/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/આજનો-ઇતિહાસ-8-જુલાઇ-33.jpg)
અરવિંદ રાજભર, અમિત શાહ અને ઓમ પ્રકાશ રાજભર (Photo: @AmitShah)
Suheldev bharatiya samaj party join to NDA : ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ તોડજોડનો ખેલ શરૂ થઇ ગયો છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ચીફ અને યુપીના પૂર્વનેતા રાજભરે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાથે હાથ મિલાવ્ય છે. આનાથી ઉત્તર પ્રદેશમાં સપા માટે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના નેતા અને યુપીના પૂર્વ મંત્રી ઓપી રાજભરે 14 જુલાઈએ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે ઓપી રાજભર એનડીએ ગઠબંધનમાં સામેલ થઈ રહ્યા છે.
અમિત શાહે ટ્વીટ કર્યું, “સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. હું એનડીએ પરિવારમાં તેમનું સ્વાગત કરું છું." તેમણે આગળ લખ્યું કે રાજભરના આગમનથી ઉત્તર પ્રદેશમાં NDA મજબૂત થશે અને પીએમ મોદીના નેતૃત્વમાં NDA દ્વારા ગરીબો અને દલિત લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને વધુ બળ મળશે.
श्री @oprajbhar जी से दिल्ली में भेंट हुई और उन्होंने प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाले NDA गठबंधन में आने का निर्णय लिया। मैं उनका NDA परिवार में स्वागत करता हूँ।
राजभर जी के आने से उत्तर प्रदेश में एनडीए को मजबूती मिलेगी और मोदी जी के नेतृत्व में एनडीए द्वारा… pic.twitter.com/uLnbgJedbF— Amit Shah (@AmitShah) July 16, 2023
NDAમાં જોડાયા બાદ સુભાસપાના વડા ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે અમારી પાર્ટી અને બીજેપીએ આગામી 2024ની ચૂંટણી સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ 14 જુલાઇએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને પક્ષોની બેઠકથી સમગ્ર રાજ્યમાં એક મોટી શક્તિ ઉભી થશે. દેશના વડાપ્રધાનની વિચારસરણીને આગળ વધારવામાં તે ઘણી મદદ કરશે.
આ પણ વાંચોઃ સંસદનું ચોમાસુ સત્ર તોફાની બનશે; કોંગ્રેસ મણિપુર હિંસા, UCC મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારને ઘેરશે
સૂત્રોએ દાવો કર્યો હતો કે બેઠક દરમિયાન રાજભર અને શાહ બંનેએ 45 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ વાતચીત રાજધાની દિલ્હીમાં થઈ હતી. સૂત્રોએ દાવો કર્યો છે કે આ બેઠકમાં ઓમપ્રકાશ રાજભર સાથે તેમના પુત્ર અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરવિંદ રાજભર પણ હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us