએમ પાયલટ બન્ને સામેલ છે.
આવામાં બન્ને વચ્ચેનો સમન્વય ભારત જોડો યાત્રા પર અસર પડવાની સંભાવના છે. જણાવી દઈએ કે ગેહલોત અને પાયલટ વચ્ચે લાંબા સમયથી તણાવથી હાઇકમાન્ડ પરેશાન છે. આવામાં યાત્રા રાજસ્થાન પહોંચવા પહેલા પાર્ટીના બે શીર્ષ નેતાઓના જૂથો વચ્ચે સમજુતી કરાવવાનો પડકાર પાર્ટી સામે ઉભો છે.
આ પણ વાંચો – અમિત શાહે પાકિસ્તાન પર નિશાન ટાંક્યું, આતંકવાદને આશરો આપનાર સામે કડક આર્થિક કાર્યવાહી કરવાની જરૂર
હાલમાં જ કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી દરમિયાન અશોક ગેહલોતનું નામ પ્રમુખ તરીકે સામે આવ્યું હતું. જોકે રાજસ્થાનમાં મુખ્યમંત્રીના પદને લઇને સચિન પાયલટનું નામ ઉછાળવા પર ગેહલોત જૂથના ધારાસભ્યોએ બળવો કર્યો હતો. ત્યારે પાયલટ અને ગેહલોતના જૂથમાં તણાવ ફરીથી સામે આવ્યો હતો. આવામાં પાયલટ જૂથે હાલમાં જ માંગણી કરી હતી કે રાજ્યમાં ભારત જોડો યાત્રાના પ્રવેશ પહેલા પાર્ટી હાઇકમાન્ડ આ પ્રકારની મુંઝવણનો ઉકેલ લાવે.
આવામાં ગેહલોત અને પાયલટ વચ્ચે તણાવને જોતા પાર્ટી એક કોમન ચહેરાની શોધમાં છે. પાયલટ જૂથ સામે ગેહલોત જૂથની આક્રમકતા કોંગ્રેસ માટે પરેશાનીનું કારણ બનેલું છે. વિધાનસભા ચૂંટણી પણ નજીકમાં આવી રહી છે તે જોતા પાર્ટી બન્નેના વિવાદનો ઉકેલ લાવવાના પ્રયત્નમાં છે. જો તેમાં સુધાર ના થાય તો પાર્ટી કોમન ચહેરાની શોધમાં પણ જઈ શકે છે.