/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Uddhav-vs-Shinde.jpg)
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે (Express photos)
શુભાંગી ખાપરે :ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી) દાવો કરી રહી છે કે મહારાષ્ટ્રમાં 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી સેનાના મોટાભાગના ધારાસભ્યો અને સાંસદો પોતાના પક્ષમાં પાછા ફરવા માંગે છે અને તેમની વચ્ચે અશાંતિ વધી રહી છે.
સેના (યુબીટી)ના સાંસદ વિનાયક રાઉતે સોમવારે દાવો કર્યો હતો કે શિંદે જૂથમાં સામેલ થયેલા અમારા કુલ 40 ધારાસભ્યોમાંથી 22 ધારાસભ્યો ઉદ્ધવ સેનામાં પાછા ફરવાની યોજના બનાવી રહ્યા છે. અમારા 13 માંથી 9 સાંસદો કે જેમણે શિંદે સાથે બળવો કર્યો હતો તેઓ પણ પરત ફરવા માંગે છે. અગાઉ ઉદ્ધવ અને તેમના અનેક સાથીઓએ પણ આવા જ દાવા કર્યા હતા અને કહ્યું હતું કે જેમણે પોતાનો પક્ષ છોડી દીધો છે તેઓ તેમના પક્ષપલટાનો પસ્તાવો કરી રહ્યા છે.
સીએમ શિંદેએ આવા દાવાઓને ઉદ્ધવ સેનાની કલ્પના ગણાવ્યા છે અને આ દાવાને નકારી કાઢ્યા છે. તેમના જૂથના મિનિસ્ટર દીપક કેસરકરે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની સાથે રહેલા કેટલાક ધારાસભ્યો અને સાંસદો ખરેખર પક્ષ પલટો કરવાની યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. તેઓ 2024ની ચૂંટણી પહેલા ઉદ્ધવ સેના છોડીને શિંદેના નેતૃત્વવાળી પાર્ટીમાં જોડાશે. શિંદેસેનાના અન્ય એક મંત્રીએ તો એવો દાવો પણ કર્યો હતો કે શિવસેના (યુબીટી)માં માત્ર ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે જ રહેશે.
આ દાવાઓ અને પ્રતિ-દાવાઓ વચ્ચે મુદ્દો એ છે કે શિંદે સેનાની હરોળમાં કથિત અસ્વસ્થતા જોવા મળી રહી છે. જેમાં મંત્રીઓ સહિત તેના કેટલાક નેતાઓ ઘણીવાર ભાજપ સાથે ગઠબંધન સરકારમાં ફરિયાદ કરે છે. તેમની સરકારમાં ગૌણ ભૂમિકા ભજવવી પડે તેવી વધતી જતી ભાવના તેના ધારાસભ્યો અને સાંસદોમાં એક સામાન્ય બાબત રહી છે.
આ પણ વાંચો - વિજય રૂપાણી ફરી ચર્ચામાં, મોદી સરકારની પહોંચ વિસ્તારવા દિલ્હીની 3 લોકસભા બેઠકોનો હવાલો સંભાળ્યો
જૂન 2022માં શિંદેએ તત્કાલીન અવિભાજિત સેના સામે બળવા કર્યો હતો. જેમાં પાર્ટીના કુલ 56 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો જોડાયા હતા. જેના કારણે ઉદ્ધવના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકાર પડી ભાંગી હતી. પક્ષના કુલ 19 સાંસદોમાંથી 16 સાંસદો (દીવ દમણના એક સહિત) પણ શિંદે જૂથ તરફ વળ્યા હતા. જેના કારણે ઉદ્ધવ કેમ્પમાં માત્ર 7 સાંસદો અને 16 ધારાસભ્યો રહ્યા હતા.
2024ની ચૂંટણીઓ દરમિયાન વર્ચસ્વ અને એકીકરણ માટે હરીફ સેનાઓ વચ્ચે નેતાઓના સ્વિચઓવર સાથે ચિહ્નિત થયેલ સત્તા સંઘર્ષ વધુ તીવ્ર બનશે. ભાજપના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પાર્ટીમાં ભારે અશાંતિ છે. તેના માટે ત્રણથી ચાર નેતાઓ જવાબદાર છે. જોકે તેમણે પોતાના દાવા અંગે વિસ્તૃત વર્ણન કરવાનું ટાળ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે અશાંતિ વધુ આઘાતજનકમાં પરિણમશે અને ટૂંક સમયમાં જ તે જાહેરમાં આવી જશે. હવે મારે શા માટે બોલવું જોઈએ.
નિરીક્ષકોનું માનવું છે કે શિવસેનાના બંને જૂથો પર અનિશ્ચિતતાનો માહોલ છવાયેલો રહેશે, કારણ કે શિંદે કે ઉદ્ધવ બંનેમાંથી કોઈ પણ તેમના ધારાસભ્યોની ચાલની ખાતરી આપી શકે તેવી સ્થિતિમાં નથી.
સત્તાવાર રીતે શાસક ગઠબંધન ભાગીદારોએ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો છે. જેમાં શિંદે સેનાના તમામ ધારાસભ્યો અને સાંસદો તેમના મતવિસ્તારોમાંથી ચૂંટણી લડવા માટે ઉત્સુક છે. જોકે ભાજપ અને શિંદે સેના વચ્ચે બેઠકોની વહેંચણી એક મુશ્કેલ બાબત હશે. જેમાં બંને સાથી પક્ષો વાટાઘાટો અને તેના પર સખત સોદાબાજી કરશે તેવી અપેક્ષા છે.
શિંદે સેનાના સાંસદ ગજાનન કીર્તિકરે ભાજપને પહેલેથી જ ચેતવણી આપી છે કે તેઓ તેમનો ટેકો હળવાશથી ન લે અને કહે છે અમે 22 લોકસભા બેઠકો પર અમારા દાવાઓ રજૂ કરવા માંગીએ છીએ અને ઓછામાં સમાધાન કરીશું નહીં. મહારાષ્ટ્રમાં લોકસભા સીટોની કુલ સંખ્યા 48 છે.
શિંદે-ફડણવીસ સરકારે સુકાન સંભાળ્યું ત્યારથી શિંદે સેનાના એક વર્ગમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે, કારણ કે તેના માત્ર નવ ધારાસભ્યોને જ મંત્રી પદ મળી શક્યું હતું. શિંદે સેનાના કેટલાક સાંસદો પણ આ સ્થિતિથી નારાજ છે. જેમાંથી એકે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અમે મોદીના નેતૃત્વ હેઠળના ભાજપ સાથે જોડાવા માટે સશક્ત હોવાનું અનુભવીએ છીએ. પરંતુ પ્રોજેક્ટ્સ નક્કી કરવામાં અથવા અમારા મતવિસ્તારો માટે વધુ નાણાકીય ફાળવણીની માંગ કરવામાં અમારું કોઈ કહેવું નથી.
ભાજપના નેતૃત્વએ ઉદ્ધવ અને શિંદે વચ્ચેની લડાઈને સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે. ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે આપણે શા માટે તેમની લડાઈમાં ઉતરવું જોઈએ. અમારી ચિંતા ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવવાની હતી. જ્યારે શિંદેએ એમવીએ સરકારને પછાડવા માટે અમારા ફાયદા માટે બળવો કર્યો ત્યારે અમે ઠાકરે પક્ષની અંદરની અશાંતિ લાવ્યા હતા. અમારું કામ પૂરું થઈ ગયું.
જોકે ભાજપે શિંદે સેનાને ઉદ્ધવ સેનાને પરાજિત માટે સશક્ત બનાવવાની પણ માંગ કરી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે અમે તમામ 48 લોકસભા અને 288 વિધાનસભા બેઠકો માટે તૈયારી કરી રહ્યા છીએ. શિંદે જૂથના ઉમેદવારો જ્યાં ચૂંટણી લડે છે તે મતવિસ્તારોને ધ્યાનમાં લીધા વિના અમે તેમને તેમના એમવીએ હરીફો સામે જીતવામાં મદદ કરવા માટે અમારું સમર્થન આપીશું.
બંને સેનાએ સેનાના સંસ્થાપક અને ઉદ્ધવના પિતા બાલ ઠાકરેના વારસાને લઈને પોતપોતાના દાવા કરવાનું ચાલુ રાખ્યું છે. 19 જૂનના રોજ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે બંને તેમના શક્તિ પ્રદર્શન યોજવા માટે કમર કસી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us