Loksabha 2024, ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં કોઈ પડકાર નથી, પીએમ મોદીને દેશનું સંપૂર્ણ સમર્થન : અમિત શાહ

Amit shah interview loksabha election 2024 : દેશના લોકો 2024ની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ વિપક્ષી દળો અંગે નિર્ણય કરશે. તેમણે કહ્યું કે આ લેબલ કોઈપણ પાર્ટીને આપ્યું નથી.

Written by Ankit Patel
February 14, 2023 11:01 IST
Loksabha 2024, ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં કોઈ પડકાર નથી, પીએમ મોદીને દેશનું સંપૂર્ણ સમર્થન : અમિત શાહ
અમિત શાહ સાથે ખાસ મુલાકાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કોઈ પ્રતિસ્પર્ધા અથવા પડકાર નથી. દેશની જનતા સંપૂર્ણ દિલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની પહેલ કારણ જમીની સ્તર ઉપર લોકો માટે જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. એએનઆઇ સાથેની વિશેષ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી શાહે જણાવ્યું હતું કે દેશના લોકો 2024ની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ વિપક્ષી દળો અંગે નિર્ણય કરશે. તેમણે કહ્યું કે આ લેબલ કોઈપણ પાર્ટીને આપ્યું નથી.

અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે જણાવ્યું હતું કે, તેમણે ચૂંટણીવાળા રાજ્યોમાં પચાર નહીં કર્યો પરંતુ ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણીના પરિણામો વિપક્ષી પાર્ટીના એ રાજ્યોમાં તાકત દેખાડશે જ્યાં એક સમયે તેમનો દબદબો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત આ વર્ષે થનારી ચૂંટણીમાં ભાજપ સારું પ્રદર્શન કરશે.

શાહે કહ્યું કે ભારતે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આંતરિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને સંરક્ષણ ક્ષેત્રમાં આયાત-નિર્ભરતા ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરતાં તેમણે દેશને સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા ગણાવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતિ, દેશને સુરક્ષિત બનાવવો અને અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવી એ સરકારની પ્રાથમિકતા છે.

વિશ્વમાં ભારતની પોતાની આગવી ઓળખ છેઃ અમિત શાહ

શાહે કહ્યું કે આજે ભારત તેની ઉપલબ્ધિઓના કારણે વિશ્વમાં ઓળખાય છે. ANI સાથેની વિગતવાર મુલાકાતમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું, “આઠ વર્ષના ટૂંકા ગાળામાં, અમે દેશના 60 કરોડ ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કર્યો અને અમે સફળ પણ થયા. ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. રેલ્વેમાં મોટા ફેરફારો થયા છે, સ્પેસ સેક્ટરમાં નવી પોલિસી લાવવામાં આવી છે અને અમે આ સેક્ટરમાં લીડર બનવાની તૈયારી કરી રહ્યા છીએ, નવી પોલિસી સાથે અમે ડ્રોનમાં આગળ વધી રહ્યા છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ