scorecardresearch

અમિત શાહની અરુણાચલ પ્રદેશ યાત્રાથી ચીનના પેટમાં તેલ રેડાયું, કહ્યુ ‘આ મુલાકાત સરહદ પર શાંતિ માટે યોગ્ય નથી’

Amit shah arunachal pradesh visit : ભારતના ગૃહમંત્રી અમિત શાહે પોતાની અરુણાચલ પ્રદેશ યાત્રા દરમિયાન કહ્યું હતુ કે, કોઇ વ્યક્તિ ભારતીય વિસ્તારમાં ઘુષણખોરી કરે નહી તેના પર ભારતીય સૈનિકોની બાજ નજર રહેશે.

Amit Shah Wang Wenbin
અમિત શાહે અરુણાચલ પ્રદેશના કિબિથૂમાં 'વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' શરૂ કર્યો; તો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને અમિત શાહની મુલાકાતને પ્રદેશમાં શાંતિ માટે સાનુકૂળ ન હોવાની વાત કહી.

ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અરુણાચલ પ્રદેશ યાત્રાથી પડોશી દુશ્મન દેશ ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો છે. ચીને સોમવારે અમિત શાહની અરુણાચલ પ્રદેશમાં તે વિસ્તારની મુલાકાતનો ‘દ્રઢતા પૂર્વક’ વિરોધ કર્યો છે, જેના પર બેઇજિંગે પોતાનો દાવો કર્યો છે. ચીને તે વિસ્તારનું નામ બદલીને ઝાંગનાન કરી દીધું છે. અમતિ શાહે પોતાની અરુણાચલ પ્રદેશ મુલાકાત દરમિયાન કર્યું હતું કે, અમારા દેશના સૈનિક તેની ખાતરી કરી રહ્યા છે કોઇ પણ ભારતીય વિસ્તારમાં ઘુષણખોરી કરે નહીં.

શાહની મુલાકાત સરહદે શાંતિ માટે યોગ્ય નથી – ચીન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને કહ્યું કે, અમિત શાહની આસામ સહિત અરુણાચલ પ્રદેશની બે દિવસની મુલાકાત ચીનના પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે, અને તે સરહદી ક્ષેત્રમાં શાંતિ-સુલેહ માટે અનુકૂળ નથી”.

ચીને અરુણાચલ પ્રદેશના 11 વિસ્તારોના નામ બદલ્યા

આ દરમિયાન ચીને અરુણાલય પ્રદેશના 11 વિસ્તારોના નામ પણ બદલ્યા છે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નવા નામની યાદી જાહેર કર્યા પછી આ નિવેદન આપ્યું છે, જેને ચીનના મંત્રાલયના સ્ટેટ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ ભૌગોલિક નામોના નિયમો અનુસાર “ઝાંગનાન, તિબેટનો દક્ષિણ ભાગ” કહે છે.

બેઇજિંગે બે જમીન વિસ્તારો, બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વતીય શિખરો અને બે નદીઓ સહિત ચોક્કસ નામ આપ્યા છે અને સ્થાળોના નામ અને તેમના પેટા વહીવટી જિલ્લાઓની કેટેગરીની યાદી જાહેર કરી છે.

ચીનના નાગરિક બાબતોના મંત્રાલય દ્વારા અરુણાચલ પ્રદેશના ઓળખી કઢાયેલા ભૌગોલિક વિસ્તારોને અપાયેલા નામોની આ ત્રીજી યાદી હતી. અરુણાચલ પ્રદેશના છ સ્થળોના નામકરણની પ્રથમ યાદી વર્ષ 2017માં અને 15 સ્થળોની બીજી યાદી વર્ષ 2021માંજારી કરવામાં આવી હતી.

અમિત શાહનો અરુણાચલ પ્રદેશમાં કાર્યક્રમ ભારત-ચીન સરહદની નજીક

અરુણાચલ પ્રદેશના પ્રવાહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભારત-ચીન સરહદની નજીક આવેલા એક ગામમાં કિબિથૂમાં ‘વાઇબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામ’ (VVP)નો શુભારંભ કરવાના છે. તો કિબિથૂમાં ‘ગોલ્ડન જ્યુબિલી બોર્ડર એલ્યુમની પ્રોગ્રામ’ હેઠળ નિર્મિત નવ માઇક્રો હાયડલ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે અને આઇટીબીપી કર્મચારીઓ સાથે વાતચીત પણ કરશે. મંગળવારે ગૃહપ્રધાન અમિત શાહ નમતી મેદાન જશે અને વાલોંગલો યુદ્ધ સ્મારક પર જઇને દેશની માટે બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.

Web Title: Amit shah arunachal pradesh visit china foreign ministry

Best of Express