અમિત શાહે પાકિસ્તાન પર નિશાન ટાંક્યું, આતંકવાદને આશરો આપનાર સામે કડક આર્થિક કાર્યવાહી કરવાની જરૂર

Amit shah targets Pakistan : તમામ દેશોની સરકારોએ સામાજિક પ્રવૃત્તિઓની આડમાં યુવાનોને કટ્ટરપંથી બનાવતા અને આતંક તરફ ધકેલવાનું ષડયંત્ર રચતા સંગઠન પર પ્રતિબંધ મૂકવો જોઇએ - અમિત શાહ

Written by Ajay Saroya
Updated : November 20, 2022 09:24 IST
અમિત શાહે પાકિસ્તાન પર નિશાન ટાંક્યું, આતંકવાદને આશરો આપનાર સામે કડક આર્થિક કાર્યવાહી કરવાની જરૂર

ગૃહ પ્રધાન અમિત શાહે ભારતમાં કાયમી ‘નો મની ફોર ટેરર’ (NMFT) વિભાગની સ્થાપના કરવાની દરખાસ્ત આગળ મૂકી હતી જે આતંકવાદના મળતા નાણાંકીય ભંડોળ સામે વૈશ્વિક પ્રયાસોને વધુ અસરકારક રીતે સંકલન કરશે તેવી અપેક્ષા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 19 નવેમ્બર, 2022ના રોજ ‘No Money for Terror’ (NMFT) ના બે દિવસીય પરિષદના સમાપન સત્ર દરમિયાન આતંકવાદ પર વાત કરી હતી. પાકિસ્તાનના પરોક્ષ સંદર્ભમાં શાહે કહ્યું કે કેટલાક દેશો, તેમની સરકારો અને તેમની એજન્સીઓએ ‘આતંકવાદ’ને તેમની રાજ્યનીતિ બનાવી છે. તેમણે કહ્યું કે આતંકવાદના સુરક્ષિત ઠેકાણાઓ પર આર્થિક કાર્યવાહી જરૂરી છે.

અમિત શાહે કહ્યું કે કેટલાક દેશો વારંવાર આતંકવાદીઓને અને આતંકવાદને આશ્રય આપનારાઓને સમર્થન આપે છે. હું માનું છું કે આતંકવાદને કોઈ આંતરરાષ્ટ્રીય સીમાઓ હોતી નથી, તેથી તમામ દેશોએ રાજકારણ ભૂલીને એકબીજાને સહકાર આપવો જોઈએ. તેમણે કહ્યું કે કેટલાક દેશો, તેમની સરકારો અને એજન્સીઓએ આતંકવાદને રાજ્યની નીતિ બનાવી દીધી છે. તેમણે કહ્યું કે ટેરર ​​હેવન પર આર્થિક પ્રતિબંધો સાથે તમામ પ્રકારની કાર્યવાહી કડક કરવી જરૂરી છે. આના પર વિશ્વના તમામ દેશોએ તેમના ભૌગોલિક-રાજકીય હિતથી ઉપર ઉઠીને પોતાનું મન બનાવવું પડશે.

તેમણે કહ્યું કે અમે તમામ પ્રકારના આતંકવાદ સામે અસરકારક, લાંબા ગાળાની અને સંયુક્ત લડાઈ વિના ભયમુક્ત સમાજ, ભયમુક્ત વિશ્વ વિશે વિચારી શકતા નથી. તેમણે કહ્યું કે હું સ્પષ્ટપણે માનું છું કે આતંકવાદ લોકશાહી, માનવાધિકાર, આર્થિક પ્રગતિ અને વિશ્વ શાંતિ સામે એક નાક છે, જેને આપણે જીતવા ન દેવો જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે કોઈ એક દેશ કે સંગઠન એકલા આતંકવાદને હરાવી શકે નહીં.

આતંકવાદ અને આતંકવાદી જૂથો સામે લડવું પડશેઃ અમિત શાહ

ગૃહમંત્રીએ કહ્યું કે તાજેતરમાં ભારત સરકારે સામાજિક પ્રવૃત્તિઓની આડમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને તેમને આતંક તરફ ધકેલવાનું ષડયંત્ર રચતા સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે. હું માનું છું કે દરેક દેશે આવી સંસ્થાઓની ઓળખ કરવી જોઈએ અને તેમની સામે પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે આપણે દરેક ભૌગોલિક અને વર્ચ્યુઅલ સેક્ટરમાં આતંકવાદ અને આતંકવાદી જૂથો સામે આ યુદ્ધ લડવાનું છે.

આતંકવાદ અંગે શાહે કહ્યું કે આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ, આતંકવાદ વિરોધી કાયદાના મજબૂત માળખાં અને એજન્સીઓના સશક્તિકરણને કારણે ભારતમાં આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો થયો છે અને આતંકવાદના કેસમાં કડક સજા આપવામાં સફળતા હાંસલ કરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે ભારત સરકારે આતંકવાદ, નાર્કોટિક્સ અને આર્થિક અપરાધો જેવા ગુનાઓ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવાનું પણ નક્કી કર્યું છે. ભારત સરકારે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ