Amit shah: દુષ્કર્મના ગુનામાં 20 વર્ષ, મોબ લિંચિંગમાં ફાંસીની સજા, 90 દિવસમાં ચાર્જશીટ… જાણો ભારતમાં નવા કાયદા બાદ શું – શું બદલાશે

Amit shah introduce New indian criminal justice Bill : અમિત શાહે કહ્યું કે અમે એવા કાયદાઓને હટાવી રહ્યા છીએ જે ગુલામીના સંકેતો છે અને અમે માત્ર સજા પાત્ર નહી, પણ ન્યાય આપે તેવા કાયદા લાવી રહ્યા છીએ

Written by Ajay Saroya
Updated : August 11, 2023 19:41 IST
Amit shah: દુષ્કર્મના ગુનામાં 20 વર્ષ, મોબ લિંચિંગમાં ફાંસીની સજા, 90 દિવસમાં ચાર્જશીટ… જાણો ભારતમાં નવા કાયદા બાદ શું – શું બદલાશે
અમિત શાહ - ભારતના ગૃહ મંત્રી.

Amit shah introduce New Bharatiya Nyaya Sanhita Bill : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે લોકસભામાં CrPC સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું કે, અંગ્રેજોના સમયમાં બનેલા જૂના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે ચાર વર્ષથી આ કાયદાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે અમે એવા કાયદાઓને હટાવી રહ્યા છીએ જે ગુલામીના સંકેતો છે અને અમે માત્ર સજા પાત્ર નહી, પણ ન્યાય આપે તેવા કાયદા લાવી રહ્યા છીએ.

ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યુ કે, આઇપીસી 1860, સીઆરપીસી 1898, ઇન્ડિયન એવિડેન્સ એક્ટ 1872 – આ કાયદા અંગ્રેજોએ બનાવ્યા હતા. તેને હટાવીને હવે ઇન્ડિયન પિનલ કોડ 2023, ભારતીય નાગરિક સુરક્ષા કાયદો 2023, 1872ના સ્થાને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 કાયદો લાવી રહ્યા છીએ.

જાણો શું થશે ફેરફારો

  • અમિત શાહે જે બીલ રજૂ કર્યા છે, તે અનુસાર તમે CrPCમાં 356 કલમો હશે, જ્યારે અગાઉ 511 કલમો હતી.
  • સૌથી મહત્વની ત્રણ મોટી બાબતો છે. તેમાં 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના જાતીય શોષણના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ ઉમેરવામાં આવશે. તેમજ ખોટી ઓળખ આપીને સેક્સ માણવાના મામલાને પણ ગુનાની શ્રેણીમાં લાવવામાં આવશે.
  • અમિત શાહની જાહેરાત બાદ હવે ગેંગરેપના તમામ કેસમાં 20 વર્ષ અથવા આજીવન કેદની સજા થશે.

નવો કાયદો લાગુ થયા બાદ હવે મોબ લિંચિંગમાં પણ સજાની જોગવાઈ રહેશે. મોબ લિંચિંગ કેસમાં હવે 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. વધુમાં, અમિત શાહે કહ્યું કે કેન્દ્ર મોબ લિંચિંગના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરવા પર વિચારણા કરી રહ્યું છે.

આ પણ વાંચો | રાજદ્રોહ કાનૂન થશે ખતમ, IPC બન્યું ભારતીય ન્યાય સંહિતા – અમિત શાહે CrPC સંશોધન બિલ રજૂ કર્યું

નવા બિલ મુજબ, જો કોઈ વિસ્તારમાં ગુનો બને છે, તો દેશના કોઈપણ ભાગમાં પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવશે. બીજી તરફ સરકારી કર્મચારી સામે કેસ નોંધાય તો 120 દિવસમાં પરવાનગી આપવી જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ